ફાટેલા દૂધમાંથી નિકળેલા પાણીનો આ રીતે ખાસ કરો ઉપયોગ, છે બહુ ગુણકારી

જો ગરમ દૂધ ફાટી જાય તો ચિંતા કરવાની જરૂર નથી, સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી હોય છે ફાટેલુ દૂધ

image source

હાલમાં ચોમાસામાં વાતાવરણમાં બદલાવ સામાન્ય ગણાય છે. વરસાદ પડે ત્યારે ઠંડક હોય છે, પણ ત્યારબાદ બફારો અને ગરમી પણ હોય છે. આવા સમયે દૂધ ફાટવાની સંભાવના વધારે રહે છે. ઘણી વાર દુધને સ્ટોર કરવામાં આપણે કરેલી ભૂલોના કારણે પણ એવું બનતું હોય છે.

જો કે મોટા ભાગે દુધને ફાટી ગયા પછી આપનેણે ફેંકી દેતા હોઈએ છીએ, પણ વાસ્તવમાં દૂધ ફાટ્યા પછી પણ સ્વસ્થ્ય માટે એટલું જ ફાયદાકારક હોય છે. એનો ઉપયોગ પણ ઘણી રીતે કરી શકાય છે. આવો આજે અમે આપને જણાવીએ કે ફાટેલા દુધને ક્યાં પ્રકારે ઉપયોગમાં લઇ શકાય.

image source

પનીર બનાવવા માટે

શું તમે જાણો છો કે પનીરને ફાટેલા દૂધમાંથી પણ બનાવી શકાય છે. ફાટેલા દૂધમાંથી પનીર બનાવ્યા પછી પણ એમાં પાણી વધે છે. જેને ખરાબ સમજીને લોકો ફેંકી દેતા હોય છે. આ પાણી પણ સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. આ પાણીનો ઉપયોગ તમે ઘણી રીતે કરી શકો છો. જાણો આ પાણી કેવી રીતે ઉપયોગી છે.

લોટ બાંધવા માટે

image source

ફાટી ગયેલા દુધના પાણીનો ઉપયોગ તમે લોટ બાંધવા માટે કરી શકો છો. આ પાણીના ઉપયોગથી રોટલીઓ ખુબ જ નરમ અને મુલાયમ બને છે. સાથે જ રોટલીનો સ્વાદ પણ વધે છે. ફાટેલા દુધના પાણી દ્વાર બનેલી રોટલી સ્વાસ્થ્ય માટે પણ ઘણી લાભકારી હોય છે.

રસોઈમાં શાકભાજી બનાવવા માટે

image source

ફાટી ગયેલા દુધના પાણીનો ઉપયોગ તમે શાક બનાવવા માટે પણ કરી શકો છો. આ પાણીની મદદથી તૈયાર કરાયેલ શાકભાજીની ગ્રેવી ખુબ જ સ્વાદિષ્ટ બને છે અને શાકના સ્વાદમાં પણ વધારો થાય છે.

પોષણ યુક્ત જ્યુસ બનાવવા માટે

image source

ફાટી ગયેલા દુધના પાણીનો ઉપયોગ તમે જ્યુસ બનાવવા માટે કરી શકો છો. કોઈ પણ જ્યુસને સારો અને પોષણથી ભરપુર બનાવવા માટે ફાટેલા દૂધના પાણીનો ઉપયોગ કરી શકાય છે.

ભાત બનાવવા માટે

image source

ફાટેલા દૂધમાંથી વધતા પાણીનો ઉપયોગ ભાત બનાવવા માટે પણ કરી શકાય છે. આ પાણીના ઉપયોગથી ચોખાનો સ્વાદ પણ વધી જશે.

નૂડલ્સ અને પાસ્તા બનાવવા માટે

ફાટેલા દુધનો ઉપયોગ તમે નૂડલ્સ અને પાસ્તા બનાવવા માટે પણ કરી શકો છો. જો તમારે એમાં પાણી ઓછું પડતું હોય તો એમાં આ પાણી સિવાય સાદા પાણી સાથે પણ એને મિક્સ કરી શકાય છે.

image source

સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી હોય છે

સ્નાયુઓ માટે

ફાટેલા દૂધના પાણીમાં પ્રોટીન અને લેક્ટિક એસિડનું પ્રમાણ ઘણી વધારે માત્રામાં હોય છે, આ પાણી તામ્ર સ્નાયુઓને મજબુત બનાવવામાં ખુબ જ લાભદાયક હોય છે.

ત્વચા અને વાળ માટે

image source

ફાટેલા દૂધના પાણીમાં અનેક પ્રકારના બેક્ટેરિયા હોય છે જે આપણા શરીર માટે ઉપયોગી હોય છે. આ પાણીનો ઉપયોગ તમે ચામડી અને વાળોને ધોવા માટે પણ કરી શકો છો. આ પાણીનો ઉપયોગ કરવાથી સ્કીનમાં ચમક આવે છે અને વાળ પણ મજબુત બને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત