Site icon News Gujarat

સોનુ સુદનો દુધવાળો કોલ સાંભળી સાંભળીને થઈ ગયો હેરાન, કહ્યું કે હવે નહિ થાય સહન.

સોનુ સુદનો દુધવાળો કોલ સાંભળી સાંભળીને થઈ ગયો હેરાન, કહ્યું કે હવે નહિ થાય સહન.,

બોલિવુડના જાણીતા એકટર અને ગરીબોના મસીહા બનેલા સોનુ સુદ સતત લોકોની મદદ કરવાના કામે લાગેલા છે. કોરોના મહામારી દરમિયાન એ સહેજ પણ રોકાયા વગર જરૂરિયાતમંદ લોકો માટે દવા,હોસ્પિટલ અને ઓક્સિજનની વ્યવસ્થા કરી રહ્યા છે. પણ સોનુ સુદ માટે આવતા ફોન કોલથી હવે એમનો દુધવાળો પણ કંટાળી ગયો છે. પોતાના આ દુધવાળાનો વિડીયો ખુદ સોનુ સુદે ટ્વીટર પર શેર કર્યો છે.

image source

વાત જાણે એમ છે કે સોનુ સુદે હાલમાં જ એમની અને એમના દૂધવાળા વચ્ચે થયેલી વાતચીતનો વિડીયો શેર કર્યો છે. આ વીડિયો જોઈને અંદાજો લગાવી શકાય છે કે કેવી રીતે સોનુ સુદ અને એમની ટીમ રાત દિવસ ખૂબ જ મન લગાવીને કામ કરી રહ્યા છે. કારણ કે વીડિયોમાં દુધવાળો ગુડડુ ચોખ્ખું કહી રહ્યો છે કે એ હવે આ દબાણ નહિ સહન કરી શકે. તમે પણ જોઈ લો આ વીડિયો.

આ વીડિયો શેર કરતા સોનુ સુદે કેપ્સનમાં લખ્યું છે કે મારા દૂધવાળા ગુડડુએ પણ હાથ ઊંચા કરી લીધા છે. એ હવે આ પ્રેશર નહિ સહન કરી શકે. જે પણ એ જાણવા માંગે છે કે આ હું કઈ રીતે કરું છું તો આવો અને એક દિવસ મારી સાથે રહીને જુઓ.


દુધવાળાએ સંભળાવી આપવીતી.

આ વીડિયોની વાત કરીએ તો એમાં સોનુ સુદ અને એમનો દુધવાળો ગુડડુ અંદરોઅંદર આખા દિવસમાં આવતા કોલ્સ વિશે વાતચીત કરતા દેખાઇ રહ્યા છે. એના પર ગુડડુ કહે છે કે એની પાસે સવારના 4 વાગ્યાથી લઈને રાત્રે 1 2 વાગ્યા સુધી લોકોના ફોન આવે છે. એ કહે છે કે એને એટલા બધા ફોન આવી રહ્યા છે કે એ હવે ફોનથી કંટાળી ગયો છે.

સોનુ સુદે આવી રીતે સમજાવ્યો.

દૂધવાળા ગુડ્ડુની વાત સાંભળીને કેમેરાની પાછળ સોનુ સુદ કહે છે કે મને પણ આવા કોલ આવે છે. હું પણ સાંભળું છું તો તમે કેમ નહિ? પછી દૂધવાળો ગુડડુ તરત સોનુ સુદને કહે છે કે એ એમની વાત સાથે સહમત છે પણ એકટર હોશિયાર છે અને દરેક વ્યક્તિ પાસે એટલી ક્ષમતા નથી હોતી જેટલી એમનામાં છે.

image source

લોકો આપી રહ્યા છે દુઆઓ.

આ વીડિયોને જોઈને ફરી એકવાર લોકો સોનું સુદને દુઆઓ આપી રહ્યા છે. એ કમેન્ટમાં કહી રહ્યા છે કે દુધવાળાએ હાથ ઊંચા કરી લીધા પણ ઉપરવાળો તમારી સાથે છે. તો બીજી બાજુ કેટલાક લોકો સોનું સુદને આમ જ લોકોની મદદ કરતા રહેવાનું કહી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version