સોનું ખરીદવાનો પ્લાન છે તો થોભી જાઓ, જલ્દી જ ઘટી શકે છે ભાવ, જાણો આજે શું છે સોનાની કિંમત

જો તમે લગ્ન સીઝન માટે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી સોનાની કિંમતોમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે સર્રાફા બજારમાં સતત ભાવમાં ફેરફાર આવી રહ્યા છે. એવામાં કારોબારી અઠવાડિયાના પહેલા દિવસે એક સારા સમાચાર એ આવ્યા છે કે હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો આવી શકે છે.

image source

જાણકારોના જણાવ્યા અનુસાર સોનાની ખરીદીમાં આવનારો ઘટાડો હજુ પણ ચાલુ છે. જ્લ્દીમાં સોનું ખરીદવાનું અને ચાંદીને ખરીદવાનું હાલમાં યોગ્ય ગણાશે નહીં. એટલે વિચાર્યા વિના હાલમાં ઉતાવળ કરવાનું ટાળો. સોનું ખરીદવું અત્યારે મુશ્કેલ છે. આવનારા દિવસોમાં તેના ભાવ ઉતરી જશે.

image source

શુક્રવારે 24 કેરેટ સોનાના ભાવ 165 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 48807 રૂપિયા થયા છે અને સોનું સુધરીને તે દિવસે 48829 પર બંધ થયું હતું. જ્યારે ચાંદી 420 રૂપિયા ઘટ્યું અને તેનો ભાવ 59840 રૂપિયા પ્રતિ કિલો રહ્યો હતો. સાંજે તે 60069 રૂપિયા પર બંધ થયો હતો.

image source

શુક્રવારે દિલ્હીમાં સોનું 43 રૂપિયા ઘટીને 48142 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. કારોબારી સત્રમાં ભાવ 48185 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. ચાંદી 36 રૂપિયાના ઘટાડા સાથે 59250 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યો હતો. છેલ્લા સમયે તે 59286 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યો હતો.

image source

વૈશ્વિક બજારની વાત કરીએ તો શુક્રવારે સોનાની વાયદા કિંમતમાં વધારો અને સાથે હાજર કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બ્લૂમબર્ગના અનુસાર શુક્રવારે સવારે સોનાના વૈશ્વિક બજાર કિંમત કોમેક્સ પર 0.07 ટકા કે 1.30 ડોલરના વધારાની સાથે 1812.50 ડોલર પ્રતિ ઓસ પર ટ્રેડ કરતી જોવા મળી રહી.

image source

આ સિવાય સોનાનું વૈશ્વિક બજારનો હાજર ભાવ આ સમયે 0.40 ટકા કે 7,34 ડોલરના ઘટાડાની સાથે 18808.46 ડોલર પ્રતિ ઓંસ પર ટ્રેડ કરી રહેલો જોવા મળ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત