સોનુ નિગમે મ્યુઝિક ઈંડસ્ટ્રીની ખોલી પોલ, કહ્યું નવા સંગીતકારો, ગીતકારો, ગાયકો લોહીનાં આંસુ રડે છે…

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પાછળ શું કારણ હતું અને તે કયા લોકોની ઉપેક્ષાનો ભોગ બન્યો તે વિવાદ હજી ચાલી રહ્યો છે તેવામાં સોનુ નિગમે સંગીત જગત સામે પ્રશ્નો ઊભા કરી દીધા છે. તેણે ઈંસ્ટાગ્રામ પર વીડિયો શેર કરી અને મ્યૂઝિક ઈંડસ્ટ્રીમાં ચાલતા ષડયંત્રો પર વાત કરી છે. તેણે કહ્યું છે કે આત્મહત્યાની ખબરો સંગીત જગતમાંથી પણ આવી શકે છે.

image source

સોનુએ 7 મિનિટ જેટલા સમયનો વીડિયો શેર કર્યો છે જેમાં તે કહે છે કે, ગુડ મોર્નિંગ નમસ્તે. મેં ઘણા સમયથી વીલોગ નથી કર્યું. મારો મૂડ ન હતો. ભારત હાલ ઘણા પ્રેશરમાંથી પસાર થઈ રહ્યો છે. એક તો મેન્ટલ અને ઈમોશનલ પ્રેશર, સુશાંત સિંહના ચાલ્યા ગયા બાદ. દુ:ખી થવું સ્વાભાવિક છે, કારણ કે આપણી સામે એક યંગ લાઈફને જતા જોવી તે સહેલું નથી. કોઈ કઠોર જ હશે જેને આ વાતથી કોઈ ફરક ન પડ્યો હોય.

image source

સોનુએ તેના વીડિયોમાં કહ્યું હતું કે મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં પણ બે કંપનીઓનું રાજ ચાલે છે. જો મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં આ જૂથવાદ જલ્દીથી ખતમ નહીં થાય, તો અહીંથી પણ કલાકારોના આપઘાતનાં સમાચાર સાંભળી શકાય છે. આટલું જ નહીં સોનુ નિગમે એમ પણ કહ્યું હતું કે તે નાની ઉંમરમાં મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં આવી ગયા અને આ જાળમાં ફસાયા નહીં, પરંતુ જે નવા યુવાનો આવ્યા તેના માટે આ યોગ્ય રસ્તો નથી.

image source

સોનુ નિગમે તેના વીડિયોમાં કહ્યું છે કે, હું ખાસ કરીને મારા સંગીત ઉદ્યોગ તરફથી એક વિનંતી કરવા માંગુ છું કે હાલ સુશાંતસિંહ રાજપૂતનું અવસાન થયું છે. એક અભિનેતાનું અવસાન થયું છે. આવતી કાલે, આવા સમાચાર કોઈ ગાયક વિશે, સંગીતકાર વિશે, કોઈ ગીતકાર વિશે આવું સાંભળવા મળી શકે છે, કારણ કે માફિયા પણ અહીં છે.

સોનુ નિગમ આગળ કહે છે કે ‘આ દુર્ભાગ્ય છે. હું સમજી શકું છું કે વ્યવસાય કરવો મહત્વપૂર્ણ છે. દરેક વ્યક્તિને લાગે છે કે આપણે આખા વ્યવસાય પર શાસન કરવું જોઈએ. હું ખૂબ જ ભાગ્યશાળી છું કે હું અહીં નાની ઉંમરે આવ્યો છું અને તે બધામાંથી બહાર નીકળી ગયો છું પરંતુ નવા બાળકોનું આવવું આ ઈંડસ્ટ્રીમાં આવવું ખૂબ મુશ્કેલ છે. તેમની સમસ્યાઓ કહેવા માટે જો હું કેટલા નવા લોકોની વાત કરું તો, કોઈ નિર્માતા, દિગ્દર્શક, સંગીતકાર કોઈ નવા કલાકાર સાથે કામ કરવાનું પસંદ કરશે પરંતુ મ્યુઝિક કંપની કહેશે કે તે અમારો કલાકાર નથી.

image source

સોનુ કહે છે કે ‘ સંગીત ઉદ્યોગ પર ફક્ત બે કંપનીઓનો કબજો છે. ઘણીવાર મેં જોયું છે કે નવા સંગીતકારો, નવા ગીતકારો, નવા ગાયકો લોહીનાં આંસુ રડે છે. જો આવતીકાલે તેમને કંઇક થાય છે, તો તમારા પર એક પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત