સોના આંટી – સોનપરીને ભૂલી તો નથી ગયા ને? જુઓ ક્યાં છે અત્યારે અને કેવી દેખાય છે આ અભિનેત્રી…

વર્ષો પછી આટલી બદલાઈ ગઈ બાળકોની ફેવરિટ સોના આંટી, જાણી લો હવે શું કામ કરે છે.

વર્ષ 2000માં ટેલિવિઝન પર આવતી સિરિયલ સોનપરીથી દર્શકોનું દિલ જીતનારી મૃણાલ કુલકર્ણીનો જન્મ 21 જૂન વર્ષ 1971માં પુણેમાં થયો હતો. આ સિરિયલ સિવાય મૃણાલ કુલકર્ણી ઘણી બૉલીવુડ અને મરાઠી ફિલ્મોમાં પણ દેખાઈ ચુકી છે. છેલ્લા કેટલાક સમયથી મૃણાલ કુલકર્ણી પડદા પર નથી દેખાઈ રહી. પણ એક્ટ્રેસ મૃણાલ કુલકર્ણી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

image source

એવામાં આજે અમે તમને જણાવીએ કે આખરે આજકાલ બાળકોની ફેવરિટ સોનપરી એટલે કે મૃણાલ કુલકર્ણી શુ કરી રહી છે. મૃણાલ કુલકર્ણીએ 16 વર્ષની ઉંમરમાં મરાઠી ટીવી સિરિયલ સ્વામીથી ડેબ્યુ કર્યું હતું. સીરિયલમાં એમને પેશ્વા માધોરાવની પત્ની રમાબાઈ પેશવાનો રોલ કર્યો હતો.

image source

નાની ઉંમરથી જ એક્ટિંગ કરતી હોવા છતાં મૃણાલ કુલકર્ણીને એક્ટિંગમાં કઈ ખાસ રુચિ નહોતી. પહેલા એ પોતાનો અભ્યાસ પૂરો કરવા માંગતી હતી. એ દરમિયાન એમને એક્ટિંગની ઓફર આવી રહી હતી. વર્ષ 1994માં મૃણાલ કુલકર્ણીએ એક્ટિંગમાં કરિયર બનાવવા વિશે વિચાર્યું.

image source

મૃણાલ કુલકર્ણીએ ઘણી સીરિયલમાં કામ કર્યું છે. એમને શ્રીકાંત, ધ ગ્રેટ મરાઠા, દ્રૌપદી, હસરતે, મીરાંબાઈ, ટીચર, સ્પર્શ અને સોનપરી મુખ્ય છે. સીરિયલ સિવાય મૃણાલ કુલકર્ણીએ વિજ્ઞાપન જગતનો પણ એક જાણીતો ચહેરો બની ગઈ હતી. પરિણામ એ રહ્યું કે મૃણાલ કુલકર્ણીને ઘણી બૉલીવુડ ફિલ્મોમાં રોલ ઓફર થયા.

image source

બોલીવુડની વાત કરીએ તો મૃણાલ કુલકર્ણીએ આશિક, કુછ મીઠા હો જાએ, મેડ ઇન ચાઈના અને રામ ગોપલ વર્માની આગ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. મૃણાલ કુલકર્ણીએ ડાયરેક્શન ક્ષેત્રે પણ ડેબ્યુ કર્યું છે. એમની પહેલી મરાઠી ફિલ્મ પ્રેમ મંજે પ્રેમ આસ્થા ડાયરેકટ કરી હતી.

મૃણાલ કુલકર્ણીએ ગ્રેજ્યુએશન ખતમ કર્યા પછી જ પોતાના નજીકના મિત્ર રુચિર કુલકર્ણી સાથે લગ્ન બંધનમાં જોડાઈ હતી. એમનો એક દીકરો પણ છે જે મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે. લગ્ન પછી થોડા સમય માટે મૃણાલ કુલકર્ણીએ એક્ટિંગથી બ્રેક લઈ લીધો હતો જો કે એ પછી એમને ધમાકેદાર કમબેક પણ કર્યું હતું.

image source

મૃણાલ કુલકર્ણી આજે પણ સૌથી ફેમસ સિરિયલ સોનપરીની સોના આંટીથી થઈ હતી. મૃણાલ કુલકર્ણી હવે પડદા પર ઓછી જ દેખાય છે. એમને વર્ષ 2018માં છેલ્લી મરાઠી ફિલ્મ યે રે યે રે પૈસા કરી હતી. મૃણાલ કુલકર્ણી તેના સમયની ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાંથી એક રહી છે. જો કે હવે તેનો લુક સંપૂર્ણપણે બદલાઈ ગયો છે, પરંતુ તેની સુંદરતા યથાવત્ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!