લોકડાઉનમાં બંધ કરેલી ST બસ સેવા ઝોન મુજબ ફરીથી આજથી થશે શરૂ, શું રહેશે નિયમો જાણો તમે પણ
આજથી ઝોન મુજબ દોડતી થશે ST બસ સેવાઓ, શું રહેશે નિયમો, જાણો વિગતો

ધીમે ધીમે સમગ્ર દેશમાં લોકડાઉનના નિયમોને હળવા કરવામાં આવી રહ્યા છે. અને તેની પાછળ અર્થતંત્રને બેઠુ કરવાનો આશય છે. બે દિવસ પહેલાં સમગ્ર રાજ્યમાં ધંધા રોજગારને છૂટ આપવામાં આવી છે જો કે તેમાં કન્ટેઇનમેન્ટ ઝોનનો સમાવેશ થતો નથી અને રાજ્યના બે મોટા શહેરો અમદાવાદ અને સુરત પર કેટલીક શરતો હજુ પણ કડક રીતે ચાલુ જ રાખવામાં આવી છે.
પણ ગઈ કાલે રાજ્ય સરકાર તરફથી એક મહત્ત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો જે હતો આંતરજિલ્લા વાહનવ્યવહાર વિષેનો. જેમાં કોઈ પણ જાતના પાસ વગર મર્યાદીત મુસાફરોની સાથે એક જિલ્લાથી બીજા જિલ્લામાં લોકોને આવવા જવાની છૂટ આપવામાં આવી છે.

હવે ST બસ સેવાઓને લઈને મહત્ત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરાતમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ અમદાવાદ અને સુરત સિવાયના તમામ જિલ્લાઓમાં એસટી બસ સેવાને શરૂ કરવાનો આદેશ આપ્યો છે. અને આજથી એસટી બસ સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે. જેના 4827 રૂટ શરૂ કરવામાં આવશે.
આજ સવારના 8 વાગ્યાથી સમગ્ર રાજ્યમાં એસટી બસ ફરી એકવાર દોડતી કરવામાં આવશે. ગાંધીનગર ખાતે અધિકારીઓ તેમજ મંત્રીઓની મહત્ત્વની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે જેમાં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના બધા જ વિસ્તારોમાં એસટી બસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને આ બાબતે વિભાગિય નિયામકોને તેમની જવાબદારી સોંપી દેવામાં આવી છે.

શરૂઆતના તબક્કામાં 4827 રૂટ પર એસટી બસ સેવાઓએ શરૂ કરવામાં આવી રહી છે. આ નિર્ણયને તાત્કાલિક અસરથી ધ્યાનમાં લઈને 24 ડિવિઝનના ડિવિઝનલ અધિકારીઓને આ બાબતે જવાબદારી આપવામાં આવી છે. એસટી નિગમ દ્વારા સવારના 8થી સાંજના 6 વાગ્યા સુધી સંચાલનનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નિગમ દ્વારા 1145 શેડ્યુલ અને 7033 ટ્રીપના સંચાલનનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
જિલ્લાની સરહદમાં તાલુકાથી તાલુકા અને તાલુકાથી જિલ્લા મથક સુધીનું સંચાલન નિગમ દ્વારા કરવામાં આવશે. તેમજ આ સાથેના પત્રક પ્રમાણે નક્કી કરવામાં આવેલા ઝોનની સીમામાં તે ઝોનના જિલ્લાઓને જોડતું સંચાલનનું પણ આયોજવ કરવામાં આવ્યું છે. જો કે આ છૂટની પહેલી શરત એ રહેશે કે કોઈ પણ રૂટ કન્ટેઇનમેન્ટ વિસ્તારમાંથી પસાર થઈ શકશે નહીં.
મુસાફરો માટે આપવામાં આવ્યા છે આ ખાસ સૂચન

મુસાફરો પાસે એવી પણ અપેક્ષા રાખવામાં આવી રહી છે કે તેઓ બને ત્યાં સુધી ઇ-ટીકીટ કે મોબાઈલ ટીકીટ દ્વારા જ મુસાફરી કરે. જો કે તેમ છતાં જે મુસાફરો ઓનલાઈન ટીકીટ ખરીદવાને સક્ષમ નથી તેઓ બસસ્ટેન્ડ પરના કાઉન્ટર પરથી સોશિયલ ડિસ્ટન્સિંગને અનુસરીને ટીકીટ ખરીદી શકે છે. તેમજ બસ કન્ડક્ટર પાસેથી પણ રોકડા નાણા ચૂકવીને ટીકીટ ખરીદી શકે છે. મુસાફરોને એવું પણ સૂચન આપવામાં આવ્યું છે કે તેઓએ બસ ઉપડવાના સમય પહેલાં 30 મિનિટે બસસ્ટેન્ડ પર હાજર થવાનું રહેશે.
શરૂઆતના ધોરણે હાલ બસમાં માત્ર 60 ટકા મુસાફરો જ બેસાડવામાં આવશે. જ્યારે દરેક બસ ટ્રીપ પૂર્ણ થયા બાદ તેને સંપૂર્ણ રીતે સેનેટાઇઝ કરવામાં આવશે અને ત્યાર બાદ જ બીજી ટ્રીપ શરૂ કરવામાં આવશે. તેમજ બસ ડેપોમાં તેવી જ વ્યક્તિઓ પ્રવેશી શકશે જેઓએ માસ્ક પહેરેલું હશે. આ ઉપરાંત બસ સ્ટેન્ડમાં પ્રવેશતી વખતે મુસાફરોનું ટેમ્પ્રેચર પણ ચેક કરવામાં આવશે. અને જેમને વાયરસના કોઈ જ લક્ષણ નહીં હોય તેમને જ પ્રવેશ આપવામાં આવશે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન પણ રાખવું ફરજિયાત રહેશે.

