કોરોના પીડીતોની મદદ કરનાર સોનૂ સૂદ થયો કોરોના પોઝિટિવ, જાણો શું કહ્યું એક્ટરે

કોરોના કાળમાં જરૂરિયાત મંદની માટે મસીહા બનીને સામે આવેલા એક્ટર સોનૂ સૂદનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સોનું સૂદે પોતાના ટ્વિટર હેન્ડલ પર પોતાના કોરોના સંક્રમિત હોવાની જાણકારી તેના ફેન્સને આપી છે. તેણે કહ્યું કે અનેક સાવધાની રાખીને મેં પોતાને ક્વોરન્ટાઈન કર્યો છે.

image source

કોરોના મહામારીમાં જરૂરિયાત મંદની મદદ કરનાર અને સતત સક્રિય રહેનારો એક્ટર સોનૂ સૂદ પણ હવે કોરોના સંક્રમિત થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. એક્ટરે પોતે જ ટ્વિટર પર ટ્વિટ કરી છે અને કહ્યું છે કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારો મૂડ અને મારો સ્પિરિટ સુપર પોઝિટિવ છે.

શું કહ્યું છે સોનૂ સૂદે

સોનૂ સૂદે ટ્વિટમાં કહ્યું કે હું દરેક વ્યક્તિને કહું છું કે આજે સવારે મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મેં સાવધાની સાથે પોતાને ક્વોરન્ટાઈન કરી લીધો છે. આ સાથે હું મારો ખ્યાલ રાખી રહ્યો છે. મારી ચિંતા ન કરશો. ક્વોરન્ટાઈન થવાથી મને તમારી મદદ કરવા માટે વધારે સમય મળ્યો છે અને યાદ રાખો કે હું હંમેશા તમારી સાથે છું.

image source

સોનૂએ આ વાતની જાણકારી આપતા પોતાના મેસેજની શરૂઆતમાં લખ્યું કોવિડ પોઝિટિવ. મૂડ અને જોશ બંને સુપર પોઝિટિવ. તેનાથી સ્પષ્ટ થાય છે કે સોનૂ સૂદ આજે પણ લોકોની મદદ માટે તૈયાર છે અને સાથે જ તેઓ હાર માની રહ્યા નથી. તેમના ફેન્સ અને અન્ય દેશવાસીઓ માટે તેઓ એક પ્રેરણા બની ચૂક્યા છે.

આજે સવારે કરી હતી લોકોને ખાસ અપીલ

image source

આ પહેલા સોનુ સૂદે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, મેં સવારથી મારો ફોન પાસે રાખ્યો નથી. દેશભરમાંથી હોસ્પિટલ, બેડ્સ, દવા, ઇન્જેક્શન માટે મારી પાસે અનેક લોકોના ફોન આવી ચૂક્યા છે અને હજી સુધી ઘણા લોકોને હું આ સેવાઓ ઉપલબ્ધ કરાવી શક્યો નથી. હું આ માટે લાચારીઅનુભવી રહ્યો છું, મને પણ આ મહામારી વકતરી જોઈને ભયાનક સ્થિતિથી ડર લાગે છે. આ માટે મારી આપ સૌને અપીલ છે કે પ્લીઝ ઘરમાં રહો અને માસ્ક પહેરો.

હજારો લોકોની મદદ કરી ચૂક્યા છે સોનૂ સૂદ

image source

ઉલ્લેખનીય છે કે સોનૂ સૂદે 2020માં જ્યારે કોરોના મહામારીના કારણે લોકડાઉન આવ્યું ત્યારે શ્રમિકોની ખાસ મદદ કરી અને અનેક લોકોનું દિલ જીતી લીધું હતું. આ પછી સોનૂ સૂદ અનેક અગણિત લોકોની મદદ કરી ચૂક્યા છે તેઓએ લોકોની સારવાર, વિદેશથી ભારત વાપસી, ભારતમાં પોતાના ઘરે ઘરવાપસીને લઈને અનેક ચીજોમાં અનેક લોકોની મદદ કરી છે. આ સિવાય આ સમયે તેઓએ પોતાના અનુભવો પર એક બુક પણ લખી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!