આ સાપ સ્પર્શ કર્યા વગર જ કરી શકે છે શિકાર, જાણો વિશ્વના 5 સૌથી ખતરનાક અને ઝેરીલા સાપો વિશે

સાપનું નામ સાંભળીને જ ઘણા ખરા લોકોને ઝણઝણાટી છૂટી જાય છે. કારણ કે સાપ એ ધરતી પરના સૌથી ખતરનાક જીવો પૈકી એક ગણાય છે. આમ તો વિશ્વ આખામાં સાપોની 2500 – 3000 જેટલી પ્રજાતિઓ વસે છે પરંતુ આ પૈકી અમુક પ્રજાતિઓ જ જીવલેણ રીતે ઝેરીલી છે. ભારત દેશમાં ઝેરીલી હોય તેવી સાપોની 69 જાતો ઓળખાઇ ચુકી છે. જે પૈકી 29 સમુદ્રી સાપો અને 40 સ્થલિય એટલે કે જમીન પર ચાલતા સાપોની પ્રજાતિ છે.

image source

આજના આ આર્ટિકલમાં અમે તમને આવી જ અમુક સાપોની પ્રજાતિઓ વિશે જણાવવાના છીએ કે જે પ્રજાતિના સાપો જો માણસને ડંસી લે તો માણસ મૃત્યુ સુધી પણ પહોંચી જાય છે.

ઇંગ્લેન્ડ તાઈપન

ઇંગ્લેન્ડ તાઈપન જમીન પર રહેતા સાપો પૈકી એક પ્રજાતિના સાપ છે જે અત્યંત ઝેરીલા પણ છે. આ સાપના માત્ર એક ડંખમાં 100 મિલિગ્રામ સુધી ઝેર હોય છે અને આ ડંખ માણસ માટે એટલો ઝેરીલો છે કે તે પળવારમાં 100 માણસોને મારી નાખવા માટે પૂરતું છે. આ સાપનું ઝેર કોબ્રા સાપની સરખામણીએ 50 ગણું વધારે ખતરનાક છે.

image source

બ્લેક મામ્બા

આફ્રિકામાં જોવા મળતા બ્લેક મામ્બા સાપ ધરતી પરના સૌથી ઝડપથી ચાલતા સાપ ગણાય છે. તે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી શિકારનો પીછો કરી શકે છે. આમ તો બ્લેક મામ્બા સાપનું માત્ર એક મિલિગ્રામ ઝેર પણ સામાન્ય માણસને મારી નાખવા માટે પૂરતું છે. પરંતુ આ સાપ જ્યારે કોઈ પર હુમલો કરે ત્યારે તેને સતત 10 થી 12 વખત કરડે છે અને લગભગ 400 મિલિગ્રામ જેટલું ઝેર તેના શરીરમાં છોડે છે.

image source

ઇસ્ટર્ન બ્રાઉન સ્નેક

આ પ્રજાતિના સાપ ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે અને આ સાપ પણ ઝેરીલા સાપો પૈકી ગણાય છે. કહેવાય છે કે આ સાપના ઝેરનો 14000 મો ભાગ પણ કોઈ માણસના મૃત્યુ નિપજવા માટે પૂરતો છે.

image source

સી સ્નેક (સમુદ્રી સાપ)

સી સ્નેક અથવા સમુદ્રી સાપ દક્ષિણ પૂર્વ એશિયા અને ઉત્તરી ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. આ સાપ પણ વિશ્વના સૌથી ખતરનાક સાપ પૈકી એક છે. એવું કહેવાય છે કે આ સાપના ઝેરની અમુક મિલિગ્રામ ટીપાં જ 1000 માણસોને મોતની ઊંઘ સુવડાવી દેવા પૂરતા છે. જો કે આ સાપ સમુદ્રમાં જ રહે છે આ કારણે સામાન્ય માણસોને તેના કરડવાના કિસ્સા નહિવત જ બને છે પરંતુ માછલી પકડવાનું કામ કરતા માછીમારો તેનો શિકાર બની જાય છે.

image source

ફિલિપીની કોબરા

આમ તો કોબ્રા સાપની મોટાભાગની પ્રજાતિઓ ઝેરીલી જ હોય છે પરંતુ ફિલિપીની કોબરામાં જેટલું ઝેર ભરેલું હોય છે એટલું ઝેર અન્ય પ્રજાતિમાં નથી હોતું. આ સાપની સૌથી મોટી વિશેષતા એ છે કે તે શિકારને ડંખ માર્યા વિના જ તેનો શિકાર કરે છે એટલે કે તે શિકારને ડંખ નથી મારતો પણ દુરથી જ શિકાર પર ઝેર થૂંકે છે. વળી, તેનું ઝેર ન્યુરો ટોક્સિક હોય છે જે સીધું જ હદય અને શ્વાસ પર અસર કરે છે.

image source

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત