4 જ વર્ષમાં શરુ થશે સ્પેસ ટૂરિઝમ, જેમાં કોઈપણ વ્યક્તિ બલૂનમાં બેસી કરી શકશે અંતરિક્ષની યાત્રા

અંતરિક્ષ યાત્રીઓને લઈને કે પછી અંતરિક્ષ સંબંધીત કોઈ વાત તમારા ધ્યાનમાં આવે તો વિચાર જરૂરથી આવે કે આ યાત્રામાં શું થતું હોય, કેવું હશે અંતરિક્ષ… આ સિવાય કેટલાક લોકો તો જાતે અંતરિક્ષ યાત્રા કરવાના સપના પણ જોતા હોય છે. આવા જ લોકો માટે ખુશખબર છે કે જો તમને અંતરિક્ષ નજરે જોવાની ઈચ્છા છે તો એ સમય દુર નથી કે તમે વેકેશનમાં અંતરિક્ષની સફરે જતા થશો.

image source

અંતરિક્ષમાં પ્રવાસ કરવાની ઈચ્છા ધરાવતા લોકોની ઈચ્છા વર્ષ 2024થી એટલે કે માત્ર 4 વર્ષ બાદથી પૂરી થશે. અમેરિકામાં એક સ્ટાર્ટ અપ શરુ થયું છે જે સ્પેસ ટૂરિઝમ માટે છે. જેમાં પર્યટકોને એક કેપ્સુલ બલૂનમાં બેસાડી અને અંતરિક્ષની યાત્રા કરાવવામાં આવશે.

આ સ્ટાર્ટઅપમાં કેપ્સુલ બલૂનનું નામ સ્પેસશિપ નેપ્ચ્યુન રાખવામાં આવ્યું છે. આ એક કેપ્સુલ બલૂનમાં 9 લોકો બેસી શકશે. આ યાત્રા માત્ર 6 કલાકની હશે, જેમાં 2 કલાક જેટલો સમય અંતરિક્ષમાં પહોંચવા અને બીજી 2 કલાક પૃથ્વી પર પરત ફરવામાં લાગશે. જ્યારે આ સમય સિવાયની 2 કલાકમાં લોકો વાયુમંડળ, મહાસાગરનો નજારો જોવાનો આનંદ માણી શકશે.

image source

6 કલાકની આ અંતરિક્ષ યાત્રામાં સ્પેસશિપ નેપ્ચ્યુન બલૂન લોકોને 10 હજાર ફૂટની ઊંચાઈ લઈ જશે. આ બલૂનમાં અંતરિક્ષનો નજારો જોવા માટે એક વિશાળ પારદર્શક દિવાલ હશે જેમાંથી લોકો વાયુમંડળને નિહાળી શકશે. આ બલૂન મહાસાગરની આસપાસ ભ્રમણ કરશે.

લોકોને 6 કલાકમાં અંતરિક્ષની સફર કરાવવાના સ્ટાર્ટ અપનો વિચાર જેન પોઈન્ટર અને ટેબર મેક્લમ નામના વ્યક્તિઓને આવ્યો હતો. તેમણે પહેલા આ સ્ટાર્ટ અપનું નામ ગત વર્ષે વર્લ્ડ વ્યૂ રાખ્યું હતું. જેમાં સેન્સરની મદદથી અંતરિક્ષની તસવીરો લેવાનું કામ કરવામાં આવતું હતું. આ સેન્સરને વાયુમંડળમાં જતા બલૂનમમાં અટેચ કરવામાં આવતા હતા. આ જ સ્ટાર્ટ અપ પરથી તેમને સ્પેસશિપ નેપ્ચ્યુનને કાર્યરત કરવાનો વિચાર આવ્યો.

image source

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પ્રથમવાર છે કે કંપની લોકોને મોકલવા માટે બલૂન તૈયાર કરી રહી છે. આ યાત્રા એકદમ સુરક્ષિત અને આરામદાયક રહે તેની તકેદારી રાખવામાં આવશે. લોકોને એવો જ અનુભવ થશે કે તે પ્લેનમાં બેસીને મુસાફરી કરી રહ્યા છે. ખાસ વાત એ છે તેમાં બેસવા માટે કોઈ પ્રકારના કપડા પણ પહેરવા નહીં પડે.

image source

આ બલૂનને ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટર ખાતેથી છોડવામમાં આવશે અને તેનું ઉત્તરાણ અટલાન્ટિક મહાસાગર પર રહેલી એક શિપમાં થશે. આ પ્રોજેક્ટનું ટ્રાયલ વર્ષ 2023માં શરૂ કરવામાં આવશે અને વર્ષ 2024માં કેપ્સુલ યાત્રીકોને લઈ જવા તૈયાર કરી દેવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત