રામાનંદ સાગરની શ્રીકૃષ્ણ સીરીયલમાં અભિનય કર્યો હતો હિમેશ રેશમિયાની પત્નીએ

રામાયણનું પ્રસારણ પૂર્ણ થયું છે અને હવે ટુંક સમયમાં દુરદર્શન પર રામાનંદ સાગર રચિત શ્રીકૃષ્ણ સીરીયલની શરૂઆત થશે.

image source

એક ટ્વીટ કરી પ્રસાર ભારતી તરફથી આ વાતની જાહેરાત કરવામાં આવી હતી. ટ્વીટમાં લખ્યું હતું કે ટુંક સમયમાં પ્રસારિત થશે શ્રીકૃષ્ણ. આ સીરીયલ પણ ખૂબ લોકપ્રિય રહી હતી અને હવે તેને ફરીથી માણવા માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

શ્રીકૃષ્ણ સીરીયલ શરુ થઈ નથી તેવામાં તેના પાત્રોની ચર્ચા પહેલાથી જ શરુ થઈ ચુકી છે. હાલ જે એક્ટરની ચર્ચા થઈ રહી છે તે છે હિમેશ રેશમિયાની પત્ની સોનિયા કપૂરની. જી હાં મોટાભાગના લોકો આ વાતથી અજાણ હશે પરંતુ સોનિયા કપૂર આ સીરીયલમાં મહત્વની ભૂમિકા ભજવી ચુકી છે.

image source

સોનિયા કપૂરે આ સીરીયલમાં કૃષ્ણની બહેન સુભદ્રાનું પાત્ર ભજવ્યું હતું. જો કે સીરીયલમાં તેનો રોલ નાનકડો જ હતો. તે આ સીરીયલના 2, 3 એપિસોડમાં જ જોવા મળી હતી. પરંતુ આ સીરીયલમાં તેણે કરેલા અભિનયે તેની ખાસ છાપ છોડી હતી. શ્રીકૃષ્ણમાં અભિનય કર્યા બાદ સોનિયા અન્ય કેટલીક ફિલ્મો અને સીરીયલ્સમાં પણ ચમકી હતી.

image source

સોનિયા કપૂરની ટેલીવૂડની કારર્કિદીની વાત કરીએ તો તે યસ બોસ, બાબુલ કી દુઆંએ લેતી જા, લવ યૂ ઝિંદગી, આ ગલે લગ જા, પિયા કા ઘર અને જય હનુમાન જેવી સીરીયલ્સમાં તે મહત્વના રોલ ભજવતી જોવા મળી હતી.

વર્તમાન સમયની વાત કરીએ તો સોનિયા અભિનયની દુનિયાથી દૂર છે અને પતિ હિમેશ સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહી છે. જણાવી દઈએ કે વર્ષ 2018માં સોનિયા કપૂર અને હિમેશ રેશમિયાએ અચાનક લગ્ન કરી લીધા હતા.

image source

સોનિયા હિમેશ રેશમિયાની બીજી પત્ની છે. હિમેશે સોનિયા સાથે લગ્ન કરવા માટે 22 વર્ષના લગ્નજીવનમાંથી છૂટાછેડા લીધા હતા. જો કે હિમેશ સાથે લગ્ન કરતાં પહેલાં જ સોનિયાએ અભિનયની દુનિયાથી દૂર રહેવાનું શરુ કરી દીધું હતું. તે થોડા સમય માટે ચર્ચામાં જ ન હતી. તેના નામની ચર્ચા હિમેશ સાથે લગ્ન કર્યા બાદ અચાનકથી શરુ થઈ હતી.