અધિકારીને માર મારવા મામલે ચર્ચામાં આવેલી ટિકટોક સ્ટાર અને આ બીજેપી નેતા BB-14માં એન્ટ્રી

વિવાદોની દુનિયામાં ભાજપના નેતા સોનાલી ફોગાટનું નામ જૂનું નથી. પરંતુ આ વખતે સોનાલીનું નામ ખાસ કારણોસર હેડલાઇન્સમાં આવ્યું છે. તે ટીવી રિયલ્ટી શો બિગ બોસની સ્પર્ધક તરીકે એન્ટ્રી મારવા જઈ રહી છે. તે ટિક ટોક સ્ટાર તરીકે પણ ઓળખવામાં આવે છે. સોનાલી પોપ્યુલર ટિકટોક સ્ટાર રહી ચુકી છે. પરંતુ જ્યારે સરકારે ટિકટોક પર પતિબંધ લગાવ્યો તો તે સરકારના સમર્થનમાં આવી હતી.

સોનાલી ફોગાટ બિગબોસમાં

image source

હંમેશાં ચર્ચામાં રહેતી હરિયાણાની ભાજપા નેતા સોનાલી ફોગાટ હવે રિયાલિટી શો ‘બિગ બોસ’માં જોવા મળશે. ટિકટોક સ્ટાર સોનાલી હવે ‘બિગ બોસ’માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લેશે. સોનાલીની દીકરી હોસ્ટેલમાં ભણે છે અને તેનું ઘર હિસારમાં છે. અહીંયા સોનાલીની ઘણી દુકાનો છે અને ઢંઢૂર ગામમાં પણ જમીન છે. 2016માં સોનાલીના પતિ સંજયનું ફાર્મહાઉસમાં શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું. તે સમયે સોનાલી મુંબઈમાં હતી. સોનાલી અંદાજે 10 વર્ષથી ભાજપમાં જોડાયેલી છે. હાલમાં તે પાર્ટીની વુમન વિંગની નેશનલ વર્કિંગ કમિટીની વાઈસ પ્રેસિડન્ટ છે. સોનાલીએ હિસાર દૂરદર્શનમાં એકરિંગ પણ કર્યું છે. પછી તે મુંબઈ આવી હતી. ટીવી સિરિયલ ‘અમ્મા’માં નવાબ શાહની પત્નીનો રોલ પ્લે કર્યો હતો.

ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવો જોઈએ

image source

બોર્ડર પર ચીનની હરકતો બાદ ભારત સરકારે ટિકટોક સહિત 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સમયે સોનાલીએ કહ્યું હતું કે આને કારણે દેશને ઘણું જ નુકસાન થયું છે. આથી તેણે પણ ટિકટોક છોડી દીધું છે. સરકારે બૅન મૂકીને સારું કર્યું. ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવો જોઈએ.

અધિકારીને મારમારવાના કારણે આવી હતી ચર્ચામાં

image source

આ વર્ષે ઓગસ્ટમાં સોનાલીનો એક વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયોમાં સોનાલીએ હિસાર માર્કેટ કમિટીના સેક્રેટરી સુલ્તાન સિંહને તમાચા માર્યા હતા. વીડિયોમાં સોનાલીની સાથે રહેલી પોલીસ મૂકદર્શકની ભૂમિકામાં જોવા મળી હતી. વિવાદ વધતા પોલીસ ફરિયાદ થઈ હતી અને હાલમાં આ કેસ કોર્ટમાં છે. વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન સોનાલી ફોગાટ ચર્ચામાં રહી હતી. આદમપુર સીટ પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી. જોકે, તે કોંગ્રેસના કુલદીપ બિશ્નોઈ સામે 30 હજારથી વધુ મતોથી હારી ગઈ હતી. તેણે ભારત માતાની જય ના બોલનારાઓને પાકિસ્તાની કહ્યા હતા.

જાનથી મારી નાખવાની મળી હતી ધમકી

image source

સોનાલી ફોગાટને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. તેની સાથે મારપીટ પણ કરવામાં આવી હતી. સોનાલી ફોગાટને મારનારા કોઈ બહારના વ્યક્તિ નહીં પણ તેની જ સગી બહેન અને જીજા હતા. આ અંગે સોનાલીએ મારપીટની ફરિયાદ પણ ફેતેહાબાદ સદર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ફરિયાદમાં ટીક ટોક સ્ટાર સોનાલી ફોગાટે આરોપ લગાવતા કહ્યું હતું કે, ગત્ત તારીખ 28 ઓક્ટોબરના રોજ પોતાના પિતાને મળવા માટે ફતેહબાદના ભૂથનકલાંમાં પહોંચી હતી. એ જ દિવસે તેની બહેન રૂકેશ અને જીજા અમન પૂનિયાં પણ ગામમાં આવ્યા હતા. જે પછી સોનાલી સાથે ઝઘડો થતા તેને અભદ્ર શબ્દો કહેવામાં આવ્યા અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત