બોલિવૂડ એક્ટર સોનુ સુદે પરપ્રાંતિય મજૂરોને વતન પાછા મોકલવા કરી આટલી મોટી મદદ

રીલ લાઈફનો વિલન બન્યો રીયલ લાઈફનો હીરો – પરપ્રાંતિય મજૂરોની વતન પાછા જવા માટે કરી વ્યવસ્થા

image source

બોલીવૂડ એક્ટર સોનુ સુદે પરપ્રાંતિય મજૂરોને વતન પાછા મોકલવા કરી 10 બસોની વ્યવસ્થા, જાતે જ મજૂરોને વિદાય કરવા પહોંચ્યા

લોકડાઉન દરમિયાન ઘણા બધા લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ચોક્કસ લોકદડાઉનનો ઉદ્દેશ કોરોનાની મહામારીને અટકાવવાનો જ છે પણ તેમ છતાં ગરીબ લોકોને ઘણું ભોગવવાનો વારો આવ્યો છે. અને આવા સંજોગોમાં દેશના ઘણા બધા અગ્રણી લોકોએ દીલ ખોલીને દાન કર્યું છે. જેમાં બોલીવૂડના કલાકારો પણ પાછળ નથી રહ્યા.

image source

લોકડાઉનના કારણે આર્થિક સંકટમાં મુકાઈ ગયેલા પરપ્રાંતિય મજૂરો હાલ પોતાના વતન પાછા જવા ઉતાવળા બની રહ્યા છે. મુંબઈ બહાર જવા માટે આતુર બધા જ નિઃસહાય અને સંકટમાં આવી પડેલા લોકો માટે બોલીવૂડ સ્ટાર સોનૂ સુદે એક નવી વ્યવસ્થાની શરૂઆત કરી છે. સોનુએ ઘણી બધી બસોની વ્યવસ્થા કરી છે. જે આ મજૂરોને તેમના વતન પાછા મોકલવામાં મદદ કરશે. તેના માટે તેણે કર્ણાટક તેમજ મહારાષ્ટ્ર સરકારની મંજૂરી પણ લીધી છે.

સોનુ સૂદે સોમવારે બીજા રાજ્યોના લોકો માટે મુંબઈથી પોતાના વતન પાછા જવા માટે જવાની તેમજ તેમની ખાણીપીણીની વ્યવસ્થા કરી છે. મહારાષ્ટ્રના ઠાણેથી ગુલબર્ગા માટે કુલ દસ બસો રવાના થઈ છે. સોનુ સૂદે જાતે ત્યાં પહોંચીને પ્રવાસીઓની હાલત જાણવાનો પ્રયાસ કર્યો છે અને તેમને તેમના વતન માટે વિદાઈ આપી હતી. સોનુએ સેંકડો બેઘર મજૂરોને રસ્તા પર ચાલતા પોતાના વતન જતાં જોયા હતા, જેનાથી તે ખૂબ જ પરેશાન રહેતા હતા અને ત્યાર બાદ તેમણે આ બેસહાય મજૂરોને પોતાના વતન પાછા મોકલવાનું જાણે બીડું જ ઝડપ્યું હતું.

સોનું સૂદ આ વિષે જણાવે છે, ‘આ વૈશ્વિક સ્વાસ્થ્ય આપત્તિમાં લોકોએ પોતાના પરિવાર તેમજ પ્રિયજનોની સાથે જ રહેવું જોઈએ. મેં મહારાષ્ટ્ર અને કર્ણાટક સરકાર પાસેથી આ પ્રવાસીઓને લગભગ દસ બસોમાં તેમના વતન પાછા મોકલવા માટેની મદદ કરવા માટે મંજૂરી લીધી છે. મહારાષ્ટ્ર સરકારના અધિકારીઓએ કાયદેસરની કામગીરી શરૂ કરવામાં ખૂબ જ સહયોગ આપ્યો છે અને કર્ણાટક સરકારે પણ પ્રવાસીઓનું સ્વાગત કર્યું છે.’

વધારામાં સોનું સૂદ જણાવે છે, ‘મારા માટે નાના બાળકો તેમજ વૃદ્ધ માતા-પિતા સાથે રસ્તાઓ પર રઝળી પડેલા આ પ્રવાસીઓ જોવા ખૂબ જ ભાવુક કરનારું સાબિત થયું છે. હું મારી ક્ષમતા પ્રમાણે બીજા રાજ્યો માટે પણ આ કરીશ.’

image source

આ ઉપરાંત સોનુ સુદે પંજાબના ડોક્ટર્સને 1500 પીપીઈ કિટ્સ પણ દાનમાં આપી છે. ભિવંડીના હજારો પ્રવાસી મજૂરોને ભોજન માટે પણ તેને ત્યાં લોકો ભંડારો પણ કરી રહ્યા છે. સોનુ સુદે લોકડાઉન શરૂ થતાં જ મુંબઈ સ્થિત પોતાની હોટેલ પણ મેડિકલ સ્ટાફના રહેવા માટે આપી દીધી હતી.

દબંગ જેવી ફિલ્મોમાં ભલે સોનુ સુદ વિલનની ભૂમિકા ભજવીને હીરોને પજવતો રહેતો હોય પણ વાસ્તવિક જીવનમાં તેનું લાગણીથી તરબતર હૃદય હાલ તેના ફેન્સને જોવા મળી રહ્યું છે. ખરેખર તે ભલે રીલ લાઈફનો વિલન હોય પણ રીયલ લાઈફનો હીરો બની ગયો છે.

source: amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત