Site icon News Gujarat

રોજનાં 50 હજાર કોલ, અને 22 કલાક સુધી કામ, જાણો કોરોનાના કપરા કાળમાં સોનુ સુદ કેવી રીતે કરે છે હજારો લોકોની મદદ

કોરોના કાળમાં રિયલ હીરો સાબિત થયેલા સોનુ સુદ સતત દેશની જનતાને મદદરૂપ થઇ રહ્યા છે. છેલ્લા લોકડાઉનથી લઈને અત્યાર સુધી સોનુ સુદ લોકોને મદદરૂપ થવાનું કામ કરી રહ્યા છે. સોનુ સુદ અને તેની ટીમ સતત કોરોનાથી પ્રભાવિત થયેલા લોકોને મદદ કરવામાં વ્યસ્ત રહે છે. સોનુ સુદે પોતાના આ અનુભવ અને તેમાં આવતી અડચણો વિષે વાત કરી હતી.

કઈ રીતે આટલા બધા લોકોની મદદ કરી રહી છે સોનુ સુદ અને તેની ટીમ ?

સોનુ સુદ કહે છે કે ” હું એમ કહીશ કે સ્થાનિક તંત્ર પણ મદદ કરી રહ્યું છે અને દરેક માણસે આ કામ કરવું પડશે. કારણ કે આ સમયે દરેક માણસને મદદની જરૂર છે. હું કઈ રીતે કરી રહ્યો છે તે હું નથી જાણતો. હું અંદાજે 22 કલાક ફોન પર વિતાવું છું. અમને 40000 થી 50000 રિકવેસ્ટ મળે છે. મારી 10 માણસોની એક ટીમ Remdesivir માટે જ ફરી રહી છે. એક ટીમ બેડની શોધ કરે છે. જે તે શહેર અનુસાર અમે ફરતા રહીએ છીએ.

મારે દેશભરમાં ડોકટરો સાથે વાત કરવી દે છે અને તેઓને કઈ વસ્તુની જરૂર છે તે અમે બને તેટલું ઝડપથી પહોંચાડવાનું કામ કરીએ છીએ. જે લોકોને અમે મદદ કરી ચુક્યા છીએ તે એક રીતે અમારી ટીમનો એક ભાગ જ બની જાય છે. હું તમને સાચું કહું તો મને જેટલી રિકવેસ્ટ મળે છે તે બધી જોવા જઈએ તો તેમના સુધી પહોંચવા માટે 11 વર્ષનો સમય લાગે. રિકવેસ્ટ એટલી વધારે છે પરંતુ અમે મદદ કરતા રહીશું જેથી લોકોના જીવ બચાવી શકીએ.

લાખો લોકો સોનુ સુદનો આભાર વ્યક્ત કરી રહ્યા છે

આ મુશ્કેલ સમયમાં તમે પોતાની જાતને કઈ રીતે સંભાળી રાખો છો ? એ સવાલના જવાબમાં સોનુ સુદે એક કિસ્સો જણાવ્યો. તેણે કહ્યું ” અમે એક છોકરી માટે હોસ્પિટલમાં બેડ અપાવવા મથી રહ્યા હતા અને બેડ નહોતો મળી રહ્યો. રાત્રે 1 વાગ્યો અને તેની બહેન ફોન પર બહુ રડી રહી હતી અને કહી રહી હતી કે પ્લીઝ, મારી બહેનને બચાવી લો નહીંતર અમારું પરિવાર પૂરું થઇ જશે. હું ઘણો પરેશાન હતો. આમ કરતા કરતા રાત્રીના અઢી વાગી ગયા. હું મનોમન દુઆ કરી રહ્યો હતો કે ગમે તેમ કરીને તે સવાર સુધી જીવી જાય જેથી તેણે બેડ અપાવી શકીએ. સવારે 6 વાગ્યે મને ફોન આવ્યો કે અમે તેને બેડ અપાવવામાં સફળ થયા છીએ અને હવે તે સુરક્ષિત છે. એવું કામ થાય ત્યારે ખુશી થાય છે. એટલું જ નહિ સોનુ સુદે કહ્યું કે તેની પાસે અત્યારે નેગેટિવ વિચારો અને ગુસ્સો કરવા માટે સમય નથી. તેઓ કહે છે મુશ્કેલ સમયમાં લોકોએ ગુસ્સા અને દાઝને છોડીને તેનું સંપૂર્ણ ધ્યાન બીજા લોકોની મદદ કરવામાં લગાવવું જોઈએ.

રાહત કાર્યમાં આ છે મોટી અડચણ

પોતાના કામમાં આવતી મુશ્કેલી પર જણાવતા સોનુ સુદે કહ્યું કે ” સૌથી વધુ મુશ્કેલી નવા શહેરોમાં થાય છે જ્યાં અમારા કોન્ટેક્ટ નથી હોતા. આવી સ્થિતિમાં શું કરવું ? અમે ત્યાંના સ્થાનિક લોકોને અમારી ટીમનો ભાગ બનાવવાનો પ્રયાસ કરીએ છીએ. જેમ કે ગામડામાં પહોંચવા માટે કોઈ સાધન નથી તો અમે પોતે ગાડીઓ મોકલીએ છીએ. અને તેઓને હોસ્પિટલમાં મોકલીએ છીએ. હોસ્પિટલની હાલતો પણ ખરાબ હોય છે ત્યારે મુશ્કેલીઓ ઘણી થાય છે.

લોકોને બચાવવા માટે સમુદ્રમાં કુદવું જ પડશે

સોનુ સુદને જયારે એમ પૂછવામાં આવ્યું કે રાહત કાર્ય દરમિયાન ક્યારેક એવા વિડીયો અને તસવીરો પણ જોવા મળતી હશે જે મનને વિચલિત કરનારી હોય. ત્યારે સોનુ સુદે તેનો જવાબ આપતા જણાવ્યું હતું કે ” ઘણા બધા કિસ્સા છે, એક નાનકડો કિસ્સો તમને કહું, એક છોકરી હતી સબા, તે છ મહિનાની ગર્ભવતી હતી અને તેને જોડિયા બાળકો થવાનો અંદાજ હતો. તેની બહેન અને પતિએ ટ્વિટર દ્વારા અમારો સંપર્ક કરી મદદ માંગી. અમે તેને હોસ્પિટલમાં બેડ અપાવ્યો, ICU ની જરૂર પડતા તે અપાવ્યું, બાદમાં પ્લાઝ્માની જરૂર પડે તે અપાવ્યું, બાદમાં વેન્ટિલેટરની જરૂર પડી તે અપાવ્યું, અમને થયું કે હવે અમે તેને બચાવી લીધી. અને તે ઠીક પણ થઇ ગઈ. પરંતુ આગળ દિવસે અમને ફોન આવ્યો કે તે મૃત્યુ પામી છે. એવું લાગ્યું જાણે આપણા ઘરમાંથી કોઈ ચાલ્યું ગયું.

તમે વિશ્વાસ નહિ કરો 10 કલાક બાદ તેની બહેન અને તેના પતિનો મને ફોન આવ્યો અને મને કહ્યું કે અમે તમારી ટીમ સાથે જોડાઈને તમારી મદદ કરવા માંગીએ છીએ. જેથી અમે બીજા લોકોને બચાવવામાં મદદરૂપ થઇ શકે. તો આ એક લાગણીસભર ભાવ છે જયારે તમે કોઈ માટે મહેનત કરો છો અને તેને ખબર છે કે તમે મજબુર માણસ છો. આ સમય એવો છે કે કોઈ ફર્ક નથી પડતો કે તમે કેટલા પૈસાદાર છો, કેટલા કનેક્ટેડ છો. આટલા મોટા મોટા લોકો જેના પાસેથી હું પણ મદદ માંગતો તેઓ મને ફોન કરીને કહે છે કે સોનુ, અમને મદદની જરૂર છે આ ચીજનો બંદોબસ્ત કરાવી આપ. હું બધાને કહેવા ઈચ્છું કે તમે એ ન વિચારો તમે તમે આ કામ કઈ રીતે કરશો, તમારું પહેલું પગલું ઉઠવું જોઈએ. તમારું સમુદ્રમાં કુદવું જરૂરી છે તરવું કઈ રીતે તે તમને લહેરો જ શીખવી દેશે.

સોનુ સુદને પણ થયો હતો કોરોના

હું એક્શન આઉટ નહોતો. પરંતુ હું વધુ એક્શનમાં આવી ગયો હતો. હું એક રૂમમાં બંધ હતો અને બહાર નહોતો નીકળતો. મારી પાસે ફોન હતો અને મને અનેક કોલ આવી રહ્યા હતા. અત્યારે હું 22 કલાક કામ કરું છું ત્યારે હું 24 કલાક કામ કરતો હતો કારણ કે ત્યારે મારી પાસે સમય જ સમય હતો. તો મને એવું લાગે છે તે સમયે જયારે હું આઇસોલેશનમાં હતો હું વધુ લોકો સાથે જોડાયો અને વધુમાં વધુ લોકોને મદદ પહોંચાડી શક્યો.

મને યાદ છે કે મારા મિત્રો મને કહેતા હતા કે સોશ્યલ મીડિયા પર સારી સારી ફિલ્મો જો ને, મેં હજુ સુધી મારા રિમોટને હાથ નથી લગાવ્યો. સમય જ નથી. આ એ સમય છે જ્યારે તમારે બધું પાછળ છોડવું પડે છે. દરેક માણસને આગળ આવવું છે, ટીમ બનાવવી છે અને પોતાના ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરવો છે. હું માનું છું કે કોઈપણ માણસ ભલે તે એકત્ર હોય, ટીચર હોય, કે કોઈપણ હોય, તે કોઈ એવાને જાણે છે જે લોકોની મળે આવી શકે તો તેવા લોકોને ઉઠવાની જરૂર છે અને તેના કોન્ટેક્ટને એક્ટિવેટ કરવા જોઈશે.

સિસ્ટમની લાચારીનો અનુભવ થયો સોનુ સુદને

સિસ્ટમની લાચારીનો અનુભવ સોનુ સુદને ઘણો થયો. તેઓ કહે છે કે ‘ પહેલા આપણે એવી ફરિયાદ કરતા કે ભારતમાં આવું હોત તો સારું થાત, રસ્તાઓ સારા હોત, હોસ્પિટલ સારી હોય, પરંતુ આ વખતે જે થયું છે એટલા નિર્દોષોએ જીવ ખોયો છે કે હું તમને જણાવી શકું તેમ નથી. આ બધા જુવાન લોકો હતું. 18 – 20 – 22 વર્ષના લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. એક મહિના પહેલા તેઓએ વિચાર્યું પણ નહિ હોય કે એક આવી વેવ આવશે જે આટલું બધું નુકશાન કરશે. તો આપણે શા માટે આ જોઈ રહ્યા છીએ આવું ભવિષ્ય, દેશના GDP નો 1 થી 2 ટકા હેલ્થ કેર માટે જાય છે પરંતુ જે નિર્દોષોએ જીવ ગુમાવ્યા છે તેમના માટે કશું નથી થઇ શકતું.

મારા ખ્યાલ પ્રમાણે 7 થી 8 ટકા હેલ્થકેર પાછળ ખર્ચાવા જોઈએ. જેથી આપણા દેશવાસીઓ આવી કોઈ ઘટનામાં સુરક્ષિત રહી શકે. મને નથી લાગતું કે આ લોકોના પરિવારો જેમના સ્વજનોએ એક ઓક્સિજન સિલિન્ડરના કારણે જીવ ખોયો એ શોકમથી બહાર આવી શકે. લોકો તરફડી રહ્યા હોય છે જયારે તેઓ મને ફોન પર વાત કરી રહ્યા હોય છે, અમને બચાવી લો… હું મારી જાતને લાચાર અનુભવું છું. હું ઈચ્છું છું કે આવું કોઈની સાથે બીજી વખત ન થાય.

સોનુ સુદનો આગનો પ્લાન શું છે ?

સોનુ સુદે આગામી સમયમાં તેનો શું પ્લાન છે તેના વિષે વાત કરતા જણાવ્યું કે ” મારે દેશ માટે ઉભા થવું જ છે. હું એવા ઘણા બાળકોને જાણું છું જેઓએ તેમના માતાપિતા ગુમાવ્યા છે. પરંતુ હવે સરકારે આગળ આવવું પડશે. કોરોનાથી માતાપિતા ગુમાવી ચૂકેલા બાળકોના અભ્યાસ માટે તેમને કોઈ ખર્ચ ન કરવો પડે. અને તેઓ પ્રાઇવેટ અથવા સરકારી જ્યાં પણ ભણે ત્યાં વિનામૂલ્યે ભણાવવા જોઈએ. હું પહેલા પણ કહી ચુક્યો છું કે સ્મશાનમાં પણ ફ્રી સેવા હોવી જોઈએ. આ એ સમય છે જયારે આપણે એ બાળકોને જણાવી શકીએ છીએ કે તમારી મદદ કરવા માટે અમે છીએ. હું પોતે પણ કોરોનાના લીધે માતાપિતા ગુમાવી ચૂકેલા બાળકોના અભ્યાસ માટે એક અભિયાન શરુ કરી રહ્યો છું. મને હજુ થોડો સમય લાગશે કારણ કે હાલ હું વ્યસ્ત છું. પરંતુ હું પુરા પ્રયાસ કરીશ કે આ બાળકોનો અભ્યાસ મફત કરાવી દઉં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version