Site icon News Gujarat

આત્મારામ ભીડેની પત્ની માધવી ઉર્ફે સોનાલિકા જોશી જીવે છે લકઝરીયસ લાઈફ, કરોડોની છે માલકીન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 14 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. જેઠાલાલથી લઈને દયાબેન સુધી અને તારક મહેતા થી લઈને પોપટ લાલ સુધીના ઘણા કલાકારો ઘર-ઘરમાં ફેમસ છે. આ તમામ પાત્રો અને કલાકારોની પોતાની એક ફેન ફોલોઈંગ છે. આ લોકપ્રિય પાત્રોમાંનું એક છે ગોકુલધામ સોસાયટીના એકમેવ સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડેની પત્ની માધવી ભીડેનું. આ શોમાં એ એક સારી હાઉસ વાઈફ હોવા ઉપરાંત તે ઘરેથી અથાણાં અને પાપડનો બિઝનેસ પણ કરે છે.

રિયલ લાઈફમાં પણ માધવી છે બિઝનેસ વુમન

image soucre

માધવી ભિડેનું પાત્ર ઘર-ઘર પ્રખ્યાત છે અને અભિનેત્રી સોનાલિકા જોશીએ આ પાત્રમાં જીવ રેડી દીધો છે. સોનાલિકા જોશી શરૂઆતથી જ સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે જોડાયેલી છે અને તે આ પરિવારનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. સીરીયલમાં તે પોતાની મરાઠી સ્ટાઈલથી બધાનું દિલ જીતી લે છે અને આ સાથે તેનો અથાણું અને પાપડનો બિઝનેસ પણ શોમાં ખૂબ જ ફેમસ છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે રીલ લાઈફની જેમ જ માધવી ઉર્ફે સોનાલિકા જોશી રિયલ લાઈફમાં પણ સફળ બિઝનેસ વુમન છે.

પોતાના બિઝનેસમાંથી કમાય છે કરોડો રૂપિયા

image soucre

સોનાલીકા જોશી તેના બિઝનેસમાંથી કરોડો રૂપિયા કમાય છે. વાસ્તવમાં, અભિનયની સાથે, તે છેલ્લા ઘણા વર્ષોથી તેનો ડિઝાઇનિંગ વ્યવસાય સંભાળી રહી છે. તે આ બિઝનેસમાંથી કરોડો રૂપિયા કમાય છે. આ શોમાં સોનાલિકા જોશી માધવી ભીડે તરીકે મિડલ કલાસની મહિલાનું પાત્ર ભજવી શકે છે. પરંતુ તેની રિયલ લાઈફમાં સોનાલિકા જોશી કરોડોની માલકીન છે અને લક્ઝરી લાઈફ જીવે છે.

પોશ વિસ્તારમાં છે 3 બીએચકે ફ્લેટ

image socure

તેના ડિઝાઇનિંગ કામ ઉપરાંત, તે શો અને સ્પોન્સર પાસેથી પણ કમાણી કરે છે. સોનાલિકા જોશીએ તાજેતરમાં 3 BHK ફ્લેટ ખરીદ્યો હતો. સોનાલિકા જોશી આ ફ્લેટ ખરીદતા પહેલા પતિ સમીર જોશી અને પુત્રી સાથે 1 BHK ફ્લેટમાં રહેતી હતી

image socure

સોનાલિકાએ કહ્યું કે તે વાસ્તુમાં ખૂબ માને છે, તેથી તેણે તેના અનુસાર તેના ઘરની બધી જ વસ્તુ જ કરાવી છે. તમને જણાવી દઈએ કે આલીશાન ઘર સિવાય સોનાલિકા જોશી મોંઘી ગાડીઓની માલિક પણ છે. તેની પાસે ગાડીઓનું પણ સારું એવું કલેક્શન છે. સોનાલીકા જોશી પાસે 18 લાખની કિંમતના એમજી હેક્ટર, સ્વેન્કી મારુતિ અને ટોયોટા ઈટીઓસ જેવી મોંઘી ગાડીઓ છે.

Exit mobile version