સોનમે એવી તસવીર શેર કરી કે લોકોએ કહ્યુ, અરે આના કપડા કોણે ચોરી લીધા

અભિનેત્રી સોનમ કપૂરને લાંબા સમય બાદ સોશિયલ મીડિયા પર પોતાની સુપર ગ્લેમરસ તસવીરો શેર કરતી જોવા મળી છે. આમાં અભિનેત્રી એકદમ સ્ટનિંગ જોવા મળી રહી છે, જેની પ્રશંસકો દ્વારા પ્રશંસા પણ કરવામાં આવી હતી. જો કે, આ અલગ વાત છે કે આ પ્રશંસાત્મક ટિપ્પણીઓની વચ્ચે કેટલાક લોકો સોનમને ટ્રોલ કરતા પણ જોવા મળ્યા અને તેઓએ તેના કપડાની તુલના ‘ચાદર’ અને પડદા સાથે કરી દીધી અને અભિનેત્રી માટે ‘ચૂડેલ’ જેવી કોમેન્ટ કરી.

sonam kapoor trolled for wearing revealing clothes designed by anamika khanna
image source

સોનમે તેના ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ડિઝાઇનર કલેક્શનના કપડા પહેરીને તસવીરો શેર કરી છે. આ કપડાં તેમણે પ્રખ્યાત ફેશન ડિઝાઇનર અનામિકા ખન્ના સાથે મળીને ડિઝાઇન કર્યા છે. ફોટામાં, અભિનેત્રી બ્લેક કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે, જેના પર ખૂબ જ સુંદર રંગીન ભરતકામ છે. તેમાં ગ્લેમરસ સોનમ વધુ ગોર્જિસ દેખાતી હતી.

image source

આ તસવીરો શેર કરતી વખતે સોનમે એક ખાસ કેપ્શન પણ લખ્યું હતું, જેમાં તેણે અનામિકા ખન્ના અને તેની ડિઝાઈનની પ્રશંસા કરી હતી. ‘ઘણા લોકો મને પૂછે છે કે ટ્રેન્ડના પ્રમાણે ચાલનારી આ દુનિયામાં ફેશનેબલ બનવા માટે શું કરવું જોઈએ? હું હંમેશાં કહું છું કે ફેશનેબલ બનવા માટે, પહેલા કમ્ફર્ટેબલ રહેવું જરૂરી છે. આવું થવા પર જ કપડાં તમારી બીજી ત્વચા જેવા બની જાય છે અને તમારો આત્મવિશ્વાસ વધારશે, જે તમને સાચા અર્થમાં ફેશનેબલ બનાવે છે. ‘

image source

તેમણે આગળ લખ્યું કે, ‘એક પ્રશિક્ષિત નૃત્યાંગના હોવાને કારણે, અનામિકાને તે ખબર છે કે તમે જે પહેરી રહ્યા છો તેમા આરામદાયક મહેસુસ કરવું કેટલું જરૂરી છે. તેઓએ એવા કપડાં બનાવ્યા છે જે ન માત્રઆરામદાયક છે પરંતુ ખૂબ જ આકર્ષક પણ છે.

image source

તેમાં કોઈ શંકા નથી કે આ લેટેસ્ટ કલેક્શન અદભૂત લાગી રહ્યુ છે, પરંતુ કેટલાક લોકોએ તેમને તેમની ટ્રોલિંગનો શિકાર બનાવી લીધી. એક યૂઝર્સે તેને તેની ‘બેડશીટ’ સાથે તેની તુલના કરી નાખી, તો બીજાએ લખ્યું, ‘જો આ બધું થઈ જાયપછી પડદાને તેની જગ્યાએ લટકાવી દેજો’. તો કેટલાક લોકોએ આઉટફિટની બોલ્ડ ડિઝાઇન સામે વાંધો ઉઠાવ્યો હતો અને સોનમ માટે ઘણી નકારાત્મક ટિપ્પણીઓ કરી હતી.

image source

આ પહેલીવાર નથી જ્યારે સોનમ કપૂરને તેની બોલ્ડ ફેશન માટે ટ્રોલ કરવામાં આવી હોય. એકવાર તે તેના પિતા સાથે કોર્સીટ સ્ટાઇલ અને ડીપ કટ નેકલાઇન ડ્રેસ પહેરીને ફિલ્મના સ્ક્રીનિંગ પર પહોંચી ત્યારે લોકોએ તેની આકરી ટીકા કરી હતી. યુઝર્સે તો એમ પણ લખ્યું હતું કે ‘આ પ્રકારના કપડાં પહેરીને કોઈ પણ તેમના પિતાની સામે કેવી રીતે ઉભું રહી શકે?’

image source

સોનમ કપૂર માત્ર બોલ્ડ જ નહીં પરંતુ ફેશન સાથે પ્રયોગ કરવાને કારણે પણ ઘણી વખત ટ્રોલ થઈ હતી. એક્ટ્રેસે રેડ કાર્પેટ ઇવેન્ટમાં સ્ટનિંગ યલો ફેધર ગાઉન પહેર્યું હતું, જેની પ્રશંસા પણ કરવામાં આવી હતી. જો કે, ટ્રોલરોએ તેને પણ નિશાન બનાવીને, ડ્રેસની સરખામણી કાર્ટૂન કેરેક્ટરથી લઈને ભૂસા સાથે કરી નાખી હતી.

image source

ટ્રોલરો સોનમ કપૂરની પાછળ એવી રીતે હાથ ધોઈને પડ્યા રહે છે કે, જો અભિનેત્રી કોઈ સાદી સાડી પણ પહેરે તો તે ટ્રોલ થઈ જાય. થોડા સમય પહેલા અભિનેત્રીએ એક ફંક્શનમાં હાજરી આપવા માટે એક સુંદર વ્હાઇટ સાડી પહેરી હતી અને તેની સાથે તેની માતા અને સાસુના ઘરેણાને તેની સાથે મેચ કર્યા હતા. જ્યારે આ લુકની તસવીરો પ્રકાશમાં આવી ત્યારે લોકોએ સોનમની તુલના ‘દાદી’ સાથે કરી હતી અને તેને ‘વૃદ્ધ’ પણ કહેતા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *