સોનું લેવાનું વિચારતા હોવ તો જલદી લેવાનો કરો પ્લાન, ઘટી ગયા છે સોનાના ભાવ, જાણી લો લેટેસ્ટ ભાવ

ગઈકાલ બાદ આજે ફરી સોનાની કિંમતમાં ઘટાડો થયો છે. બુધવારે સોનું 50,325 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું જે આજે ફરી 125 રૂપિયાના ઘટાડાની સાથે 50,200 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચ્યું છે. સોનામાં આવેલો ઘટાડો વધી રહ્યો છે. શરૂઆતના કારોબારમાં સોનાએ 50149 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ભાવ સ્થિર કર્યો પણ બાદમાં ઓપનિંગ પ્રાઈસથી ઉપર જવામાં સફળ રહ્યું નહીં. કાલે પણ સોનું ઘટ્યું અને 2 દિવસમાં સોનામાં ભારે ઘટાડો થયો છે. થોડા દિવસોથી કોરોના વેક્સીનના સફળ રહ્યાના સમાચાર આવ્યા બાદ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને સાથે જ શેરબજાર પણ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે.

image source

બુધવારે સોનામાં 0.57 ટકાના ઘટાડાની સાથે 50475 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ડિસેમ્બરમાં ડિલિવરી વાળા સોનાની કિંમત 291 રૂપિયા એટલે કે 0.57 ટકાના ઘટાડા સાથે 50475 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો છે. તેમાં 7626 લોટનો કારોબાર રહ્યો છે. ન્યૂયોર્કમાં સોનું 0.22 ટકાના ઘટાડા સાતે 1880.90 ડોલર પ્રતિ ઓંસ રહ્યો હતો.

સર્રાફા બજારમાં સોનાની કિંમત ઘટી

image source

રૂપિયાની સરખામણીમાં સુધારો અને રોકાણકારોની નબળી માંગથી દિલ્હી સર્રાફા બજારમાં સોનું બુધવારે 357 રૂપિયાના ઘટાડા સાથે 50253 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો. પહેલા કારોબારમાં સોનું 50 610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. આ સાથે ચાંદી પણ 532 રૂપિયાના ઘટાડા સાથે 62693 રૂપિયા પ્રતિ કિલો રહી હતી.

શું સોનું પહેલાંની સ્થિતિમાં પાછું આવી શકશે

image source

કોરોના વાયરસના કારણે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સમયની સાથે શેરબજાર તેના ઘટાડાથી ઉપર આવીને સતત આગળ વધી રહ્યું છે. કોરોનાના કારણે આવેલા ઘટાડા બાજ મજબૂતી નોંધાઈ રહી છે. સોનું ફરી ઓલ ટાઈમ હાઈ પર આવી ચૂક્યું છે. સોનાની કિંમતોમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. આ સમયે લોકોને સવાલ છે કે શું સોનું ફરીથી એ ભાવે પરત આવી શકશે. શેરબજાર હાલમાં મજબૂતી પકડી રહ્યું છે અને સોનું નબળું થઈ રહ્યું છે અને સાથે તેનું ઉલ્ટું પણ શક્ય છે.

67 હજાર રૂપિયા સુધી જઈ શકે છે સોનું

image source

લાંબા સમય બાદ શક્યતા જોવા મળી રહી છે કે સોનું 65-67 હજાર રૂપિયા સુધી જઈ શકે છે. રિપોર્ટમાં કહેવાયું છે કે સોનાની માંગ ત્રીજી તિમાહીમાં 30 ટકા સુધી ઘટ્યા બાદ ચોથી તિમાહીમાં ફરી વધવાની શક્યતા છે. આભૂષણોની ખરીદીમાં વધારો થશે. અમેરિકાની ચૂંટણી આવ્યા બાદ સોનાની કિંમત કરવા માટે મહત્વના રહેશે. આ સમયે કેન્દ્રીય બેંકના ઓછા વ્યાજ દર અને કોરોનાનો પ્રભાવ અને અન્ય કિંમતો પ્રભાવિત થઈ રહી છે. સર્રાફા બજારમાં સંભાવનાઓ સારી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત