સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાની વધી શકે છે મુશ્કેલી, આઈટી વિભાગની ટીમ પહોંચી ઘરે

બેનામી સંપત્તિના કેસમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાની આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કિસ્સામાં, આવકવેરા વિભાગે રોબર્ટ વાડ્રાને નોટિસ મોકલી હતી, પરંતુ તે આવકવેરા કચેરીએ પહોંચ્યા ન હતા. આ પછી, અધિકારી સીધા રોબર્ટ વાડ્રાની ઓફિસ પહોંચ્યા અને તેનું નિવેદન નોંધવામાં આવી રહ્યું છે.

વાડ્રા હાલમાં આગોતરા જામીન પર

image source

આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, રોબર્ટ વાડ્રાનું નિવેદન દક્ષિણ પૂર્વ દિલ્હીની સુખદેવ વિહાર કાર્યાલયમાં નોંધવામાં આવી રહ્યું છે. સૂત્રો કહે છે કે આવકવેરાની ટીમ બિકાનેર અને ફરીદાબાદ જમીન કૌભાંડ મામલે રોબર્ટ વાડ્રાની પૂછપરછ કરી રહી છે. તમને જણાવી દઈએ કે વાડ્રા પર લંડનના બ્રાયનસ્ટન સ્ક્વેરમાં ખોટી રીતે 19 લાખ પાઉન્ડની કિંમતનું મકાન ખરીદવાનો આરોપ છે. કોંગ્રેસના વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા હાલમાં આગોતરા જામીન પર છે. પહેલાં તેઓ કોરોનાને કારણે તપાસમાં હાજર રહી શક્યા ન હતા.

લંડનમાં ભંડારીએ 19 લાખ પાઉન્ડમાં સંપત્તિ ખરીદી હતી

image source

તો બીજી તરફ આ પહેલાં આ કેસમાં વાડ્રાના સહયોગી મનોજ અરોરાને કોર્ટે વચગાળાના જામીન આપ્યા હતા. ઇડીના જણાવ્યા અનુસાર, ઇન્કમટેક્સ વિભાગ ફરાર હથિયાર ઉદ્યોગપતિ સંજય ભંડારી સામે કાળાં નાણાં કાયદો અને કર કાયદા હેઠળ નોંધાયેલા કેસોની તપાસ કરી રહ્યા છીએ. આ દરમિયાન વિભાગને અરોરાની ભૂમિકાની પણ શંકા હતી. ત્યાર બાદ તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો.
આ અંગે ઈડીનો આરોપ છે કે લંડનમાં ભંડારીએ 19 લાખ પાઉન્ડમાં સંપત્તિ ખરીદી હતી. તેના સમારકામ પર 65,900 પાઉન્ડ ખર્ચ કર્યા બાદ 2010માં એટલી જ રકમમાં વાડ્રાને વેચી દીધી હતી. એનાથી સ્પષ્ટ થાય છે કે ભંડારી આ સંપત્તિના વાસ્તવિક માલિક ન હતા, પરંતુ તેને વાડ્રાને ફાયદો અપાવવા માટે સોદો કર્યો હતો.

બીકાનેરમાં જમીન કૌભાંડ

image source

તો બીજી તરફ એવો પણ આરોપ છે કે વાડ્રાની સ્કાઈલાઇટ હોસ્પિટાલિટીના કર્મચારી અરોરાની આ સોદામાં મહત્ત્વની ભૂમિકા રહેલી છે. તેને વાડ્રાની વિદેશી બેનામી સંપત્તિની પણ જાણકારી હતી અને રૂપિયાની વ્યવસ્થા કરવામાં પણ તેની મહત્ત્વની ભૂમિકા છે. આક્ષેપો અનુસાર, રોબર્ટ વાડ્રાની ફર્મ સનલાઇટ હોસ્પિટાલિટીએ રાજસ્થાનના બીકાનેરમાં જમીન કૌભાંડ કર્યું છે. તપાસ એજન્સીઓ અનુસાર, વાડ્રાની માલિકીની સ્કાઈલાઇટ હોસ્પિટાલિટીએ 69.55 હેક્ટર જમીન 72 લાખમાં ખરીદી અને પછી તેને એલેગેની ફિનેલેઝને તે 5.15 કરોડમાં વેચી દીધી. એટલે કે 43.43 કરોડ રૂપિયાનો નફો મેળવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત