સોનુ સુદ બાદ આ 12માં ધોરણની વિદ્યાર્થિનીને લોકો કરી રહ્યા છે સલામ, ફ્રીમાં આપી રહી છે લેપટોપ અને સ્માર્ટફોન

કોરોનાના કારણે સ્કૂલો બંધ હોવાના કારણે શૈક્ષણિક કાર્ય બંધ થઈ ગયું હતું.ત્યાર બાદ ઓનલાઈન શિક્ષણ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ ઘણા એવા ગરીબ બાળકો છે જેમના માટે ઓનલાઇન અભ્યાસ સરળ નથી.

image source

ઘણી જગ્યાએ ઈન્ટરનેટ કનેક્શનની તકલીફ છે તો ઘણા લોકો પાસે સ્માર્ટફોન કે લેપટોપ નથી. આવા લોકોની તકલીફ ચેન્નાઈની ગુનીશા અગ્રવાલે ઓછી કરી છે. ગુનીશા જરૂરિયાતમંદને મફતમાં લેપટોપ અને સ્માર્ટફોન વહેચી રહી છે. તેમના આ કાર્યની ચારે તરફ ચર્ચા થઈ રહી છે.

પોલીસ કમિશ્નરની દીકરી છે ગુનીશા

image source

ગુનીશા અગ્રવાલ ધોરણ 12ની વિદ્યાર્થિની છે. તે ચેન્નાઈ પોલીસ કમિશ્નર મહેશ કુમારની દીકરી છે. ગુનીશાને આ કામની પ્રેરણા તેની માતામાંથી મળી. એકવાર તેણે જોયું કે તેની માતાએ ઘરમાં કામ કરવા આવતા માસીની દીકરીને લેપટોપ આપ્યું જેથી તે ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરી શકે. આ સમયે ગુનીશાને પણ વિચાર આવ્યો કે માતાની જેમ તેણે પણ જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી જોઈએ. ગુનીશાએ ફ્રીમાં લેપટોપ અને સ્માર્ટફોન આપવા માટે એક વેબસાઈટ પણ બનાવી છે. વિદ્યાર્થીઓના ઓનલાઈન ક્લાસ સરળ બનાવવા માટે એક IT એડવાઈઝર પણ કામ કરી રહ્યા છે.

અત્યાર સુધી તે 25 ડિવાઈસ વેચી ચૂકી છે

image source

આ અંગે એડવાઈઝર બાલાસુબ્રમણ્યમના જણાવ્યા પ્રમાણે, IT સેક્શનમાં કામ કરતી વખતે મને ક્યારેય વિદ્યાર્થીઓની મદદ કરવાનો વિચાર આવ્યો નહોતો. પરંતુ ગુનીશાને લીધે મને આ સારું કામ કરવાનો મોકો મળ્યો. અત્યાર સુધી તે 25 ડિવાઈસ વેચી ચૂકી છે. આ અઠવાડિયાંમાં તે 15 વિદ્યાર્થીઓને બીજા ડિવાઈસ આપવાની છે. ગુનીશાએ કહ્યું કે, કોરોનાકાળને લીધે ઘણા લોકો બેરોજગાર છે, તેવામાં મારી જવાબદારી છે કે હું જરૂરિયાતમંદ સુધી ડિવાઈસ પહોંચાડુ જેથી તેમનો ઓનલાઈન અભ્યાસ ચાલુ રહે. તેમની આ પહેલથી ઘણા ગરીબ પરિવારના બાળકોને શિક્ષણ મળી રહ્યું છે. આટલી નાની ઉમરામાં તેમની આ સેવાકીય પ્રવૃતિને લોકો સલામ કરી રહ્યા છે.

આ પહેલા સોનું સુદે આપ્યા હતા સ્માર્ટફોન

image source

જારો પ્રવાસી મજૂરોને તેમના ઘર સુધી પહોંચાડ્યા બાદ સોનુ સુદે પંચકૂલાના મોરની વિસ્તારના એક ગામમાં બાળકોને ભણવામાં મદદ કરી હતી. સોનુ સુદે આ બાળકોને ભણવા માટે મોબાઇલ ફોન ભેટ કર્યા હતા. જેથી બાળકો પોતાના ઘરે રહીને ઓનલાઇન ભણી શકે. સરકારી સ્કૂલના પ્રિન્સિપાલ પવન જૈન જણાવ્યું કે અમારા મોરની વિસ્તારના બાળકો કોટી ગામની સરકારી સ્કૂલમાં ભણે છે. અને તેમની પાસે મોબાઇલ ફોન ન હોવાના કારણે તેમના ઓનલાઇન ક્લાસીસ નહતા લઇ શકતા.

સોનુ સુદનો આભાર વ્યક્ત કર્યો

image source

કેટલાક બાળકોને 4થી 5 કિલોમીટર રોજ ચાલીને બીજા બાળકોના ઘરે જવું પડતું હતું. જેથી તે બીજા બાળકોના ફોનને સહારે ભણી શકે. પવન જૈને કહ્યું કે જ્યારે સોનુ સૂદને આ મામલે જાણકારી મળી તો તેમણે ચંદીગઢમાં રહેતા તેમના મિત્ર કરણ લૂથરાને સંપર્ક કર્યો અને આ બાળકોને મોબાઇલ ફોન અપાવ્યો. જે પછી તમામ બાળકોએ એક સાથે સોનુ સુદનો આભાર વ્યક્ત કર્યો હતો.

મોબાઇલ નેટવર્કનો પ્રોબ્લેમ

image source

તમને જણાવી દઇએ કે મોરની વિસ્તારનો કોટી ગામ હિમાચલની સીમાની પાસે આવેલા છે. અહીં મોબાઇલ નેટવર્કની પણ મુશ્કેલ છે. અને બાળકો પાસે મોબાઇલ ફોન ન હોવાના કારણે તે ભણી નહતા શકતા. સોનુ સુદને જ્યારે આ વાતની જાણકારી મળી તો તેમણે મિત્ર દ્વારા બાળકોને મોબાઇલ ફોન મોકલ્યા જેથી તેમના ભણવામાં કોઇ વાંધો ન આવે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત