Site icon News Gujarat

શુ સલમાન ખાનના ફેમિલીમા લગ્ન કરશે સોનાક્ષી સિન્હા? હવે દબંગ ગર્લના લગ્નની ખબરો વાયરલ

બોલિવૂડમાં હાલના દિવસોમાં ઘણા બધા સેલેબ્સ લગ્ન કરી રહ્યા છે. એવામાં ગોસિપનો દોર હજી ચાલુ જ છે. બી-ટાઉનમાં નવી અફવા છે કે સોનાક્ષી સિન્હાના લગ્નની. જો કે આ વાતમાં કેટલું સત્ય છે તે કોઈ જાણતું નથી. પરંતુ, એવી ચર્ચા છે કે ‘દબંગ ગર્લ’ સોનાક્ષી સિંહા સલમાન ખાનના પરિવારના જ કોઈ સભ્ય સાથે લગ્ન કરવા જઈ રહી છે.

image soucre

કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોનાક્ષી સિન્હા સેલિબ્રિટી મેનેજર બંટી સચદેવા સાથે રિલેશનશિપમાં છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે સોનાક્ષી સિન્હા બંટી સચદેવા સાથે લગ્ન કરવાની તૈયારી કરી રહી છે. જો કે હજુ સુધી આ વાતની ક્યાંયથી કોઈ પુષ્ટિ થઈ નથી.

image soucre

રિપોર્ટ્સ અનુસાર, સોનાક્ષી સિન્હા અને બંટી સચદેવની ખૂબ સારી મિત્રતા છે. બંને ઘણીવાર પાર્ટીઓમાં સાથે જોવા મળે છે. બંટી સચદેવ સલમાન ખાનના નાના ભાઈ સોહેલ ખાનના સાળા અને તેની પત્ની સીમા ખાનના સગો ભાઈ છે. તમને જણાવી દઈએ કે સોનાક્ષી સિન્હા એવી પહેલી અભિનેત્રી નથી કે જેનું નામ બંટી સચદેવ સાથે જોડાયું હોય. અગાઉ બંટી સચદેવનું નામ સુષ્મિતા સેન, દિયા મિર્ઝા, નેહા ધૂપિયા અને સમીરા રેડ્ડી સાથે પણ જોડાઈ ચૂક્યું છે.

image soucre

બંટી સચદેવ વિશે વાત કરીએ તો, તે પીઆર એજન્સી ‘કોર્નર સ્ટોન’નો માલિક છે. બંટી સચદેવએ પહેલા લગ્ન કર્યા હતા અને હવે છૂટાછેડા લીધા છે. બંટીએ 2009માં અંબિકા ચૌહાણ સાથે લગ્ન કર્યા હતા. જો કે, લગ્નના 4 વર્ષ પછી જ બંટી સચદેવ અને અંબિકાના છૂટાછેડા થઈ ગયા. બંટી વિરાટ કોહલીનો ખૂબ જ સારો મિત્ર છે.

5 વર્ષથી વધુ સુધી રિલેશનશિપમાં રહી ચુકી છે સોનાક્ષી સિન્હા

image soucre

સોનાક્ષી સિન્હાએ થોડા સમય પહેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે તે સ્કૂલમાં હતી ત્યારે તેની સાથે ક્યૂટ રિલેશનશિપ હતી, પરંતુ જ્યારે તે ગ્રેજ્યુએટ થઈ ત્યારે તેણે છોકરાને ‘ઓકે બાય’ કહ્યું હતું. જો કે, ગંભીર સંબંધ ખૂબ પાછળથી બન્યો. સોનાક્ષી સિન્હાએ આગળ કહ્યું, “મને લાગે છે કે જ્યારે મારો પહેલો ગંભીર સંબંધ શરૂ થયો ત્યારે મારી ઉંમર 21 કે 22 વર્ષની હશે.” જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે કેટલો સમય ચાલ્યો હતો, તો તેણે જવાબ આપ્યો કે તે 5 વર્ષથી વધુ ચાલ્યો હતો

Exit mobile version