જાણો આજના Gold Silverના ભાવ, અક્ષય તૃતિયા પહેલા આજે સસ્તુ થયું સોનું અને ચાંદી

અક્ષય તૃતિયા પહેલા આજે સોના અને ચાંદીના ભાવમાં ફરીથી એકવાર મોટો ઘટાડો આવ્યો છે. ભારતમાં હાલમાં ફિઝિકલ ગોલ્ડની ડિમાન્ડ ઘટી રહી છે. અનેક રાજ્યોમાં લોકડાઉનના કારણે માર્કેટ ચાલુ નથી. જ્વેલરી સ્ટોર્સમાં લોકો જઈ શકતા નથી. અક્ષય તૃતિયા પહેલા ફરી એક વાર સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

image source

આ કારણે ઘટી રહ્યા છે સોનાના અને ચાંદીના ભાવ

અમેરિકી બોન્ડના યીલ્ડમાં વધારાના કારણે ઈન્ટરનેશનલ માર્કેટમાં ગોલ્ડના ભાવમાં ઘટાડો આવ્યો છે. રોકાણકારો ગોલ્ડમાં રોકાણ કરતા પહેલા અમેરિકી કન્ઝ્યુમર પ્રાઈસ ડેટાની રાહ જોઈ રહ્યા છે જેથી મોંઘવારીનો ખ્યાલ આવી શકે. આ સમયે ભારતમાં કોરોના સંક્રમણની બગડતી સ્થિતિના કારણએ માર્કેટમાં ગોલ્ડના ભાવ વધતા જોવા મળી રહ્યા છે.

image source

બોન્ડ યીલ્ડમાં નફાના કારણે ગોલ્ડમાં રોકાણ ઘટયું

અમેરિકાાં સતત ત્રીજા દિવસે બોન્ડ યીલ્ડમાં વધારો જોવા મળ્યો. તેનાથી ગોલ્ડના નિવેશકોનું હોલ્ડિંગ ઘટ્યું છે. આ કારણે તેની કિંમતમાં ઘટાડો આવ્યો છે. જ્યારે સરકાર ભારે સ્ટિમુલસ આપી રહી છે કો માર્કેટમાં મોંઘવારી વધી રહી છે અને લોકો હેજિંગ માટે તેમાં રોકાણ વધારી રહ્યા છે. આ મોંઘુ થયું છે. ભારતમાં ફિઝિકલ ગોલ્ડની ડિમાન્ડ સતત ઘટી રહી છે કેમકે રાજ્યોમાં લોકડાઉનના કારણે માર્કેટ ખુલી રહ્યા નથી અને જ્વેલરી સ્ટોર્સમાં લોકો જઈ શકતા નથી. અક્ષય તૃતિયા પહેલા ગોલ્ડના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. સ્ટોર નહીં ખૂલવાથી ફિઝિકલ ગોલ્ડનું વેચાણ થઈ રહ્યું નથી.

image source

આજે 9000 રૂપિયા સસ્તુ થયું સોનું

બુધવારે એમસીએક્સ પર સોનાનો ભાવ ઘટીને 47548 પ્રતિ 10 ગ્રામ થયો હતો જ્યારે ચાંદીનો ભાવ ઘટીને 71500 રૂપિયા થયો હતો. તમને જણાવી દઇએ કે ઓગસ્ટ 2020માં સોનાનો ભાવ 56200 રૂપિયાના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા હતો. તે હિસાબથી અત્યારે સોનુ 9000 રૂપિયા સસ્તુ થયુ છે.

image source

અક્ષય તૃતિયા પહેલા ગોલ્ડના ભાવમાં થયો ઘટાડો

આ સમયે ઘરેલૂ માર્કેટમાં એમસીએક્સમાં ગોલ્ડના ભાવ 0.32 ટકા એટલે કે 152 રૂપિયા ઘટીને 47481 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આવ્યો છે. તો ચાંદીની કિંમત 0.74 ટકા એટલે કે 529 રૂપિયા ઘટીને 71400 રૂપિયા પ્રતિ કિલો પર આવ્યો છે. આ સમયે અક્ષય તૃતિયા પહેલા મંગળવારે હાજર ગોલ્ડની કિંમત 47789 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવ્યો છે.

image source

સિલ્વરની કિંમત ઘટી છે અને તે 70969 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. અમદાવાદમાં બુધવારે સ્પોટ ગોલ્ડ 47569 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યું તો ગોલ્ડ ફ્યુચર 47550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યું હતું. ઈન્ટરનેશનલ માર્કેટમાં ગોલ્ડ 0.1 ટકા ઘટીને 2961.52 ડોલર પ્રતિ ઔંસ પર વેચાયું તો સિલ્વર 0.1 ટકા ઘટીને 27.29 ડોલર પર વેચાઈ રહ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!