Site icon News Gujarat

શું તમે જાણો છો આ સ્પેસ સેનેટાઇઝર વિશે? જે વાયરસને એક જ કલાકમાં કરી દેશે નાશ

ગુજરાતમાં આવેલ ઇન્કયુબેટર સેન્ટર iCreat ની સહાયથી કાનપુરના ઓન્ટ્રપ્રીન્ર્સ સ્પેસ સેનેટાઈઝર બનાવવામાં આવ્યું છે. આમાં નેગેટીવ આયર્નનો ઉપયોગ કરીને હવા માંથી વાયરસને સમાપ્ત કરે છે. આ સ્પેસ સેનેટાઈઝર ખાસ કરીને બંધિયાર જગ્યાઓ જેવી કે, ઘર, ઓફીસ અને બીજી અન્ય કામકાજના સ્થાનો પર હવામાં રહેલ વાયરસને દુર કરે છે.

image source

આ ડિવાઈસ એક LED બલ્બ જેવું જોવા મળે છે. ઉપરાંત આ ડિવાઈસ એક કલાકમાં જ રૂમની અંદરની હવાને સાફ કરી નાખે છે. આ ડિવાઈસને એક બલ્બની જેમ ઉપયોગ કરી શકાય છે. ઉપરાંત આ ડિવાઈસને ચલાવવા માટે પાંચ વોટ કરતા પણ ઓછી વીજળીની જરૂરિયાત પડે છે. આ ડિવાઈસને બલ્બના સોકેટમાં ભરાવીને ઉપયોગ કરી શકાય છે. આ ડિવાઈસનો વધારે ઉપયોગ કરવાથી પણ તેની કોઈ આડઅસર થતી નથી.

image source

નેગેટીવ એર આયર્ન સ્પેસ સેનેટાઈઝરનો ઉપયોગ કરવાથી હવા દ્વારા ફેલાતા વાયરસના વાહક બનેલ તત્વોને સમાપ્ત કરીને હવાને શુદ્ધ કરવાનો વિચાર આશિષ કનૌજિયાના દિમાગમાં વિચાર આવ્યો હતો. આશિષ કનૌજિયાએ ઓછી કિમતમાં ઉપલબ્ધ ઘરમાં ઉપયોગમાં લેવાતા LED બલ્બમાં આ સીસ્ટમ ફીટ કરવામાં આવી છે. આ સિસ્ટમને LED બલ્બમાં ફીટ કરીને દરેક સામાન્ય વ્યક્તિઓ સુધી આ સુવિધા પહોચાડવાના ઉદ્દેશથી LED બલ્બમાં ફીટ કરવામાં આવી છે. મોટાભાગે બંધ રૂમમાં કામ કરવાની જગ્યાએ એકસાથે વધારે વ્યક્તિઓ રહેતા હોવાથી ભારતમાં આવા ઘણા બધા કોવિડ- 19ના હોટસ્પોટ બની ગયા છે.

image source

લોકડાઉનના આવા કઠીન સમયમાં પણ યંગ સાઈનટીસ્ટસ નવનીત પાલ અને અંકિત શર્માએ આ સ્પેસ સેનેટાઈઝર પ્રોડક્ટ વિકસાવવાનું શરુ કરી દીધું. આ કામમાં iCreatની ટીમે લોકડાઉનના સમયમાં પણ ઘરે રહીને મદદ કરી છે. વૈજ્ઞાનિક નવનીત પાલ આ ડિવાઈસ વિષે વાત કરતા જણાવે છે કે, ‘આ ડિવાઈસની કીમત બે હજાર રૂપિયા જેટલી નક્કી કરવામાં આવી છે પણ આ ડિવાઈસને રૂમની સાઈઝ પ્રમાણે બદલી શકાય છે. ઉપરાંત આ સ્પેસ સેનેટાઈઝર હવે અન્ય ઈ- કોમર્સ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવાનો પણ ધ્યેય છે.’

ICreat ટીમના સભ્ય અનુપમ જલોટે જણાવે છે કે, ‘આશિષ અને નવનીત કૌરએ વિજ્ઞાનની મદદથી ખુબ જ ઝડપથી લોકના ઉપયોગમાં લઈ શકાય તેવું ડિવાઈસ વિકસાવ્યું છે. આ ડિવાઈસ ખુબ જ અસરકારક કામગીરી કરે છે. દેશની દરેક સામાન્ય વ્યક્તિઓ વસાવીને ઉપયોગમાં લેવામાં સરળતા રહે તેના માટે ખુબ જ સારું અને મહત્વનું ઇનોવેશન કર્યું છે.’

image source

એક કહેવત આ કામને યોગ્ય રીતે સાર્થક કરે છે.: ‘જરૂરિયાત જ શોધની જનની હોય છે.’ અત્યારની પરિસ્થિતિમાં જ્યાં આખી દુનિયામાં કોરોના વાયરસ હવા મારફતે ફેલાઈ રહ્યો છે ત્યારે આ બંને વૈજ્ઞાનિકો નવનીત પાલ અને અંકિત શર્મા દ્વારા એવું ડિવાઈસ વિકસાવવામાં આવ્યું છે જે એક કલાકમાં એક બંધિયાર રૂમની હવા માંથી વાયરસ સમાપ્ત કરી દે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version