લોકડાઉનમાં આ બિઝનેસ કરીને કરો લાખો રૂપિયાની કમાણી…

નોકરીની ચિંતા છોડીને લૉકડાઉનમાં શરૂ કરો આ બિઝનેસ કરીને કમાવો લાખો રૂપિયા

કોરોના વાયરસની આ સ્થિતિમાં લૉકડાઉન ખુલ્યા પછી પણ અવારનવાર લોકોએ સંભવિત સમયે પોતાની બિલ્ડિંગ, ગાડી, ઑફિસ સહિતની તમામ વસ્તુઓને સેનિટાઇઝ કરતા રહેવું પડશે. ત્યાં સુધી જ્યાં સુધી કોરોનાની વેક્સીન ન મળી જાય અથવા એનું સંક્રમણ સંપૂર્ણપણે અટકી ન જાય. લૉકડાઉમાં અત્યારે થોડી ઢીલ આપવામાં આવી છે, ત્યારે હાલમાં આ બિઝનેસ શરૂ થતા જ ચાલવા લાગે તેની પૂરે પુરી શક્યતાઓ રહેલી છે.

image source

કોરોના વાયરસના કારણે આખુય વિશ્વ જ્યારે ચિંતિત છે ત્યારે ભારતમાં પણ આ સમયે અનેક બિઝનેસ બંધ થવાની કગાર પર આવી ચુક્યા છે. પરંતુ આ લૉકડાઉન અનેક અન્ય નવા બિઝનેસ માટે તકો લઈને આવ્યું છે. આજે અમે આપને આવા જ એક નવા બિઝનેસની માહિતી આપવા જઈ રહ્યા છીએ. કોરોના વાયરસ અને ચાલી રહેલા લૉકડાઉન પછી અથવા અમુક સમયના અંતરાલ પછી લોકોએ પોતાની બિલ્ડિંગ, ગાડી તેમજ અનેક જગ્યાઓ સેનિટાઇઝ કરતા રહેવાની ફરજ પડશે. જો કે જુન મહિનાની શરૂઆતથી જ હવે લૉકડાઉનમાં ઢીલ આપવામાં આવી છે. આ કારણે જો હાલમાં આ બિઝનસ શરુ કરવામાં આવે તો શરૂ કરતા જ એ ચાલવા લાગે તેવી પૂરી શક્યતા રહેલી છે.

image source

કારણ કે હાલમાં રસ્તા, રેલવે સ્ટેશનો, ટ્રેન, ગાડી, ઑટો રીક્ષા અને ઘરોને પણ સંપૂર્ણ રીતે અવારનવાર સેનિટાઇઝ કરવામાં આવી રહ્યાં છે. જ્યાં પણ જરા સરખી સંક્રમણની આશંકા લાગે છે, તે જગ્યાને તરત જ સેનિટાઇઝ કરવામાં આવી રહી છે. ઑફિસો શરૂ કરતા પહેલા તેમને સેનિટાઇઝ કરવાનો આદેશ પણ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

image source

જો આ સમયે તમે આ બિઝનેસની શરૂઆત કરો છો, તો તમને ઓછા સમયમાં સારી કમાણી થઈ શકે છે. એક ટુ-વ્હીલર ગાડીને સેનિટાઇઝ કરવામાં 15થી 20 મિનિટનો લાગે છે. અને આ કાર્ય કરવાના તમને 20-30 રૂપિયા સરળતાથી મળી શકે છે. જો કે આનાથી વધારે કમાણી પણ તમે જરૂર કરી શકો છો. ફોર વ્હીલર ગાડીને સેનિટાઈઝ કરવામાં 20-25 મિનિટ જેટલો સમય લાગે છે. જેના બદલામાં તમને 500 રૂપિયા સુધી મળી શકે છે. જો તમે દિવસમાં 10 ગાડી પણ સેનિટાઇઝ કરો છો, તો તમને 5,000 રૂપિયા મળી શકે છે. આથી તમારી મહિનાની કમાણી 1.5 લાખ રૂપિયા થઈ શકે છે.

જો કે આ વ્યવસાય સરકારના ધારા ધોરણો મુજબ થાય તે જરૂરી છે. હાલ બજારમાં અનેક ઓટોમેટિક સેનીટાઈઝ

image source

મશીન મળી રહ્યા છે, જેના દ્વારા ઘર તેમજ વાહનને પણ સેનિટાઇઝ કરવું સરળ બની જાય છે. તો આ વ્યવસાય માટે તમે તમારા બજેટ પ્રમાણેના મશીનની પસંદગી કરી શકો છો. જે સ્થિતિઓ છે હાલ દેશમાં એ જોતા રસ્તા પર દોડી રહેલી તમામ ગાડીઓને ઓછામાં ઓછી એકવાર સેનિટાઇઝ કરવી ખૂબ જરૂરી છે. જો કે આ વ્યવસાય વખતે તમારે એક વાત ધ્યાનમાં રાખવી પડશે કે તમે જે કામ કરશો તે સરકારી ગાઇડલાઇનની અંદર રહીને જ કરવું પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત