Site icon News Gujarat

જાણો એવુ તો શું બન્યું કે સોનુ સૂદે કહ્યું, ‘કાશ મારા માતા-પિતા આ જોવા માટે મારી સાથે હોત’

બોલીવુડ અભિનેતા અને હવે મજૂરોના મસિહા તરીકે જાણીતા સોનુ સૂદ આ દિવસોમાં સતત હેડલાઇન્સમાં રહે છે. કોરોના રોગચાળાથી ત્રસ્ત લોકોની મદદ કરી દરેકના દિલમાં સ્થાન મેળવનાર સોનુ સૂદ આજે તેમની એક ઈમોશનલ પોસ્ટને કારણે ચર્ચામાં છે. હમણાં સુધી દેશભરમાં સોનુ સુદનો આભાર માનવા માટે તેમનું મંદીર બનાવવામાં આવ્યું તો કોઈએ તેમની દુકાનનું નામ એક્ટરના નામ રાખ્યું તો કોઈએ તેમના બાળકોના નામ સોનુ રાખ્યું. પરંતુ તાજેતરમાં જ તેના ચાહકોએ એવું કામ કર્યું છે કે જેનાથી અભિનતા ખૂબ ભાવુક થઈ ગયો.

પ્રો. સરોજ સૂદના નામ પર એક સડકનું નામ રાખવામાં આવ્યું

image source

ખરેખર સોનુ સૂદે તેના પ્રશંસકો સાથે એક મોટી ઉપલબ્ધિ શેર કરી છે. સોનુના વતન પંજાબ મોગામાં, તેમના સ્વર્ગસ્થ માતા પ્રો. સરોજ સૂદના નામ પર એક સડકનું નામ રાખવામાં આવ્યું છે. આ સમાચાર સાંભળીને સોનુ સૂદ ખૂબ જ ખુશ છે. આ માહિતી આપતા તેમણે કેટલીક તસવીરો અને ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. સોનુ સૂદે તેના ઓફિશિયલ ટ્વિટર વોલ પર સોનુ સુદે નામકરણની કેટલીક તસવીરો શેર કરી છે. તેની સાથે કેપ્શનમાં સોનુએ લખ્યું, ‘આ છે અને આ હશે. મારી અત્યાર સુધીની સૌથી મોટી ઉપલબ્ધિ. મોગામાં એક સડક જેનું નામ મારી માતા પ્રો. સરોજ સુદ રોડ. મારી સફળતાનો સાચો રસ્તો. હું તને ખૂબ યાદ કરું છું માં.

કાશ, તે આ બધુ જોવા માટે અહિયા હોત

image source

આ તસવીરો શેર કરતાં સોનુ સૂદે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, ‘એક દ્રશ્ય જે મેં મારા આખા જીવનમાં મારા સ્વપ્નમાં જોયું. આજે મારા વતન શહેર મોગામાં સડકનું નામ મારી માતા પ્રો. સરોજ સૂદ રાખવામાં આવ્યું. આ તે જ રસ્તો છે જેનાથી પોતાની પુરી જીંદગી ઘરથી કોલેજ અને પછી કોલેજથી ઘરની યાત્રા કરી. આ મારી જિંદગીનો સૌથી મહત્વપૂર્ણ હિસ્સો રહેશે. મને વિશ્વાસ છે કે મારા માતા પિતા સ્વર્ગમાં ખુશ થતા હશે. કાશ, તે આ બધુ જોવા માટે અહિયા હોત.

તેલંગાણામાં બનાવવામાં આવ્યું છે એક્ટરનું મંદિર

તમને જણાવી દઈએ કે તેલંગાણાના સિદ્દીપેત જિલ્લામાં આવેલા ડબ્બા ટાંડા ગામના સ્થાનિક લોકોએ સોનુ સુદના માનમાં એક મંદિર બનાવ્યું છે. કોરોના વાયરસ રોગચાળા વચ્ચે સોનુ સૂદ જરૂરિયાતમંદોને મદદ કરીને મસીહા બન્યા હતા. સમાચાર અનુસાર, આ મંદિર બનાવનારા ગ્રુપનો ભાગ રહેલા રમેશ કુમારે કહ્યું કે સુદે દેશના 28 રાજ્યોમાં લોકોને મદદ કરી છે અને રોગચાળાને કારણે લોકડાઉનથી સોનુ સુદ જે રીતે લોકોને મદદ કરી રહ્યો છે, ફક્ત ભારત જ નહીં પરંતુ વિશ્વએ તેને માન્યતા આપી છે.

સોનુ સૂદને મળ્યો હતો એવોર્ડ

તો બીજી તરફ, સોનુ સૂદને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એસડીજી વિશેષ માનવતાવાદી ક્રિયા એવોર્ડ મળ્યો હતો. તેથી ગામ વતી તેમના માટે મંદિર બનાવવાનું નક્કી કર્યું. બોલીવુડ અભિનેતા સોનુ સૂદની ઉદારતાની દરેક જણ પ્રશંસા કરી રહ્યા છે, જે કોરોના રોગચાળા દરમિયાન સ્થળાંતર કરનારાઓને મદદ કરીને ઉભરી આવ્યા છે. તો, તેમના ચાહકોએ તેમને ભગવાનનો દરજ્જો પણ આપ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version