તેમજ મુસાફરોને તેમના હાથ સેનિટાઇઝરથી સ્વચ્છ કર્યા બાદ જ બસમાં પ્રવેશવા દેવામાં આવશે. બસમાં મુસાફરોએ ચડતી, બેસતી તેમજ ઉતરતી વખતે સોશિયલ ડિસ્ટન્સીંગનું ધ્યાન રાખવાનું રહેશે.
હાલ અમદાવાદમાં જે રીતે વાયરસના નવા કેસીસ સામે આવી રહ્યા છે તેને ધ્યાનમાં લઈને નિર્ણય લેવામાં આવ્યો છે કે અમદાવાદ સિવાયના જિલ્લાઓમાં નિગમના સામાન્ય સંચાલનના ભાગરૂપે જ બસોનું સંચાલન કરવામાં આવશે. ગાંધીનગર શહેરથી અમદાવાદ શહેર વચ્ચેની બસ સેવા બંધ રાખવામાં આવેલ છે. જો કે રાજ્યો રાજ્યો વચ્ચેની બસ સેવાને હાલ સંપૂર્ણ રીતે બંધ જ રાખવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાઓ એટલે કે સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન વિગેરે નિયમોની યાદી બસ સ્ટેન્ડ તેમજ કંટ્રોલ પોઇન્ટ પર પબ્લીશ કરી અને જાહેર જનતાને અપિલ કરવાની સૂચના આપવામાં આવેલ છે. તેમજ નિગમના મેનેજમેન્ટ સ્ટાફ માટે આરોગ્યની રીતે પુરતી તેમજ પર્યાપ્ત સંભાળ લેવામાં આવે તે પ્રકારનું આયોજન કવરામાં આવેલ છે.

ગુજરાત સરકારની માર્ગદર્શિકા પ્રમણે નિગમ દ્વારા તબક્કાવાર સંચાલનનું વિસ્તૃતિકરણ પણ કરવામાં આવશે. ચાલો તમને ઝોનની માહિતી આપી દઈએ.
(1) ઉત્તર ઝોન– બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર.
(2) મધ્ય ઝોન – ખેડા, પંચમહાલ, મહીસાગર, વડોદરા, દાહોદ, આણંદ, છોટા ઉદેપુર.
(3) દક્ષિણ ઝોન – સુરત, વલસાડ, તાપી, ડાંગ, ભરુચ, નવસારી, નર્મદા.
(4) સૌરાષ્ટ્ર ઝોન – રાજકોટ, મોરબી, જુનાગઢ, પોરબંદર, બોટાદ, ભાવનગર, અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ,
(5) કચ્છ ઝોન – ભુજથી ઉત્તર ઝોન અને સૌરાષ્ટ્ર ઝોનના મુખ્ય શહેરને જોડતી બસોનું સંચાલન કરવામાં આવશે.

ખાસ નોંધઃ ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે ચાલતી સચિવાલયની બસ સેવાઓ હાલના સમયે બંધ રાખવામાં આવેલ છે.
હવે જાણી લો કે કયા કયા બસ રૂટ પર એસટી બસો દોડાવવામાં આવશે.
અહીં દર્શાવેલ બસ રૂટ પર ST બસો દોડાવવામાં આવશે.
મધ્યઝોન
ગોધરાથી વડોદરા

છોડા ઉદેપુરથી ઝાલોદ
ખંભાતથી દાહોદ
ખેડાથી દાહોદ
આણંદથી દાહોદ
સૌરાષ્ટ્ર ઝોન
ભુજથી રાજકોટ
દ્વારકાથી રાજકોટ

ભાવગનરથી રાજકોટ
જામનગરથી રાજકોટ
સુરેન્દ્રનગરથી જૂનાગઢ
અમરેલીથી બોટાદ
અમરેલીથી વેરાવળ
ઉત્તર ગુજરાત ઝોન

રાધનપુરથી હિંમતનગર
થરાદથી હિંમતનગર
મોડાસાથી પાટણ
બેચરાજીથી ખેડબ્રહ્મા
દક્ષિણ ઝોન
વાપીથી અંક્લેશ્વર

સોનગઢથી સુરત
રાજપીપળાથી ધરમપુર
સુરતથી વલસાડ
આહવાથી ભરૂચ
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત