સ્ટફ્ડ વડા પાવ – વડાપાંવ તો તમે ખાતા જ હશો પણ હવે બનાવો સ્ટફ કરીને વડાપાંવ અને જુઓ તેનો ટેસ્ટ…

સ્ટફ્ડ વડા પાવ

વડા પાવ બોમ્બે નું સ્ટ્રીટ ફૂડ છે બધા લોક પ્રિય છે. આજે મે અહીં પાવ સ્ટફ્ડ કરી ને બનાવ્યું છે એક દમ સરળ પડે છે અહીં આપણે પાવ બનાવા ની ભી રેસીપી જોઈશું, ઘરે જલ્દી બહાર કરતા ભી સોફ્ટ પાવ બને છે જૈન લોકો આ પાવ ઘરે બનાવી શકો છો બટાકા વડા ની જગ્યાએ કેળા વડા યુઝ કરવા ના આ પાવ તમે ગેસ પર ભી બનવી શકો એન્ડ ઓવન માં ભી બની શકે છે

સામગ્રી.

    • 1 1/2 કપ મૈંદા
    • 1/2 કપ ઘઉં નો લોટ
    • 2 સ્પૂન મિલ્ક પાવડર
    • 2 સ્પૂન ડ્રાય ઈસ્ટ
    • 1 કપ મિલ્ક
    • 1 સ્પૂન ખાંડ
    • 1 સ્પૂન મીઠું
    • 3 સ્પૂન ઓઇલ

આલુ સ્ટફ્ડ માટે

  • 4 બોઈલ બટાકા
  • 2 સ્પૂન આદુ, મરચાં એન્ડ લસણ પેસ્ટ
  • 2 સ્પૂન ઓઇલ
  • 1 સ્પૂન આમચૂર પાવડર
  • 1 સ્પૂન મીઠું
  • 1/2 સ્પૂન રાઈ
  • 1/2 સ્પૂન કોથમીર
  • 1/2 કપ દાડમ.
  • 1સ્પૂન ચણા દાળ
  • 1 સ્પૂન ગરમ મસાલો

રીત

પાવ માટે.

મિલ્ક ને નવસેકું ગરમ કરો તેમાં ખાંડ નાખો તેને હલાવી દો પછી તેમાં ડ્રાય ઈસ્ટ નાખી દો હલાવી ને 10 મિનિટ રેવા દો પછી મૈંદા , ઘઉં નો લોટ, મીઠું એન્ડ મિલ્ક પાવડર મિક્ષ કરી લો

હવે યીસ્ટ ફોરમેટ થઇ ગયી હશે. હવે તેમાં ધીમે ધીમે મૈંદા વાળો મિક્ષ લોટ નાખો, તેને પ્રોપર મિક્ષ કરો . હવે તેને 5 મિનિટ માટે મસળો , પ્રોપર મિક્ષ થઇ જાય. પછી ઓઇલ નાખી ને 2 મિનિટ માટે મસળો હવે. તેને 2 કલાક માટે ફોરમેટ કરવા મૂકી દો.

હવે સ્ટફ્ડ રેડી કરો બોઈલ બટાકા માં એક પેન મા ઓઇલ ગરમ કરો તેમાં રાઈ , લીંબડો એન્ડ ચણા દાળ નાખો, આ વઘાર બટાકા મા નાખો

હવે તેમાં આદુ મરચા ની પેસ્ટ નાખો, બધા મસાલો કરો. લાસ્ટ મા કોથમીર એન્ડ દાડમ નાખો રેડી છે બટાકા સ્ટફ્ડ

હવે પાવ લોટ 2 કલાક થઇ ગયા છે તેમાં હાથ મા લો 2 મિનિટ માટે મસળો. હવે નાની રોટલી જેવી હાથ થી કરો તેમાં બટકા સ્ટફ્ડ ભરો.
તેને બંધ કરી દો એક પછી એક પાવ આવી રીતે રેડી કરો.

હવે તેને 30 મિનિટ રેસ્ટ આપો

પછી તેને 5 મિનિટ ગરમ કરેલા ઓવન મા 20 મિનિટ માટે બેક કરો. 180’0 ડિગ્રી પર

આ પાવ ગેસ પર ભી એક પેન મા મીઠું નાખી ને 20 મિનિટ બેક કરી શકય છે

હવે સ્ટફ્ડ પાવ રેડી છે. તેને ઉપર garlic ચટણી નાખી ને સર્વે કરો

રસોઈની રાણી : એકતા મોદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.