વિશ્વભરના લોકો પર કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે તેવામાં પાણી પણ નથી રહ્યું સુરક્ષિત

ધરતી ઉપર કોરોના વાયરસની મહામારી ફેલાઈ છે તેમ સમુદ્રમાં પણ એક મહામારી ફેલાઈ છે. સમુદ્ર તેમજ તેના વાતાવરણની સ્ટડી કરતાં વૈજ્ઞાનિકનું માનીએ તો 50 વર્ષો પહેલીવાર સમુદ્રની અંદર આટલી મોટી મહામારી જોવા મળી છે. સમુદ્રી જીવો પર શોધ કરતાં એક વૈજ્ઞાનિકે તેની તુલના ઈબોલા વાયરસ સાથે કરી છે.

image source

આ બીમારીની ચપેટમાં જે જીવ આવ્યા છે તે સમુદ્રની અંદરના જીવનચક્રનો આધાર છે. આ જીવનું નામ છે કોરલ રીફ અને જે બીમારી કોરલ રીફમાં ફેલાઈ છે તેનું નામ છે સ્ટોની કોરલ ટિશ્યૂ લોસ ડિસીઝ. અમેરિકાના વર્જિન આઈલેન્ડના સેંટ થોમસ કીનારે ઉપસ્થિત કોરલ રીફ આ બીમારીથી વધારે પીડિત છે.

આ બીમારી ખૂબ ઝડપથી ફેલાઈ રહી છે. વૈજ્ઞાનિક તેની આ ગતિ અને ભંયકરતાથી ચિંતીત છે. હાલ આ બીમારીની ચપેટમાં 22 પ્રજાતિની કોરલ રીફ આવી છે. આવી દશા આજથી 50 વર્ષ પહેલા જોવા મળી હતી. 1970ના દાયકામાં વ્હાઈટ બેંડ બીમારીના કારણે મુદ્રની અંદર ઉપસ્થિત કોરલ રીફની બે પ્રજાતિ નષ્ટ થઈ ગઈ હતી. પરંતુ આ બીમારીએ 22 પ્રજાતિને ચપેટમાં લીધી છે.