Site icon News Gujarat

જાણો ક્યારે છે સોમવતી અમાસ, તારીખ, મૂહૂર્ત અને વ્રતના નિયમ પણ જાણવા છે જરૂરી

હિંદુ ધર્મમાં સોમવતી અમાસનું મહત્વ અલગ છે. જ્યારે અમાસ તિથિ સોમવારે આવે છે તો તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે. આ રીતે એક વર્ષમાં ફક્ત 12 અમાસ આવે છે. આ અમાસ જો સોમવારે આવે તો તેને સોમવતી અમાસની રીતે ઉજવવામાં આવે છે. આ વર્ષે ફક્ત એક જ સોમવતી અમાસ છે અને તે 12 એપ્રિલે આવે છે. આ સ્થિતિમાં આ અમાસનું મહત્વ વધી જાય છે.

image source

જાણો શું છે સોમવતી અમાસની તારીખ અને શુભ મૂહૂર્ત

સોમવતી અમાસનો માસ- ચૈત્ર માસ

image source

સોમવતી અમાસનું મહત્વ

હિંદુ ધર્મમાં સોમવતી અમાસના દિવસે કરાયેલા દાનનું વિેશેષ મહત્વ માનવામાં આવે છે. માન્યતા છે કે સોમવતી અમાવસ્યાના દિવસે સ્નાન – દાન કરવાથી ઘરમાં સુખ શાંતિ અને ખુશહાલી આવે છે.

ધાર્મિક મહત્વ

ધાર્મિક માન્યતા છે કે સોમવતી અમાસના પવિત્ર દિવસે પિતૃ તર્પણ કરવાથી તેનો વિશેષ આર્શિવાદ મળે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

image source

આ અમાસે પવિત્ર નદીમાં સ્નાનનું પણ ખાસ મહત્વ છે. સ્નાન કરવાથી અને પછી દાન કરવાથી અનેક લાભ મળે છે.

આ દિવસે માનવામાં આવે છે કે જો તમે ભગવાન શિવની પૂજા – અર્ચના કરો છો તો તમારી દરેક મનોકામનાઓ પૂરી થાય છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજાનું પણ વિશેષ મહત્વ રહેલું છે.

જાણો વ્રતના નિયમો અને પૂજા વિધિ

image source

સોમવતી અમાસના દિવસે સવારે વહેલા ઉઠો અને પવિત્ર નદીમાં સ્નાન કરો. પવિત્ર નદીના કારણે ભક્તને કોઈ પણ શુદ્ધ જળથી સ્નાન કરવાનું મહત્વ છે. આ પછી ઘરના મંદિરમાં દીવો કરો અને ભગવાનની આરાધના કરો. શક્ય હોય તો વ્રત રાખો અને ભગવાન શિવ અને પાર્વતીની આરતી કરો અને પછી પ્રસાદની વહેંચણી કરો.

જો તમે આ નિયમો અને શ્રદ્ધા સાથે સોમવતી અમાસ કરો છો તો તમારું કાર્ય સફળ થાય છે. અને પ્રભુ તમારા પર કૃપા બનાવી રાખે છે. તો તમે પણ ભૂલશો નહીં આવનારો સોમવાર અને સાથે જ સોમવતી અમાસે કરવાની પૂજા અને શુભ મૂહૂર્તને પણ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Exit mobile version