Site icon News Gujarat

ગરીબ પરિવારને સોનુ સૂદે કરી જોરદાર મદદ, તો મહિલા કહ્યું દેવદૂત..આ વિડીયો જોઇને તમારી આંખમાં પણ આસું આવી જશે

સારવાર માટે મળી મદદ તો યુવતીએ સોનુ સુદને કહી દિધવ ફરિશ્તા, વિડીયો જોઈ એકટર પણ રડી પડ્યા.

કોરોના વાયરસ મહામારીને કારણે ગયા વર્ષે થયેલા લૉકડાઉનમાં સોનુ સૂદે હજારો પરપ્રાંતીય શ્રમિકોને ઘર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી અને લોકો માટે મસીહા સાબિત થયો હતો.

તમને જણાવી દઈએ કેહાલમાં જ સોનુ સૂદ ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ દિવાને’ના સેટ પર આવ્યો હતો. આ દરમિયાન સોનુ સૂદની આંખમાંથી આંસુઓ સરી પડ્યા હતા. કારણ કે એક ગરીબ પરિવારે સોનુ સૂદને સમયસર મદદ મોકલવા બદલ તેને દેવદૂત કહ્યો હતો.


સોનુ હાલ પણ લોકોને કંઈ ને કઈ રીતે મદદ કરી રહ્યો છે. એમને હાલમાં જ ગંભીર રીતે બીમાર ભારતી નામની યુવતીને નાગપુરથી એરલિફ્ટ કરીને હૈદરાબાદ પહોંચાડી હતી. તેને અહીં સમયસર સારવાર મળી રહે એ માટે તેને એરલિફ્ટ કરી હતી.

ડાન્સ દિવાને રિયાલિટી શોમાં ભારતીના પરિવારનો એક વીડિયો બતાવવામાં આવ્યો હતો. આ વીડિયોમાં ભારતીની માતા એકદમ ઈમોશનલ થઈ ગઈ હતી અને તેમણે રડતાં કહ્યું હતું કે સોનુ સર તેમના માટે દેવદૂત છે. આટલું સાંભળ્યા પછી સોનુ સુદની આંખો પણ ભીની થઇ ગઇ હતી.તમને જણાવી દઈએ કે ગયા વર્ષે સોનુ સુદે હજારો શ્રમિકોને મદદ કરી હતી. અને હાલ પણ સોનુ મદદ કરી રહ્યા છે.


થોડા દિવસ પહેલાં સોનુ સૂદે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે તેણે જરૂરિયાતમંદને રેમડેસિવિર ઈન્જેક્શન તથા ઈન્દોરમાં 10 ઓક્સિજન-સિલિન્ડર મોકલ્યાં છે. આ ઉપરાંત સોનુ સુદે થોડા દિવસ પહેલાં સેન્ટ્રલ ગવર્નમેન્ટમાંથી ઓફલાઈન એક્ઝામ કેન્સલ કરવાની માગણી પણ કરી હતી. જ્યારે CBSEએ ધોરણ 10ની પરીક્ષા કેન્સલ કરી અને 12ની પરીક્ષા મુલતવી રાખી તો એક્ટરે ખુશી વ્યક્ત કરી હતી.

સોનુએ હાલમાં જ એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં સોનુએ કોરોના દર્દીઓ માટે પૂરતાં બેડ્સ તથા દવાઓની મદદ ના કરી શકવા બદલ પોતાની લાચારી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું, ‘મેં સવારથી મારો ફોન હાથમાં રાખ્યો છે. દેશભરમાંથી હોસ્પિટલ, બેડ્સ, દવાઓ ઈન્જેક્શન માટે હજારો ફોન આવી ગયા છે. અત્યારસુધી હું અનેકને આ વસ્તુઓ પૂરી પાડી શક્યો નથી. લાચારી અનુભવાય છે. સ્થિતિ ડરામણી છે.

તમને જણાવી દઈએ કે કોરોનાકાળમાં લોકોની મદદે આવનાર સોનુ સૂદને થોડા સમય પહેલાં જ કોરોના થયો હતો. જો કે તેઓ માત્ર છ દિવસમાં નેગેટિવ આવી ગયો હતો.


મીડિયા સાથે કરેલી વાતચીતમાં સોનુએ કહ્યું હતું કે તે શાકાહારી છે. તે ફ્રૂટ્સ તથા લીલી શાકભાજી ખાય છે. આ સમય દરમિયાન તેણે વિટામિન, કેલ્શિયમ તથા ઝિંક પુષ્કળ માત્રામાં લીધાં હતાં. આ ઉપરાંત શ્વાસ- ઉચ્છવાસની એક્સર્સાઈઝ પણ કરી હતી. પેન ડી 40થી લઈ તાવ આવતો તો ડોલો તથા અન્ય દવાથી સારું થઈ ગયું. નાસ લેવાનું પણ ભૂલ્યો નહોતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version