Site icon News Gujarat

સોનુ સૂદની ‘ફ્રી કોવિડ હેલ્પ’ કોરોના કાળમાં તમને થશે જોરદાર મદદરૂપ, ઘરે બેઠા મળશે આ તમામ સુવિધાઓ

પ્રાર્થનાની અસર: સોનુ સૂદે લોન્ચ કરી ‘ફ્રી કોવિડ હેલ્પ’, હોમ આઈસોલેશનમાં પણ એક્ટરની મદદ ચાલુ હતી!

સોનુ સૂદ કોરોનામુક્ત થઇ ગયો છે. માત્ર 6 દિવસમાં તેનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે. સોનુએ આ ન્યૂઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. સોનુ ગયા વર્ષના લોકડાઉનથી પ્રવાસીઓ, શ્રમિકો, વિદ્યાર્થીઓ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યો છે. આ બધાના પ્રાર્થનાની અસરે તે અઠવાડિયાંમાં સ્વસ્થ થઇ ગયો. સોનુ સૂદે લોકોને મદદ કરવા ફ્રી કોવિડ 19 હેલ્પલાઈન લોન્ચ કરી છે.

image source

સોનુ સૂદ ગત વર્ષ માર્ચમાં લોકડાઉન લાગ્યા બાદથી લોકોની મદદ કરતા આવ્યા છે. પહેલા પ્રવાસી મજૂરોને તેમના ઘર સુધી પહોંચાડવાનું કામ કર્યુ. એ બાદ તેણે તેમના માટે રોજગારની વ્યવસ્થા કરી. હવે જ્યારે દેશ કોરોના સંકટમાં ફસાયો છે તો સોનુ સુદ ઝડપથી લોકો સુધી મદદ પહોંચાડી રહ્યા છે. આ ક્ષેણીમાં તેમણે ફ્રી કોવિડ 19 હેલ્પલાઈન લોન્ચ કરી છે.

ટ્વીટ કરી જાણકારી આપી

સોનુ સૂદે પોતાના ટ્વીટર હેન્ડલ પર આની જાણકારી આપી છે. ફ્રી કોવિડ હેલ્પ અંતર્ગત કોરોના ટેસ્ટને લઈને ડોક્ટરની સલાહ મફત મેળવી શકાશે. આ માટે સોનુ સૂદ ફાઉન્ડેશન, હીલ વેલ 24 અને Krsnaa ડાયગ્નોસ્ટિક્સ સાથે મળીને કામ કરશે. તેમણે એક વ્હોટ્સએપ નંબર પણ જારી કર્યો છે જેના પર કોવિડ સંબંધી જાણકારી મેળવી શકાશે.

image source

સોનુએ ટ્વીટમાં લખ્યું – તમે આરામ કરો, મને ટેસ્ટ હેન્ડલ કરવા દો. ફ્રી કોવિડ હેલ્પ લોન્ચ.

મુંબઈ પાછા ફર્યા સોનુ સૂદ

મંગળવારની રાતે સોનુ સૂદ બેંગ્લુરુથી મુંબઈ પાછા ફર્યા છે. તેમણે મુંબઈ એરપોર્ટ્સ પર સ્પોર્ટ કરવામાં આવ્યા.

દિવસ રાત લોકોની મદદ કરી રહ્યા છે

મોડી રાતે સોનુએ ટ્વીટ કરી કે અડધી રાતે કોઈ ફોન કર્યા બાદ તમને જરુરીયાત મંદો માટે બેડ મેળવવા માટે સક્ષમ હોવ છો તો કેટલાક લોકો માટે ઓક્સિજન, જેનાથી તેમનો જીવ બચી શકે છે. હું સોગંદ ખાઈને કહ્યુ છુ કે આ 100 કરોડની ફિલ્મનો હિસ્સો બનવા કરતા ઘણું વધારે સંતોષજનક છે. અમે સુઈ નથી શકતા જ્યાં સુધી લોકો હોસ્પિટલની બહાર બેડની રાહ જોઈ રહ્યા છે.

image source

આઈસોલેશનમાં પણ કામ કરતો હતો

સોનુ સૂદ હોમ આઈસોલેશનમાં પણ મદદ માટે સતત એક્ટિવ રહ્યો. તેની ટીમે જરૂરિયાતમંદ લોકોને દવાઓ, બેડ, વેન્ટિલેટર અને ઓક્સિજન મોકલી મદદ કરી.

સ્થિતિ ડરામણી છે


ગયા વર્ષે લોકડાઉન દરમિયાન હજારો પ્રવાસી શ્રમિકોને તેમના ઘર સુધી પહોંચાડનારા સોનુ સૂદે ઈમોશનલ પોસ્ટ કરી હતી. આ વર્ષે તો કોવિડના દર્દીઓ માટે બેડ અને દવાઓ ના પહોંચાડવાને લીધે લાચારી વ્યક્ત કરી છે. શુક્રવારે તેણે સો. મીડિયા પર લખ્યું, મેં સવારથી મારો ફોન મૂક્યો નથી. આખા દેશમાંથી હોસ્પિટલ, બેડ, દવાઓ, ઈન્જેક્શન માટે હજારો કોલ્સ આવી ચૂક્યા છે અને અત્યારસુધી હું ઘણાની મદદ કરી શક્યો નથી. હેલ્પલેસ અનુભવ કરું છું. સ્થિતિ ડરામણી છે. પ્લીઝ, ઘરમાં રહો, માસ્ક પહેરો અને પોતાને સંક્રમણથી બચાવો.

‘આવો મળીને જિંદગી બચાવીએ’


થોડી મિનિટ પછી સોનુએ એક બીજી પોસ્ટ કરી અને લખ્યું, જે કહ્યું, એ કર્યું. હજુ પણ મારું કામ ચાલુ છે. મને વિશ્વાસ છે કે આપણે સાથે મળીને અનેક જીવન બચાવી શકીએ છીએ. આ સમય કોઈને દોષ દેવાનો નહિ, પણ તેમના માટે આગળ આવવાનો છે. જરૂરિયાતમંદ લોકો સુધી મેડિકલ સુવિધા પહોંચાડવાનું કામ કરો. આવો, મળીને જિંદગી બચાવીએ. તમારા માટે હું હંમેશાં અવેલેબલ છું.

સોનુએ ઈન્જેકશન અને સિલિન્ડર મોકલ્યાં

એક્ટરે સોશિયલ મીડિયા પર સ્ટોરી મૂકીને જણાવ્યું, જરૂરિયાતમંદને રેમડેસિવિર અને ઇન્દોરમાં 10 ઓક્સિજન-સિલિન્ડર મોકલ્યાં હતા. આ ઉપરાંત સોનુ સૂદે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરી પરીક્ષાઓ રદ કરાવવાની માગ કરી હતી. સોનુનો આ વીડિયો તે વિદ્યાર્થીઓ માટે લાઈફ સપોર્ટની જેમ સામે આવ્યો હતો. સોનુએ લખ્યું હતું- આ મુશ્કેલ સમયમાં પરીક્ષામાં બેસવા માટે મજબૂર છે તે વિદ્યાર્થીઓને સપોર્ટ કરો. હું બધાને વિનંતી કરું છું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version