નોકરાણીના પ્રેમમાં અંધ બનેલા યુવકે પરિવારને કર્યુ નાખ્યુ વેર-વિખેર, વાંચો કેવી રીતે આપ્યો આ ઘટનાનો અંત

શું કોઈ પુત્ર પોતાના માતાપિતાની હત્યા કરી શકે? શું કોઈ ભાઈ પોતાની બહેનને મોત આપી શકે?

image source

હમણાં જ યુપીના પ્રયાગરાજના ધૂમનગંજ પોલીસસ્ટેશનમાં પ્રીતમનગરના ઇલેક્ટ્રોનિક્સ દુકાનદાર તુલસીદાસ અને તેમના ધર્મપત્ની, તેમની પુત્રવધુ તેમજ પુત્રીની હત્યા થઈ ગઈ. ઘટનાની જાણકારી મળતા જ પ્રયાગરાજવાસીઓ સ્તબ્ધ થઈ ગયા. ધોળાદિવસે થયેલી આ કરપીણ હત્યાઓથી પોલીસકર્મીઓ પણ ચોંકી ઉઠ્યા. પરંતુ સાબદા થઈને આ મર્ડરમિસ્ટ્રીને ગણતરીની કલાકોમાં જ સોલ્વ કરી દેવામાં આવી.

તુલસીદાસના જ પુત્ર આશીષની ધરપકડ બાદ આરોપ લગાવવામાં આવ્યો કે આડા સંબંધનો વિરોધ કરવાને કારણે આશિષે જ આઠ લાખ રૂપિયા આપી પોતાના જ પરિવારના તમામ સભ્યોની હત્યા કરાવી. મૃતકના પુત્ર સહિત આ કાર્ય માટે રૂપિયા લેનારા તુલસીદાસના જ દુકાનમાં કામ કરનારની પણ પોલીસે ધરપકડ કરી છે. જ્યારે હત્યારા એવા કૌશામ્બીના રહેવાસી બે આરોપીની શોધખોળ ચાલુ છે.

 

image source

પ્રયાગરાજન પ્રીતમનગરમાં નીવાચોકી પાસે રહેતા ત્રેસઠ વર્ષના તુલસીદાસ કેરવાની પોતાના ઘરમાં જ ઇલેક્ટ્રોનિક્સનો બિઝનેસ કરતા હતા. તેમના ઘરમાં સાઠ વર્ષના પત્ની કિરણદેવી , સાડત્રીસ વર્ષની પુત્રી ગુડિયા એટલે કે નિહારિકા અને સત્યાવીસ વર્ષની પુત્રવધૂ પ્રિયંકા રહેતા હતી. આશિષ ઉર્ફે આતિશ પણ પિતાને દુકાન સંભાળવામાં મદદ કરતો હતો. ગત ગુરુવારે એટલે કે ૧૪ મેના બપોરના પોણાચાર વાગ્યાની આસપાસ પોલીસને ખબર મળી કે તુલસીદાસ, કિરણદેવી , નિહારિકા અને પ્રિયંકાની તેમના પોતાના ઘરમાં જ ગળું કાપી નિર્મમ હત્યા કરવામાં આવી છે.

પોલીસ દુર્ઘટના સ્થળે પહોંચી તો વ્યપારી, તેમના પત્ની તથા તેમની પુત્રીની લાશ સીડી પાસે આવેલા ઓરડામાં પડી હતી. જ્યારે ઘરની પુત્રવધુની લાશ ઉપરના માળે આવેલ ઓરડામાંથી મળી આવી. બધાની હત્યા ગળું રહેંસીને કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે પુછપરછમાં આશિષ ઉર્ફે આતિશે જણાવ્યું કે આજે દોઢ વાગ્યાની આસપાસ તે ઘરનો હપ્તો જમા કરાવવા માટે બેંકે ગયો હતો. સાડા ત્રણ વાગ્યે ઘરે પરત ફર્યો તો દરવાજો ખાલી અટકાવેલો હતો. તે દરવાજો ધકેલી અંદર ગયો, તો તેણે જોયું કે પરિવારના તમામ લોકો મૃત પડ્યા હતા.

image source

એક જ પરિવારની ચાર હત્યાઓની ખબર મળતા જ પોલીસ અધિકારીઓ પણ આંચકો પામી ગયા. એડીજી, આઇજી, એસએસપી સહિત તમામ અધિકારીઓ દુર્ઘટનાસ્થળે પહોંચી ગયા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા બાદ પોલીસે એક પછી એક કડી સાંધવાનું શરૂ કર્યું. પહેલાં અવલોકનમાં સમજાઈ ગયું કે ઘરમાં કોઇ પરાણે કે ચોરીથી ઘૂસ્યું ન હતું. વધારે તપાસમાં એવો પણ ખુલાસો થયો કે પુત્ર આશિષના સંબંધ પરિવારના લોકો સાથે સારા ન હતા. ઘરમાં ખૂબ ઝઘડા થતા. આ ક્લેશ પાછળનું કારણ આશિષના આડા સંબંધ હતા.

image source

પોલીસની જાણકારી પ્રમાણે આશિષના ઘરમાં ધૂમનગંજમાં રહેતી એક સ્ત્રી ઘરકામ માટે આવતી હતી. આ સ્ત્રી સાથે આશીષને આડાસંબંધ હતા. તે મહિલાનો અપંગ પતિ એજી ઓફિસમાં કામ કરતો હતો પરંતુ એક ધોખાબાજી ના કેસમાં તેને બરતરફ કરી દેવામાં આવ્યો હતો એટલે ઘર ચલાવવા માટે મહિલા ઘરકામ કરતી હતી. આશિષના પરિવારે સ્ત્રીને છોડવાનું કહ્યું પરંતુ તે રાજી ન થયો. આ વાતને લઇને આશિષની પત્ની સાથે અવાર નવાર માથાકૂટ થતી. બીજી બાજુ આશિષ મહિલા ઉપર ખુબ જ પૈસા બરબાદ કરતો હતો.

image source

માતા-પિતા જ્યારે આશિષને સમજાવતા તો તેની સાથે પણ માથાકૂટ કરતો. આ બાબતને લઇને વારંવાર પરિવારમાં ઝઘડા થતા રહેતા હતા. બોલચાલ વણસી જતી તો આશિષ પરિવારજનો સાથે મારપીટ પણ કરતો. મૃતક વેપારી તુલસીદાસે એકવાર તો પાડોશીને બોલાવી આશિષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પણ નક્કી કરી લીધું હતું. આ વાતની જાણ આશિષને થતા તે ભડકી ગયો અને તેણે અનુજ શ્રીવાસ્તવ સાથે મળી આડાસંબંધમાં નડતરરૂપ પોતાના જ સમસ્ત પરિવારની હત્યા કરાવવાનો પ્લાન બનાવી લીધો.

image source

આ બાબતમાં એસએસપી સત્યાર્થ અનિરુદ્ધ પંકજે જણાવ્યું કે તુલસીદાસના પુત્રએ જ આડાસંબંધના વિરોધમાં આ હત્યાકાંડ કરાવ્યો. આ કામ માટે સોપારી લેનારા દુકાનના કર્મચારીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે હત્યા કરનાર બંને બદમાશોની તલાશ ચાલુ છે. એડીજી પ્રેમપ્રકાશે આ જઘન્ય અપરાધનો ખુલાસો કરનારી પોલીસ ટીમ માટે પચાસ હજારનું ઇનામ આપવાની જાહેરાત પણ કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત