Site icon News Gujarat

અભિનેતા સોનુ સુદ પણ આગળ આવી લોકોની કરી રહ્યો છે મદદ, રોજ પુરે છે હજારો લોકોનો પેટનો ખાડો

કોરોના વાયરસ દેશ માટે સમસ્યા બન્યો છે ત્યારે આ સમસ્યા સામે અડીખમ ઊભા રહેલા અને લોકોની મદદ કરતાં લોકોની યાદીમાં અભિનેતા સોનુ સુદનું નામ પણ જોડાઈ ગયું છે. અભિનેતા બોલિવૂડમાં મુખ્ય હિરો તરીકે ભલે સફળ નથી થયો પણ આજના આ કપરા સમયમાં તે અનેક લોકો માટે સુપર હિરો સાબિત થઈ રહ્યો છે.

image source

અભિનેતા સોનુ સુદએ જરુરીયાત મંદોની મદદ કરવા માટે પશ્ચિમ મુંબઈમાં ફૂડ ડોનેશન ડ્રાઈવ શરુ કરી છે. તેણે આ કામ પાલિકાના સહયોગ સાથે શરુ કર્યું છે. જે અંતર્ગત અભિનેતા મુંબઈના અંધેરી, જોગેશ્વરી, જુહુ, બ્રાંદ્રા જેવા વિસ્તારોમાં લોકોને રોજ 45,000 લોકોને ભોજન પુરુ પાડે છે.

સોનુએ આ અંગે કહ્યું હતું કે આ કપરા સમયમાં લોકોના ઘરમાં બે સમયનું જમવાનું હોય તે જરૂરી છે. ઘણા લોકો એવા છે જેમને બે સમય જમવાનું મળતું નથી આવા લોકોની મદદ માટે આ ડ્રાઈવ શરુ કરવામાં આવી છે. સોનુ આ અભિયાન થકી વધુને વધુ લોકોને મદદ કરવા પ્રયત્ન કરી રહ્યો છે.

સોનુ સુદએ તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી લખ્યું છે કે અત્યારનો સમય દેશ માટે મુશ્કેલ છે, તેવામાં દિવસ-રાત એક કરી કામ કરતાં હેલ્થ વર્કર્સને પણ સપોર્ટ કરવાની જરૂર છે. એટલે હું તેમના માટે મારી હોટલ ખુલ્લી મુકું છું. ઉલ્લેખનીય છે કે સોનુ સુદએ તેની જુહૂ સ્થિત હોટલ હેલ્થ વર્કર્સ માટે ખુલ્લી મુકવાની અહીં વાત કરી છે.

આ કામ કર્યા બાદ સોશિયલ મીડિયાના ફેન્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. લોકો આ પોસ્ટ પર કોમેન્ટ કરી સોનુના આ કામને બિરદાવી રહ્યા છે.

Exit mobile version