સોનામાં ફેરવાઈ Amazon નદી, આકાશમાંથી લેવાયેલી આ તસવીર જોઇને લોકો થયા આશ્વર્યચકિત, જાણો આ પાછળનું કારણ

હાલમાં નાસાની ઓબ્ઝેર્વેટરી સાઈટની મદદથી અમેઝોન નદીના કેટલાક ખાસ ફોટો સામે આવ્યા છે. આ ફોટો જોઈને કદાચ તમે પણ ચોંકી જાવ તે શક્ય છે. અહીં વાત થઈ રહી છે સોનામાં બદલાયેલી અમેઝોન નદીની. હા, આ ફોટો હાલમાં ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ ફોટો અંતરિક્ષના ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન દ્વારા લેવાયા છે. જ્યાંથી અમેઝોન નદી વહી રહી છે ત્યાં પાણીમાં ચમક જોવા મળી રહી છે. પરંતુ વેબસાઈટે કહ્યું કે સોના જેવી ચમકતી આ નદીમાં તડકો પડવાના કારણે તે ચમકી રહી છે.

image source

ખરેખર તો ખાડાઓને ખુલ્લા રાખવાના કારણે અને તેમાં પાણી ભરાઈ રહેવાના કારણે આવું શક્ય બને છે. આ ભાગ સામાન્ય રીતે તો જોવા મળતો નથી પણ અહીં સૂર્યપ્રકાશ પડવાના કારણે ચમક આવી અને આ ભાગ સોનાની જેમ ચમકી રહ્યો છે. જેના કારણે ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થવા લાગ્યા હતા અને લોકોમાં કૂતુહલ જાગ્યું હતું.

image source

નાસાની તરફથી મળતી માહિતી અનુસાર આ ફોટો 24 ડિસેમ્બરે લેવાયો હતો. આ ખૂબ જ પ્રાચીન વિસ્તાર છે અને અહીં વાંદરા, પતંગિયાઓ પણ જોવા મળે છે. જંગલો કપાઈ જવાના કારણે આ વિસ્તારો ઝાડ વિના કચરો બન્યા છે. સોનાના ભાવને કારણે આ વિસ્તારોમાં ગેરકાયદેસર ખનન કરાય છે. અહીંથી હિંસાના સમાચારો પણ આવતા જ રહે છે.

image source

એક નજરે લાગ્યું કે સૂર્યપ્રકાશના કારણે ચમકતા ખાડા સોનું હોઈ શકે છે. આ શંકાના કારણે આ ખાડાઓને ખોદવાનું કામ શરૂ કરાયું તો અહીંથી કીચડવાળું પાણી અને વનસ્પતિ ઉગી આવી. ખાડાની નીચે કેટલીક ધાતુઓ જમા થઈ છે પણ તેમાં સોનું પણ સામેલ છે. જેના કારણે ઉપરથી જોતાં તે સોના જેવું ચમકતું દેખાય છે પણ નજીકથી તે કીચડનો ખાડો જ છે. આ સિવાય કંઈ નહીં.

image source

મળતી માહિતી અનુસાર આ વિસ્તારોમાં સોનાનું ખનન થતું હોવાના કારણે અહીં સેંકડો જંગલોને કાપી દેવામાં આવ્યા છે અને 2018માં અંદાજિત 22635 એકર જમીન પણ નષ્ટ કરી દેવામાં આવી છે. 2018માં અહીં એટલા ઝાડ કાપી દેવાયા છે કે 2017ના રેકોર્ડને પણ તોડી દેવાયો છે. સોનાની લાલચમાં જંગલના ઝાડ કાપવામાં પણ લોકો ખચકાયા નથી.

image source

તો હવે તમે પણ ઈન્ટરનેટ પર આ વાયરલ ફોટો જોઈ લો તો આશ્ચર્ય ન કરતા. આ ફોટોની સચ્ચાઈ અમે તમારા સુધી પહોંચાડી છે. આ ફોટો જ નહીં આવા કેટલાક ફોટોને જોઈને તમે ભ્રમિત થાઓ તે શક્ય છે પણ આ ફોટોની સચ્ચાઈ પણ ચોંકાવનારી જોવા મળી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!