સોનુ સૂદનો આલીશાન બંગલો જોયો છે? લક્ઝુરિયસ ઘરની તસવીરો જોઈને કહેશો- મહેલથી કઈ ઓછું નથી

કોરોનાનો આ કપરો કાળ અને ઉપરથી લોકડાઉનનો માર કદાચ અમીરાત ધરાવતા અમીરોને એટલો કઠિન નથી લાગ્યો. પરંતુ એક ટંકનું ખાઈને બીજા ટંકનું કમાતા લોકો માટે કોરોના ધોળા દિવસે તારા દેખાવા જેવો હતો. કદાચ એના કરતા પણ કપરો ગણી શકાય. સરકારે લાદેલું અચાનક લોકડાઉન ઘણા લોકોને ખાવાના ફાંફા પડે એવું હતું.

image source

લોકો પાસે પોતાના વતન જવા માટે પણ પૈસા નોહતા. ત્યારે મુંબઈમાં સોનુ સૂદ બધા જરૂરિયાત મંદ લોકો માટે જાણે એક ફરિસ્તો થઈને આવ્યો. દેશની ગલી ગલીમાં સોનુ સૂદનું કામ વખણાઈ રહ્યું છે. પરંતુ એ સોનુ સૂદ કેવા ઘરમાં રહે છે અને તેમની રિયલ લાઈક શું છે એના વિશે ખૂબ ઓછા લોકો જાણતા હશે. તો આજે અમે જણાવીશું તેમના ઘર અને રિયલ લાઈફ વિશે.

image source

અભિનેતા સોનુ સૂદનો જન્મ 30 જુલાઈ 1973ના રોજ પંજાબના મોગામાં થયો હતો. સોનુ સૂદ પેહલા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હતા અને ત્યારબાદ બોલિવૂડમાં એન્ટ્રી મારી હતી. એટલે માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ સાઉથની અનેક સુપરહિટ ફિલ્મોમાં સોનુ સૂદ ચમક્યા છે. સાઉથ ફિલ્મથી શરૂઆત કરનાર સોનુ સૂદે બોલિવૂડમાં પણ પોતાનો સિક્કો પડ્યો.

એમણે દબંગ, જોધા અકબર, આશિક બનાયા આપને, સિંઘ ઇઝ કિંગ, એક વિવાહ એસા ભી, આર .. રાજકુમાર, હેપ્પી ન્યૂ યર, સિમ્બા જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. તે ટૂંક સમયમાં અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજનું શૂટિંગ કરશે એવા પણ સમાચાર છે.

image source

આ વાત થઈ એમના ફિલ્મી કરિયર વિશે. પરંતુ તેના લક્ઝુરિયસ ઘર વિશે માહિતી જાણવામાં પણ લોકોને ખૂબ રસ હોય છે. ત્યારે અમે અહીં તમને સોનુ સૂદનું ઘર અંદર અને બહારથી કેવું દેખાય એના ફોટો બતાવીશું.

સોનુનું આ મહેલ જેવું લક્ઝુરિયસ અને આલીશાન ઘર મુંબઇના અંધેરીમાં છે. અંધેરીમાં ઘર લેવા બાબતે સોનુ સૂદ એક વખત ખુલાસો પણ કરી ચૂક્યા છે. સોનુ સૂદે એક ઇન્ટરવ્યૂમાં એવું કહ્યું હતું કે અંધેરીમાં મકાન હોય તો ત્યાંથી બધી વસ્તુઓ અને સુવિધાઓ નજીક થાય છે.

image source

તેના આ ઘરને આર્ક આર્કિટેક દ્વારા સરસ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે જે તમે જોઈ શકો છો. તેમનો આ એપાર્ટમેન્ટ 26 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. સોનુનો આ એપાર્ટમેન્ટ વાસ્તુ ડિઝાઇનરથી સજ્જ છે.

સોનુ સૂદે તેના ઘરનો એન્ટ્રી ગેટ ખૂબ જ કલાત્મક રીતે બનાવવામાં આવ્યો છે. તેમજ લિવિંગ રૂમમાં ઈતાલવી ટ્રાવેર્ટિન ફર્શ છે જ્યારે દિવાલોમાં રેશમ વોલપેપર કંઇક અલગ જ શોભા આપી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સોનુ સુદ અને તેની પત્ની સોનાલીએ ખાસ કરીને ઘરના બધા ફર્નિચરની ડિઝાઇન કરી છે. સાથે જ તેમણે પોતાના ઘરની અનેક બુદ્ધ મૂર્તિઓ પણ શણગારેલી છે, જે તેમણે વિવિધ સ્થળોએથી એકઠી કરી હતી.

image source

ઘરમાં ડાઇનિંગ વિસ્તારની નજીક એક સુંદર મંદિર પણ છે. સોનુ સૂદ પાસે સરસ ઘરની સાથે સાથે ઘણી લક્ઝરી કાર પણ છે. ભારતીય તેહવાર ઉજવવામાં પણ સોનુ સૂદ પાછા પડે એમ નથી. સોનુ દર વર્ષે ગણેશ ચતુર્થી પર બાપ્પાની મૂર્તિ ઘરે લાવે છે અને પરિવાર સાથે પૂજા અર્ચના કરે છે. જો કે આ વખતે કોરોના હોવાના કારણે દર વર્ષની જેમ ધૂમધામથી ઉજવણી કરી શક્યા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત