Site icon News Gujarat

સોનુ સૂદના કારણે આ મજૂર પહોંચ્યો ઘરે, અને પછી…શું કર્યુ આ મજૂરે સોનુ સૂદ માટે જાણો તો ખરા

સોનૂ સૂદના કારણે ઘરે પહોંચ્યો મજૂર અને પછી તેના નામે ખોલી દૂકાન

કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં ત્રણ મહિના સુધી લેકડાઉનની સ્થિતિ રહી હતી. આ દરમિયાન સૌથી વધારે ખરાબ સ્થિતિ જે કોઈની થઈ હોય તો તે ગરીબ મજૂરોની થઈ હતી જેઓ પોતાના ઘરથી સેંકડો કીલોમિટર દૂર મોટા શહેરોમાં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. અને આવા સંજોગોમાં બોલીવૂડ એક્ટર સોનૂ સૂદ ગરીબ લોકોનો જાણે ભગવાન બનીને સામે આવ્યો હતો.

લોકડાઉનમાં સોનૂ સૂદે હજારો મજૂરોને તેમના ઘરે પોહંચાડ્યા હતા. સોનુએ બસ, ટ્રેન અને છેલ્લે તો ફ્લાઇટ દ્વારા પણ મજૂરોને પોતાના વતન પાછા પહોંચાડ્યા હતા. તેણે માત્ર લોકોને પોતાના ઘરે જ નહોતા પહોંચાડ્યા પણ રસ્તામાં તેમના ખાવાપીવાની પણ વ્યવસ્થા કરી હતી. તેવામાં હાલ સોનૂ સૂદ માત્ર ફિલ્મોમાં જ નહીં પણ રિયલ લાઈફમાં પણ હીરો બની ગયો છે અને ચોરે ચૌટે તેના વખાણ સંભળાઈ રહ્યા છે. બધા જ પ્રવાસી મજૂર એક્ટરનો ખૂબ આભાર માની રહ્યા છે. કોઈ તેમને ગરીબોના ભગવાન કહ્યા તો વળી કોઈ તેમને રિયલલાઈફ સુપર હીરો કહે છે. તો વળી કોઈ તેના માટે નોબેલ પુરસ્કારની માંગ કરી રહ્યું છે.

તેમાંના જ એક પ્રવાસી મજૂર છે પ્રશાંત કુમાર તેમણે એક અલગ જ રીતે સોનૂ સૂદનો આભાર માન્યો છે. ઉડીસાના કેન્દ્રપાડામાં રહેનારા પ્રશાંતે હવે એક વેલ્ડિંગ વર્કશોફ ખોલ્યું છે અને તેનું નામ તેમણે સોનૂ સૂદ વેલ્ડિંગ શોપ રાખ્યું છે. સોશલ મિડિયા પર તેમની આ તસ્વીર ખૂબ વાયરલ થઈ રહી છે.

image source

એક ઇન્ટર્વ્યૂમાં પ્રશાંતે જણાવ્યું કે 2 વર્ષથી પ્રશાંત કોચ્ચિ એરપોર્ટની પાસે એક કંપનીમાં પ્લમ્બરનું કામ કરતો હતો. લોકડાઉન દરમિયાન પ્રશાંત સંપૂર્ણ રીતે બેરોજગાર બની ગયો. આ દરમિયાન તેમની પાસેની બચતના રૂપિયા ખલાસ થઈ ગયા. ત્યાર બાદ પ્રશાંતે એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું કે શ્રમિક સ્પેશલ ટ્રેનમાં સીટ નહી મળી શકે. ત્યાર બાદ સોનુએ તેમની મદદ કરી અને 29મી મેના દિવસે સ્પેશલ ફ્લાઇટ દ્વારા તેઓ કેરલથી પોતાના ઉડીસાના ઘરે પહોંચ્યા.

image source

આ વિષે સોનૂ સૂદ જણાવે છે કે ઘરે પાછા પહોંચ્યા બાદ પ્રશાંતે મને દુકાનનું નામ અને મારા ફોટાના ઉપયોગની રજા માંગી હતી. જેની મેં હા પાડી દીધી હતી. મેં ઘણા બધા બ્રાન્ડની એડ કરી છે, પણ આ મારા હૃદયની ખૂબ નજીક હશે. સોનુએ જણાવ્યું કે જ્યારે પણ હું ઉડીસા જઈશ પ્રશાંતની દુકાન પર પણ જઈશ.

image source

થોડા દિવસો પહેલા સોનૂ સૂદે એ પણ જાહેરાત કરી હતી કે તે પોતાના જીવનની સૌથી આકરા સંઘર્ષની વાર્તા એક પુસ્તકમાં ઉતારવા માગે છે. કોરોના વાયરસની મહામારી વચ્ચે બજારો પ્રવાસી મજૂરોની મદદ કરી દેશ આખામાં ચર્ચાનો વિષય બનેલા સોનુ સૂદ હવે પોતાના અનુભવોને એક પુસ્તકનું સ્વરૂપ આપવા માગે છે. પોતાના પુસ્તકમાં સોનૂ લોકોની મદદ કરવા દરમિયાન શું શું મુશ્કેલિઓનો તેમને સામનો કરવો પડ્યો તે પણ લખશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version