સૌંદર્ય ક્રીમે બગાડ્યો આ બ્યૂટી ક્વીનનો ચહેરો, અને બરબાદ થઇ ગઇ મોડલિંગ કેરિયર, વાંચો અને છોડો તમે પણ આ બધું લગાવવાનું

સૌંદર્ય ક્રીમે બગાડ્યો આ બ્યૂટી ક્વીનનો ચહેરો – મોડલિંગ કેરિયર બરબાદ થઈ ગઈ

વિશ્વમાં ભાગ્યે જ એવું કોઈ જોવા મળશે જે પોતાના દેખાવને લઈને સજાગ ન હોય. લોકોને હંમેશા ઓર વધારે સુંદર થવાની લાલસા રહેતી હોય છે. અને પોતાની સુંદરતા વધારવા માટે લોકો જાત જાતના ઉપાયો કરતા હોય છે. કેટલાક લોકો કુદરતી ઉપાય તેમજ પોતાના ડાયેટમાં સુધારો લાવીને, વ્યાયામ તેમજ યોગા કરીને સુંદરતા વધારવાનો પ્રયાસ કરે છે તો વળી કેટલાક લોકો બજારમાં મળતા સૌંદર્ય પ્રસાધનો કે પછી કોઈ બીજી અકુદરતી રીત અપનાવીને પોતાની સુંદરતા વધારવાનો પ્રયાસ કરે છે અને ક્યારેક આમ કરવા જતા પછતાવાનો વારો પણ આવે છે.

image source

ઘણીવાર સુંદર બનાવવાનો દાવો કરતી બ્યુટી પ્રોડક્ટ એટલું બધું નુકસાન પહોંચાડી દે છે કે તમારી આખી કારકીર્દી જ બરબાદ થઈ જાય છે. આવી જ એક ઘટના વેસ્ટ આફ્રિકામાં સામે આવી છે. અહીની 25 વર્ષિય મરિયમા ડાયલો એક બ્યુટીક્વીન રહી ચૂકી છે અને તેણી એક મોડેલિંગ કેરિયર પણ ધરાવતી હતી પણ એક સૌંદ્રય ઉત્પાદને તેણીનું આખું સૌંદર્ય જ બરબાદ કરી દીધું અને સાથે સાથે તેની કેરિયર પણ ચોપટ થઈ ગઈ.

image source

તેણીના સુંદર ચહેરા પર ડાઘા તેમજ – ધબ્બા તેમજ ખીલે જાણે પોતાનું ઘર જ બનાવી લીધું છે. તેવામાં હવે આ મોડેલે કોર્ટના દરવાજા ખખડાવ્યા છે, અને પોતાની સુંદરતા પાછી મેળવવા માટે કંપની પાસેથી પોતાને થયેલા નુકસાનને ભરપાઈ કરવા માટે માંગ પણ કરી છે.

image source

ચહેરો ખરાબ થયા બાદ મરિયમા એકધારી ત્વચા નિષ્ણાતોના સંપર્કમાં રહીને તેની સારવાર કરાવી રહી છે. જે ખૂબ જ મોંઘી છે અને સાથે સાથે તે સાવરાર ઘણી લાંબી પણ ચાલવાની છે. તમને જણાવી દઈ કે મરિયમા ડાયલોએ 3 વર્ષ પહેલાં એક સફળ મોડેલિંગ કેરિયરની શૂઆત કરી હતી. તેણી મિસ ગિની, મિસ વેસ્ટ આફ્રિકા અને મિસ વર્લ્ડ પિજંટમાં ભાગ લઈ ચુકી છે અને નાઈકી, કેલ્વિન ક્લેન જેવી દિગ્ગગજ બ્રાન્ડનું મોડેલિંગ પણ કરી ચુકી છે.

image source

જોકે આ ઘટના બાદથી તેણી આ મોટી કંપનીના બ્રાન્ડનું કામ કરવામાં અસમર્થ બની ગઈ છે. તેમના એજન્ટે હવે કોન્ટ્રાક્ટ માટે અરજી કરતા પહેલાં પોતાની ત્વચા સાફ કરાવી તેને સુંદર બનાવાનું કહ્યું છે. આ બધું જ સ્વિત્ઝરલેન્ડની એક કંપનીની સ્કિન કેયર પ્રોડક્ટનો ઉપયોગ કર્યા બાદ થયું છે. પોતાનું દુઃખ વ્યક્ત કરતા મરિયમા ડાયલોએ જણાવ્યું કે તેણી 2018થી કામની શોધ કરી રહી છે, કારણ કે તેણીની ત્વચા પાછી પહેલા જેવી કરવામાં ઘણો સમય લાગી રહ્યો છે.

image source

જ્યાં સુધી તેણીનો ચહેરો ઠીકે નહીં થાય ત્યાં સુધી કોઈ કંપની તેની સાથે કામ કરવા તૈયાર નથી. બીજી બાજુ બ્યુટી ક્વીન મરિયમાના વકીલ નચીમોવસ્કીએ કોર્ટમાં કેસ દાખલ કરતા કહ્યું છે કે આરોપિત ઉત્પાદક કંપનીની ખરાબ પ્રોડક્ટના કારણે તેણીની કેરિયર ધૂળધાણી થઈ ગઈ છે. અને તેના કારણે તેણી સાથે કોઈ નવા અસાઇનમેન્ટ પર કામ કરવા પણ તૈયાર નથી તેણી માનસિક તેમજે આર્થિક રીતે મુશ્કેલિઓનો સામનો કરી રહી છે.

image source

તેઓ ઇચ્છે છે કે આરોપી ઉત્પાદક કંપની સ્વિસની સ્કીન કેયર પોતાના ખરાબ પ્રોડક્ટ માટે મરિયમ ડાયલોને આર્થિક નુકસાન ભરપાઈ કરે. સાથે સાથે પોતાના ઉત્પાદનો પ્રત્યે થોડી જાગૃતિ પણ વધારે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત