ભોળાનાથના ભક્તો માટે ખુશીના સમાચાર, આજથી સોમનાથ મંદિરની આરતીમાં મળશે લોકોને પ્રવેશ, પણ આ નિયમોનું કરવું પડશે કડક પાલન, નહિં તો…

કોરોનાકાળમાં ઘણી બધી વસ્તુઓ બદલાઈ હતી. લોકો ઓફિસ જવાને બદલે વર્ક ફ્રોમ હોમ કરવા લાગ્યા હતા તો વિદ્યાર્થી શાળએ જવાને બદલે ઓનલાઈન શિક્ષણ લેવા લાગ્યા હતા. આ કડીમાં ભગવાન અને ભક્ત વચ્ચેુનં અંતર પણ વધ્યું હતું.

image source

મંદિરોમાં લોકોને પ્રવેશ આપવામાં આવતો નહોતો. જો કે ત્યાર બાદ પરિસ્થિતિ થાળે પડતા ધીમે ધીમે લોકોને સોશિયલ ડિસ્ટન્સ સાથે વિવિધ મંદિરમાં પ્રવેશ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. આ કડીમાં હવે દાદાના ભક્તો માટે સારા સમાચાર આવ્યા છે.

ભક્તો આરતી લ્હાવો લઈ શકશે

image source

સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજથી પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરની આરતીમા ભક્તોને હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી છે. નોંધનિય છે કે રાજયમાં કોરોનાનું સંક્રમણ ઓછુ થતા મંદિરમાં થતી ત્રણેય આરતીમાં ભક્તોને પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

image source

ઉલ્લેખનિય છે કે કોરોના મહામારીને કારણે મંદિરની આરતીમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જો કે આજથી ભગવાનના ભક્તો આરતીનો લ્હાવો લઈ શકેશે પરંતુ કોઇને ગર્ભગૃહમાં ઊભા રહેવા દેવામાં નહીં આવે. બધા ભક્તોએ પસાર થતા થતા આરતીનો લહાવો લેવાનો રહેશે.

આ મંદિરોમાં પણ મળશે પ્રવેશ

image source

તમને જણાવી દઈએ કે, કોરોના મહામારી બાદ લાગુ કરવામાં આવેલા લૉકડાઉન બાદ ભક્તોને મંદિરમાં પ્રવેશ બંધ કરાયો હતો. જે હવે શરૂ કરાયો છે જેથી ભક્તોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. આ સિવાય ગીતા મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર,અહલ્યાબાઈ મંદિર, રામ મંદિર, ભીડીયા મંદિરમાં પણ આરતીમાં પ્રવેશ આપવામાં આવશે.

image source

તમને જણાવી દઈએ કે આજથી સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શનનો સમય સવારે 06 થી રાત્રે 10 વાગ્યાનો રહેશે. બીજી તરફ ફરજ પરના ટ્રસ્ટનાં કર્મચારીઓ, પોલીસ, એસ.આર.પી.ની સુચના અને વ્યવસ્થા પ્રમાણે લાઈનમાં ચાલતા રહીને જ આરતીમાં દર્શન કરવાના રહેશે. આ દરમિયાન કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે.

પીએમ મોદીને સોમનાથ મંદિર ટ્રસ્ટના પ્રમુખ બન્યા

image source

નોંધનિય છે કે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ટ્રસ્ટનાં અધ્યક્ષ બન્યા છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલનું અવસાન થતા પીએમ મોદીને સોમનાથ મંદિર ટ્રસ્ટના પ્રમુખ બનાવાયા છે. તમને જણાવી દઈએ કે સોમનાથ સાથે વિદ્વાનો સાક્ષરો અને નેતાઓનો અનેરો નાતો હંમેશા જોડાયેલો રહ્યો છે. તો તેઓ સોમનાથમાં અનેરી શ્રદ્ધા પણ ધરાવે છે.

image source

નોંધનિય છે કે પીએમ મોદીનાં સોમનાથ સાથેના સંબંધો ઘણા જુના છે. આરએસએસનાં પ્રચારક હતા ત્યારથી જ પ્રધાનમંત્રી મોદી સોમનાથ મહાદેવનાં દર્શને આવતા તો સંઘની બેઠક પણ લેતા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત