Site icon News Gujarat

ST બસના મુસાફરોનું હવે ખિસ્સુ થશે વધારે ખાલી, જાણી લો કયા રૂટ પર કેટલો થયો ભાડાનો વધારો

રાજકોટથી અમદાવાદ જતી ST બસ સેવાના મોટા સમાચાર! બસ સંચાલકોને બખ્ખા, ભાડા વધારી નાખ્યાં

સમગ્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. દિવાળી પછી અમદાવાદમાં કોરોનાએ ઉથલો મારતા આજ રાતે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવી દીધો છે. ત્યારે અમદાવાદમાં એસટી બસના પ્રવેશને લઈને ગુજરાતની રૂપાણી સરકારને મોટો નિર્ણય લીધો છે. ગુજરાતમાં હાલ ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યું લગાવામાં આવ્યો છે. ત્યારે 4 મહાનગરપાલિકામાં રાત્રી કર્ફ્યું અંગે ST નિગમે એકશન પ્લાન ઘડી નાંખ્યો છે.

image source

ST નિગમે મુસાફરોને બસમા બેસવા માટે પડાપડા ન કરવા અપીલ કરી છે. પેસેંજરો માટે બાયપાસ પીક અપ પોઇન્ટ નક્કી કરાયા છે. રાત્રે પણ ST નિગમના કર્મચારીઓ પિકઅપ પોઇન્ટ પર રહેશે. ગુજરાતમાં હાલ ચાર મહાનગરપાલિકાઓમાં રાત્રિ કર્ફ્યું જાહેર કરવામાં આવતા ST નિગમ દ્વારા એકશન પ્લાન બનાવામાં આવ્યો છે. જેમાં પેસંજરો માટે બાસપાસ પીકઅપ પોઇન્ટ નક્કી કરવામાં આવ્યાં છે. રાત્રે પણ આ પિકઅપ પોઇન્ટ પર ST નિગમના કર્મચારીઓ હાજર રહેશે.

image source

ગુજરાતના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત ખાતે પીકઅપ પોઇન્ટ નક્કી કરાયા છે. શહેર અને નજીકના સ્થળ પરથી ST બસો મળી રહેશે. આ પીકઅપ સ્ટેન્ડ પરથી રાત્રિના સમયે પણ નિગમના કર્મચારીઓ સ્ટેન્ડ ટુ બાય રહેશે. ગુજરાતમાં હાલ કોરોના વાયરસ બેકાબુ જોવા મળી રહ્યો છે.

image source

કોરોના વાયરસ મહામારીને લઇને ધંધા-રોજગાર પર અસર જોવા મળી છે. રાજ્યની જનતા એક તરફ કોરોના તો બીજી તરફ મોંઘવારીના માર વચ્ચે પીસાઇ રહી છે ત્યારે રાજકોટથી અમદાવાદ ST બસના મુસાફરો માટે ખરાબ સમાચાર આવ્યાં છે. રાજકોટથી અમદાવાદના ST ભાડામાં 4 રુપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

image source

રાજકોટ થી અમદાવાદ આવતા-જતા મુસાફરો માટે ખરાબ સમાચાર આવ્યાં છે. જેમાં ST વિભાગ દ્વારા ભાડામાં 4 રુપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે. રાજકોટમાં હાલ નવા બની રહેલા સિવિલ હોસ્પિટલના બ્રિજના કારણે બસના રુટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આમ નવા બની રહેલા બ્રીજના કારણે ST બસને 4 કિલોમીટર જેટલું અંતર વધી ગયું. આમ ST નિગમ દ્વારા 4 કિમીના અંતર વધવાથી ભાડામાં વધારો કર્યો છે.

image source

આમ એક તરફ મોંઘવારીમાં પિસાઇ રહી જનતા માટે ‘સલામતીની સવારી, એસટી અમારી’માં ભાડું વધારી દેવામાં આવતા જનતા માટે ખરાબ સમાચાર આવ્યાં છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં રાજ્યભરમાંથી અવર-જવર કરતી 27 સુધી એસટી બસ સેવાને આ નિર્ણયની અસર થઈ છે અને દરમિયાન રાજ્યના કોઇ પણ શહેરમાંથી અમદાવાદ આવું મુસાફરો માટે મુશ્કેલ બનશે .

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version