સોનૂ સૂદનો ફોટો મંદિરમાં રાખી વ્યક્તિએ કરી પૂજા, એક્ટરે આપ્યું આવું રિએક્શન

લોકડાઉનમાં પ્રવાસી શ્રમિકોને એક્ટર સોનૂ સૂદ સતત મદદ કરી રહ્યો છે. જેના કારણે તે ઘરે ઘરે પ્રખ્યાત થઈ ગયો છે. આજે તેના કામના દરેક લોકો વખાણ કરી રહ્યા છે અને તેને લાખો આશીર્વાદ આપી રહ્યા છે. સામાન્ય જનતાથી લઈ સિલેબ્સ પણ સોનૂ સૂદના બે મોઢે વખાણ કરી રહ્યા છે.

image source

સોનૂ સૂદ શ્રમિકો માટે ભગવાન સમાન સંકટના સમયમાં બન્યો છે. તેવામાં ટ્વીટર પર લોકો સોનૂને સતત જવાબ આપતા રહે છે અને તેના વખાણ કરે છે. આ દરમિયાન એક યૂઝરે એક વીડિયો ટ્વીટ કર્યો છે જેમાં એક્ટરના ફોટો ભગવાનના ફોટો સાથે રાખેલી જોવા મળે છે.

એક પ્રવાસી શ્રમિકને સોનૂ સૂદએ મદદ કરી તેના ઘરે પહોંચાડ્યો હતો. ઘરે પહોંચ્યા બાદ તેણે સોનૂ સૂદને ભગવાનનો દરજ્જો આપી તેની આરતી ઉતારી હતી. તેણે વીડિયો ટ્વીટ કરતાં લખ્યું હતું કે, સોનૂ સૂદ જે માતાથી મળેલા ભગવાન છે. સોનૂ સૂદ જેવા દરેક વ્યક્તિ ભગવાન નથી હોતા. પરંતુ હું સોનૂ સૂદને ભગવાન જ માનું છું. તમે મારા સપનાને બચાવ્યા અને મારી માતા સાથે મિલન કરાવ્યું.

આ ટ્વીટનો જવાબ આપતાં સોનૂ સૂદે લખ્યું છે કે, અરે ભાઈ આવું ન કરો. તમારી માતાને કહેજો કે રોજ મારા માટે દુઆ કરે. બધું જ બરાબર થઈ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ગૂગલ ટ્રેંડ્સમાં આ દિવસોમાં સોનૂ સૂદનું નામ ભાઈ તરીકે ઉભરી આવે છે. તેણે લોકડાઉન દરમિયાન લોકોની કરેલી મદદથી તે લોકપ્રિયતા મામલે સલમાન ખાનને પણ માત દઈ ચુક્યો છે.

image source

ઉલ્લેખનીય છે કે લોકડાઉનના ત્રીજા તબક્કામાં જ્યારે શ્રમિકો પગપાળા નીકળી પડ્યા હતા ત્યારે સોનૂ સૂદ આગળ આવ્યો અને લોકોને તેમના ઘર સુધી પહોંચાડવાનું કામ હાથમાં લીધું. ત્યારબાદ અનેક લોકોએ મદદ માટે સોનૂ સૂદનો સંપર્ક કર્યો હતો અને સોનૂ દરેકને મદદ કરી રહ્યો છે. આ કારણે સોનૂ સૂદ સતત ચર્ચામાં છે.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત