સોમનાથ મંદિરના શિખર નજીક બે હેલિકોપ્ટર રાઉન્ડ મારતા દેખાયા; ટોક ઓફ ધ ટાઉન બની આ ઘટના

ચંદ્રદેવને 27 પત્નીઓ હતી જેને આપણે આજે 27 નક્ષત્રોના નામોથી ઓળખીએ છીએ. તે બધી દક્ષ પ્રજાપતિની પુત્રીઓ હતી. તેમાંથી રોહિણી નામવાળી પત્ની સાથે ચંદ્ર સદાય પ્રેમમગ્ન રહેતા. બાકીની 26 પત્નીઓ કે જે સગી બહેનો હતી તે પતિ વિયોગે ઉદાસ રહેવા લાગી. એક દિવસ પિતા દક્ષ દીકરીઓનું દુઃખ જાણીને દુભાયા અને જમાઈ ચંદ્રને આજ્ઞા કરી કે દરેક પત્ની સાથે સરખો પ્રેમભાવ રાખવો. પણ ચંદ્રે વડીલની આજ્ઞા અવગણી. આથી દક્ષરાજે ક્રોધે ભરીને તેમને “ચંદ્ર તારો ક્ષય થાય.” એવો શ્રાપ આપ્યો. આથી કરીને દિન-પ્રતિદિન ચંદ્રનો તેજ- પ્રભાવ ઘટવા લાગ્યું અને ચંદ્ર આખરે નિસ્તેજ થઇ ગયા. આથી પ્રજાપિતા બ્રહ્માની સલાહથી સૌથી પ્રિય પત્ની રોહિણી સાથે ચંદ્રએ પ્રભાસક્ષેત્રે ‘પ્રભા’ પાછી મેળવવાની આશા સાથે પ્રભુ શિવનું ધ્યાન કર્યું અને તપસ્યા કરી. તેણે આ ક્ષેત્રમાં શિવજીની મહામૃત્યુંજય મંત્રથી પૂજા કરી હતી. તપથી પ્રસન્ન થયેલા શિવ શંકરના અનુગ્રહથી ચંદ્રનો શ્રાપમાંથી આંશિક છૂટકારો થયો. ત્યારથી શિવજીની કૃપાથી 15 દિવસ સુધી વધતો (સૂદ અથવા કૃષ્ણ પક્ષ) અને પછી 15 દિવસ ઘટતો (વદ અથવા શુકલ પક્ષ) ચંદ્ર થાય છે.

image soucre

પવિત્ર પ્રભાસ ક્ષેત્રમાં સ્થિત આ સોમનાથ-જ્યોતિર્લિંગનો મહિમા મહાભારત, શ્રીમદ ભાગવત અને સ્કંદપુરાણદીમાં વિગતવાર વર્ણવવામાં આવ્યો છે. ચંદ્ર પણ સોમાનું નામ છે, તેમણે ભગવાન શિવને તેમના નાથ-સ્વામી માનીને અહીં તપસ્યા કરી હતી.

સોમનાથ મંદિરની અને દરિયાઈ સુરક્ષાને લઈ કોસ્ટગાર્ડના બે હેલિકોપ્ટરોએ હવાઈ પેટ્રોલિંગ કર્યું હતું. તાજેતરની ઘટનાઓ બાદ દરીયાઇ સુરક્ષા સતર્ક રાખવાની કવાયતના ભાગરૂપે ઝેડ પલ્સ સુરક્ષા ધરાવતા જગવિખ્યાત સોમનાથ મહાદેવ મંદિર પર કોસ્ટગાર્ડએ બે હેલિકોપ્ટર દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. બંન્ને હેલિકોપ્ટરોએ મંદિરના શિખર નજીક લો લેવલ પર પેટ્રોલિંગ કર્યું હતું.

આતંકીઓના હિટ લીસ્ટ પર કાયમી રહેતા એવા અરબી સમુદ્ર કાંઠે બિરાજમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની સુરક્ષાને લઈ કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરથી પેટ્રોલિંગ કરવામાં આવ્યુ હતું. જેમાં કોસ્ટગાર્ડના બે હેલિકોપ્ટર દ્વારા 700 મીટર જેટલી ઉંચાઈ પર લો લેવલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

ઝેડ પલ્સ સુરક્ષા ધરાવતા સોમનાથ મંદિરની સુરક્ષા સાથે જ અરબી સમુદ્રની સુરક્ષા માટે સુરક્ષા તંત્રના કોસ્ટગાર્ડ, મરીન પોલીસ, ઘોડેસવાર પોલીસ સહિતના તમામ વિભાગો સતત ખડેપગે રાખવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, છેલ્લા થોડા સમય દરમિયાન દેશના દરીયા કિનારાથી ભારતમાં નશાદ્રવ્યક પદાર્થોની હેરાફેરીની પ્રવૃત્તિઓ વધી છે. સુરક્ષા એજન્સીઓએ કરોડોની કિંમતનું ડ્રગ્સ સહિતના પદાર્થો પકડી પાડ્યા છે. જેથી સરકાર દ્વારા દરિયાઈ સુરક્ષા બાબતે સતર્કતા રાખવા ખાસ સૂચના આપી છે. જેથી દરિયાઈ સુરક્ષાની કોસ્ટગાર્ડ, નેવી સહિતની મુખ્ય સુરક્ષા એજન્સીઓ સમયાંતરે પેટ્રોલિંગ કરી કવાયત કરી રહી છે. જે ભાગરૂપે જ સોમનાથ મંદિરના દરિયાઈ વિસ્તારમાં હવાઈ નિરીક્ષણ કરવા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

મધ્ય કાલીન યુગમાં સોમનાથ પહેલું મંદિર 2000 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઇ.સ. 649 ની સાલમાં વલ્લભીવંશના શાસક રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. આ સમય સન 487 થી 767 સુધીનો ગણાય છે. પરમારોના એક શિલાલેખ મુજબ માળવાના ભોજ પરમારે અહીં મંદિર બંધાવ્યું હતું. આ મંદિર 13 માળ ઊંચું હતું અને મંદિરના દ્વાર હીરાજડિત હતા. તેના ઉપર 14 સુવર્ણ કળશો હતા. તેની ઉંચે ફરકતી ધજાથી નાવિકો તેને સોમનાથનું મંદિર પિછાણી તે તરફ વહાણો કરતા. ઈ.સ. 755 માં વલ્લભી સામ્રાજ્યના પતન સાથે આરબ આક્રમકોએ સોમનાથનું પતન કર્યું. સિંધના અરબ શાસક જૂનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો. પ્રતિહાર રાજા નાગ ભટ્ટ બીજાએ ત્રીજી વખત લાલ પથ્થર (રેતીયો પથ્થર) વાપરી મંદિરનું નિર્માણ કર્યું હતું.

ઈ. સ. 1024 માં, રાજા ભીમદેવ (પ્રથમ)ના શાસન દરમિયાન, ગઝનીના અગ્રણી તુર્કી મુસ્લિમ શાસક મહમૂદે ગુજરાતમાં હુમલો કર્યો, સોમનાથ મંદિરને લૂંટી લીધું; અને બ્રાહ્મણો દ્વારા તેને ના તોડવાની વિનંતી છતાં તેની જ્યોતિર્લિંગ તોડી નાખી. તેણે 20 કરોડ દિનારોનો ખજાનો છીનવી લીધો. ઇતિહાસકારોએ કહ્યું કે મહેમૂદ દ્વારા મંદિરને થયેલા નુકસાનને લીધે ઓછામાં ઓછું નુકસાન થયું છે; કારણ કે ઈ. સ. 1038 સુધી મંદિરમાં યાત્રાધામો હોવાના કોઈ રેકોર્ડ નથી, ત્યારબાદ, 12 વર્ષ સુધી થી નુકસાનને લીધે કોઈ યાત્રાળુ ત્યાં નહોતાં ગયાં, તેમ છતાં, મહેમૂદના સંબંધમાં તુર્કો-પર્સિયન સાહિત્યમાં માની શકાય તેવી વિગતવાળી દંતકથાઓ છે. મંદિર ઉપર થયેલાં હુમલાઓનો અભ્યાસ વખતોવખત થયો છે, જેમાં, વિદ્વાન સંશોધક મીનાક્ષી જૈન અનુસાર મુસ્લિમ વિશ્વની ચમત્કૃતિપૂર્ણ બડાઈ એ હતી કે ગઝની મહેમૂદે 50,000 ભક્તોની હત્યા કરી હતી, જ્યારે, એ ભક્તોએ મંદિરની તોડફોડ અને લૂંટ ચલાવવાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો.

ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર 13, 1947 નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું. 11 મે 1951 ના દિવસે કે જયારે મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા થઇ ત્યારે તત્કાલીન ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરી ત્યારે કહ્યું કે, “સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે”. 101 તોપોનું મહાદેવજીને સન્માન અપાયું. નૌકાદળે સાગરમાંથી તોપો ફોડી. હજારો બ્રાહ્મણોએ વેદઘોષ કરીને પ્રતિષ્ઠા કરી. શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે. સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતાં અને ભુતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ આ પદે રહ્યા હતા.

ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનુ “કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર” ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. મૂળ સોમનાથ મંદિર ત્રિકૂટાચલ પ્રકારનું હતું. છેલ્લા 800 વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી. સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે, મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી.