જાણો સોમનાથમાં આવેલ આ બાણસ્તંભની પાછળ છુપાયેલા આ અદભૂત રહસ્યો વિશે..

આખી દુનિયા ઘણા બધા રહસ્યોથી ભરેલી છે. જેમાંથી કેટલાક રહસ્યોને વૈજ્ઞાનિકો ઉકેલી શક્યા છે, જયારે કેટલાક રહસ્યો આજે પણ વૈજ્ઞાનિકો માટે તેને ઉકેલવા શક્ય બન્યા નહી. આજે અમે આપને આવા જ એક રહસ્ય વિષે જણાવવા જઈ રહ્યા છીએ. આ રહસ્ય ગુજરાત રાજ્યમાં આવેલ સોમનાથ મંદિરના પ્રાંગણમાં આવેલ એક સ્તંભ વિષે વિસ્તૃત માહિતી આપીશું. ચાલો જાણીએ શું છે સોમનાથ મંદિરના પ્રાંગણમાં આવેલ સ્તંભનું રહસ્ય.

image source

ગુજરાત રાજ્યમાં આવેલ સોમનાથ મંદિરનો ઈતિહાસ જાણીએ તો, આ મંદિર ભૂતકાળમાં પોતાની જાહોજલાલી માટે જગપ્રસિદ્ધ હતું. જયારે સોમનાથ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારે સોમનાથનું આખું મંદિર સુવર્ણથી બનાવવામાં આવ્યું હતું. જયારે સોમનાથ મંદિરના સુવર્ણ હોવાની વાત મહેમુદ ગઝનવીને જાણ થાય છે તો ગઝનવી સોમનાથના મંદિર પર હુમલો કરીને તેને લુટે લે છે.

image source

મહેમુદ ગઝનવી દ્વારા સોમનાથ મંદિરને ઘણી બધી વાર તોડી પાડવામાં આવ્યું હતું. સોમનાથ મંદિરનો છેલ્લીવાર જીણોદ્ધાર વર્ષ ૧૯૫૧માં કરવામાં આવ્યો હતો. સોમનાથ મંદિર સમુદ્રના કિનારે આવેલ મંદિર આ મંદિરના જીણોદ્ધાર થવાની સાથે જ સોમનાથ મંદિરની દક્ષિણ દિશા તરફ આવેલ પ્રાંગણમાં એક સ્તંભ સ્થાપવામાં આવ્યો છે. આ સ્તંભને બાણ સ્તંભ તરીકે પણ ઓળખવામાં આવે છે.

image source

શાસ્ત્રોમાં અંદાજીત છઠ્ઠી સદીથી સોમનાથ મંદિરના ઉલ્લેખ સાથે બાણ સ્તંભનો ઉલ્લેખ ઇતિહાસમાં જોવા મળી જાય છે. એનો અર્થ એવો થાય છે કે, બાણ સ્તંભ સોમનાથ મંદિરના પ્રાંગણમાં આવેલો હતો. તેમ છતાં આ બાણ સ્તંભ વિષે ભાગ્ય કોઈ વ્યક્તિને જાણકારી હશે કે આ બાણ સ્તંભ કોણે અને કોના દ્વારા બંધાવવામાં આવ્યો છે?

image source

કેટલાક જાણકારોના કહેવા મુજબ બાણ સ્તંભ એક દિશા સૂચક સ્તંભ તરીકે કામ કરે છે. આ બાણસ્તંભના ઉપરના ભાગે એક બાણ જોવા મળે છે આ સ્તંભમાં જોવા મળતા બાણનું મુખ સોમનાથ મંદિરના દક્ષિણ દિશા તરફ આવેલ પ્રાંગણ તરફ આવેલ સમુદ્ર બાજુ સંકેત કરે છે. આ બાણ સ્તંભ પણ લખાણ લખવામાં આવ્યું છે કે, ‘આસમુદ્રાંત દક્ષિણ ધ્રુવ, પર્યંત અબાધિત જ્યોતિર્માર્ગ.’ એનો અર્થ એવો થાય છે કે, સમુદ્રના આ બિંદુથી સીધી દિશામાં દક્ષિણ ધ્રુવ સુધી એક પણ અવરોધ આવશે નહી.

image source

એટલે કે આનો અર્થ એવો થાય છે કે, બાણની સીધી રેખામાં સમુદ્રમાં કોઈ પર્વત કે ભૂમિનો ટુકડો આપના માટે અવરોધરૂપ નહી બને. આપણા માટે સૌથી મોટી વાત એ છે કે, છઠ્ઠી સદીમાં p લોકો એટલા આગળ હતા કે તેઓ જાણતા હતા કે દક્ષિણ ધ્રુવ કઈ બાજુ છે અને પૃથ્વીનો આકાર ગોળ છે.

image source

તેમ છતાં આ રહસ્ય આજે પણ અકબંધ છે કે, છઠ્ઠી સદીના લોકોએ કેવી રીતે જાણ્યું હશે કે, સોમનાથ મંદિરના બાણસ્તંભની દિશામાં સમુદ્રની અંદર કોઈ ભૂમિનો ટુકડો કે પછી પર્વત જેવું કઈજ નથી? આજના સમયમાં આ વાત જાણવી ખુબ સરળ છે આ જાણવા માટે આજે આપણે વિમાન કે પછી ડ્રોનનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ છઠ્ઠી સદીમાં આ વાત જાણવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે તે આજ સુધી કોઈ જાણી શક્યું નથી.

image source

સોમનાથ મંદિર દેશના ૧૨ જ્યોર્તિલિંગ માંથી પ્રથમ જ્યોતિર્લીંગ છે. સોમનાથ મંદિરના દક્ષિણ દિશાના પ્રાંગણમાં સ્થાપિત બાણસ્તંભ પર લખવામાં આવેલ ઉક્તિ માંથી કેટલાક શબ્દો છે જેનું રહસ્ય આજે પણ અકબંધ છે. બાણસ્તંભની અંતિમ પંક્તિ ‘અબાધિત જ્યોતિર્માર્ગ.’ જો કે, ‘અબાધિત’ અને ‘માર્ગ’નો અર્થ ક્રમશઃ બંધન વિના અને રસ્તો. પણ ‘જ્યોર્તિમાર્ગ’ નો અર્થ સમજવો ખરેખરમાં મુશ્કેલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત