Site icon News Gujarat

સોયાવડી મન્ચુરિયન – બહારનું મંચુરિયન નહિ પણ હવે ઘરે જ બનાવી આપો આ હેલ્થી સોયાવડી મન્ચુરિયન

સોયાવડી મન્ચુરિયન

સોયાવડી માં ખૂબ જ વિટામિન્સ રહેલા છે.બાળકો થી માંડી ને કોઈ પણ ઉંમરના લોકો માટે સોયાવડી એ ભરપૂર વિટામિન્સ નું સ્ત્રોત છે.સોયાવડી માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે જેમાં આજે હું તમારા માટે સોયાવડી મન્ચુરિયન લાવી છું.

સામગ્રી:-

રીત:-

1:- સૌ પ્રથમ સોયાવડી ને બાફી લો.

2:- સોયાવડી માં દહીં, મેંદો અને લાલ મરચું ઉમેરી 15 મિનિટ માટે મેરીનેટ થવા મુકો.

3:- હવે તેને ગરમ તેલ માં તળી લો.

4:- હવે કઢાઈ માં 2 ચમચી તેલ ગરમ થવા મુકો અને તેમાં લાંબી સમારેલી ડુંગળી અને સિમલા મિર્ચ ઉમેરી સાંતળો.

5:- હવે તેમા આદુ અને લસણ ની પેસ્ટ ઉમેરી બધા સોસ પણ ઉમેરો.

6:- હવે તેમાં કોર્નફ્લોર ની સ્લરી બનાવી ઉમેરો અને સાથે જ સ્વાદ મુજબ મીઠું પણ ઉમેરો અને સોયાવડી પણ ઉમેરી સારી રીતે મિક્સ કરો.

7:- 5 મિનિટ સાંતળી ગેસ બંધ કરો આ એ ઉપર તલ છાંટી ને ગરમ ગરમ સર્વ કરો.

રસોઈની રાણી : જ્યોતિ અડવાણી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version