વુહાનમાં આ દેશના જાસૂસ ગયા અને જાણી લીધા કોરોનાના સીક્રેટ્સ, પછી કર્યા આ 3 કામ

દુનિયાના મોટાભાગના દેશ કોરોના વાયરસની મહામારીથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. દુનિયાભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જેનાથી ધંધા રોજગાર ઠપ્પ થયા છે પરંતુ તેમ છતાં કોરોના કેસ વધુને વધુ સામે આવી રહ્યા છે.

image source

પરંતુ વિશ્વભરના દેશો વચ્ચે એક ચાલાક અને સમજદાર દેશ એવો પણ છે જેણે અગાઉથી જ આ જોખમને જાણી લીધું અને તેને નબળું આંકવાની ભુલ કર્યા વિના જ પોતાના દેશના નાગરિકોને કોઈના ભરોસે રાખ્યા વિના બચાવી લીધા. આ દેશની આબાદી 5.16 કરોડ છે અને તેમાંથી માત્ર 10,000 જેટલા લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. તેમાંથી પણ મોટાભાગના સ્વસ્થ થયા છે.

આ દેશ છે દક્ષિણ કોરિયા. દક્ષિણ કોરિયા સૌથી ચાલાક દેશ એટલે માટે છે કે જ્યારે ચીનમાં કોરોનાના કેસ વધવા લાગ્યા ત્યારથી જ તે સતર્ક થઈ ગયા. તેમણે કોરોના અંગે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને અગાઉ જે નિવેદન આપ્યું હતું તેના પર પણ ભરોસો કર્યો નહીં. તેમને અંદાજ હતો કે ચીનને આંકડા છુપાવવાની આદત છે.

image source

તેથી તેમણે સંક્રમણના સચોટ આંકડા જાણવા માટે પોતાના વૈજ્ઞાનિક જાસૂસોને વુહાન મોકલ્યા હતા. તેમણે કોરોનાને લગતી તમામ જાણકારી મેળવી અને પુષ્ટી કરી લીધી કે આ વાયરસ એક માણસથી બીજા માણસ સુધી ફેલાય છે. એટલે કે આ ભયંકર ચેપી રોગ છે. કોરિયાએ આ તમામ વચ્ચે ટેસ્ટ કીટ અને હોસ્પિટલ સંપૂર્ણ સજ્જ કરી લીધા.

દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસનો પહેલો કેસ 20 ફેબ્રુઆરીએ સામે આવ્યો હતો અને 29 ફેબ્રુઆરીએ સૌથી વધુ કેસ કોરિયામાં નોંધાયા. ત્યારબાદ અહીં કેસ નોંધાવામાં સતત ઘટાડો થવા લાગ્યો.

image source

ઉલ્લેખનીય છે કે દક્ષિણ કોરિયા સરકારએ મોડુ કર્યા વિના જ પોતાની મોટી કંપનીઓને બચાવના ઉપકરણ બનાવવા કહી દીધું. દેશના દરેક નાગરિકને મોબાઈલ એપ વડે જોડી દીધા અને બચાવની જાણકારી શેર કરવા લાગ્યા. આ સાથે જ સંક્રમિત લોકોને ઝડપભેર મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી અને સરકારએ દરેક પોઝીટીવ વ્યક્તિને ટ્રેક કર્યો અને સંભવિત લોકોને પણ સંક્રમણથી બચાવી લીધા.

કોરિયાની સરકારએ 3 મહત્વના મુદ્દા પર કામ કરી અને કોરોનાને માત્ર 20 દિવસમાં કાબૂમાં લીધો અને હવે અહીં સ્થિતિ સામાન્ય થવા જઈ રહી છે.