રાહતના સમાચાર: સોમવારથી ખાનગી અને સરકારી ઓફિસો 100 ટકા સ્ટાફ સાથે કામ કરશે, જાણો વધુ માહિતી એક ક્લિકે

ગુજરાતમાં સોમવારથી ખાનગી તેમજ સરકારી ઓફિસો 100 ટકા સ્ટાફ સાથે કામ કરશે

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાની બીજી લહેરે પોતાનો કહેર વર્તાવ્યો હતો. રોજેરોજ કોરોના સંક્રમણના કેસમાં વધારો થઈ રહ્યો હતો, પણ હવે ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે સમતી દેખાય છે. કોરોના પોઝિટિવ કેસમાં ધરખમ ઘટાડો નોંધાયો છે..

image source

તમને જણાવી દઈએ કે આજથી હવે રાજ્યના 36 શહેરોમાં પણ રાત્રી કરફ્યુ અને આંશિક છૂટછાટ હટાવી લેતા જાહેર જીવન રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે, એટલે કે બધા જ વેપાર ધંધાને ખુલ્લા રાખવા માટે સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધીની પરમિશન મળી ગઈ છે. ત્યારે રાજ્ય સરકારે આજે એક મોટો નિર્ણય લીધા છે. જેમાં બધી જ સરકારી અને ખાનગી કચેરીઓમાં 100 ટકા સ્ટાફ બોલાવવાની છૂટ આપી દેવામાં આવી છે.

image source

રાજ્ય સરકારે લીધેલા નિર્ણય મુજબ ગુજરાતમાં સોમવારથી બધી જ ઓફિસો ખુલવા જઈ રહી છે. રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે તમામ સરકારી અને ખાનગી કચેરીઓ હવે 100% સ્ટાફ સાથે ખુલશે.

તમને જણાવી દઈએ રાજ્ય સરકારે આગામી 48 કલાકમાં જ આ નિયમમાં ફેરફાર કર્યો છે અને બધી જ ઓફિસોમા 100% સ્ટાફ સાથે કામ કરવાની મંજૂરી પણ આપી દેવામાં આવી છે એટલે કે હવે આવતી કાલથી સરકારી કચેરીઓ કાર્યરત રહેશે.રાજ્ય સરકારની બધી કચેરીઓ આવતીકાલ એટલે કે શનિવાર અને 5 જૂનના રોજ કાર્યરત એટલે કે ખુલ્લી રહેશે.

image source

આ નિર્ણયની જાહેરાત કરતી વખતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સાથે વધુ એક એવો નિર્ણય પણ કર્યો છે કે સોમવાર અને 7મી જૂનથી રાજ્ય સરકારની બધી જ કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રની બધી જ ઓફિસો 100 ટકા સ્ટાફની હાજરી સાથે રાબેતા મુજબ પોતાનું કામકાજ કરી શકશે.

તમને જણાવી દઈએ કે, આ અગાઉ રાત્રિ કરફ્યૂ દરમિયાન ગુજરાતના 36 શહેરોમાં સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી જ દુકાનો અને ધંધા ખૂલવાની છૂટછાટ આપવામાં આવી હતી. પરંતુ આજથી એટલે કે 4 જૂનથી આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

image source

રાજ્યમાં હાલ 36 શહેરોમાં જે રાત્રિ કરફ્યુ અમલ કરવામાં આવી રહ્યો છે તેની મુદત પણ વધુ એક અઠવાડિયું વધારવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે. એટલે કે આ 36 શહેરોમાં 4 જૂન થી 11 જૂન સુધીના દિવસો દરમ્યાન રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો રહેશે. હવે એ જોવાનું રહ્યું કે 11 જૂન પછી આ રાત્રી કરફયુને હટાવી લેવામાં આવે છે કે હજી એની મુદત વધારવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!