આ ડુપ્લીકેટ સ્પાઇડર મેન રિયલ સ્પાઇડર મેન કરતા કરે છે આ જબરજસ્ત કામ, પૂરી વિગત જાણશો તો ચોંકી જશો તમે પણ
તમે સ્પાઇડર મેન મુવી તો જોયું જ હશે ન જોયું હોય તેવી શકયતા બહુ ઓછી છે તેનું કારણ આ મુવીનો ખાસ સુપર શક્તિ ધરાવતો હીરો અને તેનું ભલાઈ અને માનવતાવાદી કાર્યો દરેક વયનાં માણસોનું દિલ જીતી લે છે.

એ મુવી એટલી લોકપ્રિય બની હતી કે તેના ક્રમશ અન્ય ભાગો પણ રિલીઝ થયા હતા. જો તમે આ મુવી જોવાનું ચુકી ગયા હોય અને હજુ સુધી આ મુવી ન જોયું હોય તો તાત્કાલિક જોઈ લેશો. ખૂબ મજા આવશે.

ખેર, અહીં આપણે સ્પાઇડર મેન મુવી કે તેના સુપર હીરો પીટર પાર્કર વિશે વધુ વાત નથી કરવાના પરંતુ એક ડુપ્લીકેટ સ્પાઇડર મેનની ઓરિજીનલ પર્યાવરણ સેવા વિશે વાત કરવાના છીએ. જેનું કામ જોઈ સૌ કોઈ તેની પ્રશંશા કરી રહ્યા છે અને વિશ્વભરમાં તેની અલગ ઓળખ ઉભી થઇ રહી છે. તો ક્યાં રહે છે એ ડુપ્લીકેટ સ્પાઇડર મેન અને કયું છે એ કાર્ય જે એ કરી રહ્યો છે ? આવો વિસ્તારથી જાણીએ.

આ ડુપ્લીકેટ સ્પાઇડર મેન ઇન્ડોનેશિયા દેશનો છે અને તેનું નામ રૂડી હાર્ટોનો છે. 36 વર્ષનો રૂડી આમ તો આપણા સૌની જેમ એક સામાન્ય માણસ જ છે અને તેની પાસે રિયલ સ્પાઇડર મેન જેવી કોઈ શક્તિ પણ નથી.

હા, તેને પર્યાવરણની ચિંતા છે એટલે તે સ્પાઇડર મેનનો કોસ્ટયુમ પહેરી દરીયા કિનારે પહોંચી જાય છે અને ત્યાં કચરો સાફ કરવા લાગે છે. લોકોને રૂડીનું આ કામ બહુ પસંદ આવી રહ્યું છે અને તેઓ આ ડુપ્લીકેટ સ્પાઇડર મેન એટલે કે રૂડી હાર્ટોનોની સરાહના કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે રૂડી હાર્ટોનો એક કાફેમાં કામ કરે છે અને સાંજે સાત વાગ્યા બાદ તેનું કામ શરૂ થાય છે પણ કાફેમાં જતા પહેલા તે દરીયા કિનારે જઈ પોતાના હાથે સફાઈ કાર્ય હાથ ધરી પર્યાવરણની સેવા કરે છે.

જો કે આ પહેલા પણ રૂડી હાર્ટોનો સફાઈ કાર્ય કરતો હતો પણ કોઈ તેની તરફ ધ્યાન આપતું નહોતું જેથી તે લોકોને સફાઈ કરવા પ્રેરિત કરી શકતો નહોતો. આથી રૂડીએ સ્પાઇડર મેનનો કોસ્ટયુમ પહેરી આ કામ કરવાનો નિર્ણય કર્યો.