સોનુ સુદના નામે રૂપિયા વસૂલી કરી રહ્યા છે અનેક લોકો, અભિનેતાએ મજૂરોને ચેતવણી આપતા કર્યો પર્દાફાશ

સોનુ સુદના નામે વસૂલી કરી રહ્યા છે અમુક લોકો, અભિનેતાએ મજૂરોને ચેતવણી આપતા કર્યો પર્દાફાશ.

કોરોના વાયરસના કારણે ચાલી રહેલા આ લોકડાઉનમાં ઘણા મજૂરો પોતાના વતનથી દૂર રોજગાર વગર ફસાઈ ગયા છે.ઘણા વિદ્યાર્થીઓ પણ આમ ખાધા પીધા વગરના પોતાના માતાપિતાથી દુર આ લોકડાઉનમાં તકલીફો વેઠી રહ્યાં છે.લોકડાઉનના આ સમયમાં પ્રવાસી મજૂરો, વિદ્યાર્થીઓ અને અન્ય જરૂરિયાતવાળા લોકોની મદદ કરી રહ્યા છે અભિનેતા સોનુ સુદ.

image source

સોનુ સુદે હાલમાં જ એક ખુલાસો કર્યો છે કે અમુક લોકો એમના નામ પર મજૂરો પાસેથી પૈસા વસૂલી રહ્યા છે. હાલના દિવસોમાં સોનુ સુદ પ્રવાસી મજૂરો, વિદ્યાર્થીઓ અને અન્ય જરુરીયાતવાળા લોકોને પોતાનાથી બનતી દરેક સંભવ મદદ કરી રહ્યા છે. લોકોની મદદ કરવા માટે સોનુએ એમના માટે ટોલ ફ્રી નંબર પણ ચાલુ કર્યો છે. સાથે સાથે એ લોકોને સોશિયલ મીડિયા મારફતે પણ મદદ કરી રહ્યા છે.

image source

સોનુ સુદે પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર અમુક એવા લોકોના મેસેજના સ્ક્રીન શોટસ શેર કર્યા છે જે સોનુના નામ પર મજૂરો પાસેથી પૈસા વસૂલી રહ્યા છે. આવા ડમી લોકોના મેસેજના સ્ક્રીન શોટ્સ શેર કરતા સોનુ સુદે ફરી એકવાર લોકોને ચેતવણી આપી છે કે એમના નામ પર તમને ફસાવતા લોકોની વાતો માં ન આવો. સોનુ લોકોને એક પણ રૂપિયો લીધા વગર જ ઘરે પહોંચાડી રહ્યા છે.

અભિનેતા સોનુ સુદે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે ” દોસ્તો, અમુક લોકો તમારી જરૂરિયાતનો ફાયદો ઉઠાવવા તમને સંપર્ક કરશે. જે પણ સેવા અમે શ્રમિકો માટે કરી રહ્યા છે તે એકદમ નિઃશુલ્ક છે. જો તમારી પાસે કોઈપણ વ્યક્તિ મારુ નામ લઈને પૈસા માંગે તો એને ના પાડી દેજો અને તરત અમને કે નજીકના પોલીસ અધિકારીને આ વિશે જાણ કરજો. આ પહેલા પણ સોનુ સુદ આવા ડમી લોકો વિરુદ્ધ મજૂરોને ચેતવણી આપી ચુક્યા છે.

image source

તમને જણાવી દઈએ કે સોનુ સુદ બોલિવુડના એ કલાકારોમાંથી એક છે જે મુંબઈમાં ફસાયેલા મજૂરો, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોની બનતી મદદ કરી રહ્યા છે.

image source

સોનુ સુદ બસ અને ટ્રેન મારફતે લોકોને પોતાના ખર્ચે ઘરે પહોચાડી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ સોનુ પાસે મદદ માંગવાનો સિલસિલો ચાલુ જ છે. ઘણા બધા લોકો સોનું સુદ પાસે ટ્વીટર પર મદદ માંગી રહ્યા છે. કોરોના વાયરસને કારણે ચાલી રહેલા આ લોકડાઉનમાં આમ લોકોની મદદ કરતા સોનુ સુદના બધા જ વખાણ કરી રહ્યા છે. બોલિવુડના સ્ટારથી લઈને મહારાષ્ટ્રના રાજ્યપાલ સહિત બધા જ સોનુના આ કાર્યને વખાણ કરી રહ્યા છે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત