Site icon News Gujarat

સૌરાષ્ટ્રની ખુમારી : મહારાષ્ટ્રની કેન્સર પીડિત બાળકીને સ્ટેમ સેલ ડોનેટ કરી ભાવનગરના યુવકે બચાવ્યો તેનો જીવ

દેશમાં ચોતરફ જ્યાં કોરોના, પથ્થરમારો, મૃત્યુ જેવા નિરાશાજનક સમાચારો મળી રહ્યા છે તેવામાં એક એવા સમાચાર મળી રહ્યા છે જે જીવન પ્રત્યેની નવી આશાની સકારાત્મકતા લાવે તેવા છે.

image source

આ સમાચારની વિગતો જણાવીએ તો મહારાષ્ટ્રની 14 વર્ષની કેન્સરગ્રસ્ત બાળકીનું જીવન ભાવનગરના એક યુવકે બચાવ્યો છે. આ બાળકીને સારવાર માટે સ્ટેમ સેલ્સની જરૂર હતી. તેના સ્ટેમ સેલ્સ ભાવનગરના એક 24 વર્ષીય ડોનર સાથે મેચ થયા હતા. આ યુવકે પણ બાળકી માટે સ્ટેમ સેલ્સ ડોનેટ કર્યા અને હવે તેનું ટ્રાન્સપ્લાન્ટ કરી બાળકીનો જીવ બચાવવામાં આવશે.

image source

દેશની સૌથી મોટી બ્લડ સ્ટેમ દાતાઓનું રજિસ્ટ્રેશન કરતી દાત્રી સંસ્થાના રિજનલ હેડના જણાવ્યાનુસાર દેશમાં કોરોના વાયરસના કારણે જાહેર કરવામાં આવેલા લોકડાઉનના કારણે 23 માર્ચ પછી આ પહેલું સ્ટેમ સેલ ટ્રાંસપ્લાન્ટ હશે. સ્ટેમ સેલ ડોનેટ કરવા માટે 24 વર્ષીય હર્ષ ભાવનગરથી અમદાવાદ પહોંચ્યો હતો. અમદાવાદની હોસ્પિટલમાં તેના સ્ટેમ સેલ લેવામાં આવ્યા. ત્યારબાદ ખાસ વ્યવસ્થા કરવામાં આવી અને સ્ટેમ સેલને કોઈપણ જગ્યાએ અટકાવ્યા વિના મહારાષ્ટ્ર પહોંચાડવામાં આવ્યા. અહીં જે હોસ્પિટલમાં બાળકીનું ટ્રાંસપ્લાન્ટ કરવાનું છે ત્યાં સ્ટેમ સેલ પહોંચાડવામાં આવ્યા છે.

image source

એક બાળકીનું જીવન બચાવનાર ભાવનગરના હર્ષ ગાંધીએ આ અંગે જણાવ્યું હતું કે, કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે મુસાફરી કરવી જોખમી હતી પરંતુ આનંદ એ વાતનો છે કે ભાવનગરથી અમદાવાદની મુસાફરી કરવાથી એક બાળકીનું જીવન બચી જશે. મુશ્કેલ સમય છે પરંતુ તેવામાં કોઈની મદદ કરવાની લાગણી ચિંતા દૂર કરે છે. તેણે લોકડાઉન વચ્ચે ઘરમાંથી બહાર જવાનું એટલા માટે પસંદ કર્યું કે તેના કારણે બાળકીનો જીવ બચી જશે. હર્ષને તેની પત્નીએ પણ આ કામમાં પ્રોત્સાહન પુરું પાડ્યું હતું.

image source

હર્ષ ગાંધીએ જણાવ્યું હતું કે સ્ટેમ સેલ ડોનેટ કર્યાની ક્ષણ તેના માટે સૌથી વધારે આનંદદાયક હતી. ઉલ્લેખનીય છે કે સ્ટેમ સેલ મેચ થાય તે રેર ઘટના હોય છે. 10,000માંથી 1 વ્યક્તિના સ્ટેમ સેલ અન્યને મેચ થતા હોય છે. આ કારણે લોકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. રજિસ્ટર થયેલા ડોનર પણ ઓછી સંખ્યામાં હોય છે. દાત્રી સંસ્થામાં 4.5 લાખ દાતાની નોંધણી છે આ સંખ્યા ભારતની કુલ વસ્તીના 0.33 ટકાથી પણ ઓછી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version