એક એવો અજબ-ગજબ દેશ, જેનું કોઈ રાષ્ટ્રીય ફૂલ જ નથી, આ બાબતો પણ છે જાણવા જેવી

આપણે જાણીએ છીએ કે વિશ્વના લગભગ દરેક દેશોમાં ભારતીયો રહે છે. અમુક દેશોમાં તો ભારતીયોની વસ્તી નોંધપાત્ર પણ થઇ ગઈ છે.

image source

આવો જ એક દેશ દક્ષિણ પ્રશાંત મહાસાગરના મેલાનેશિયામાં આવેલો દેશ ફીજી છે જ્યાંની કુલ જનસંખ્યાના 37 ટકા જેટલા લોકો ભારતીયો છે અને તેઓ સેંકડો વર્ષોથી ત્યાં વસવાટ કરી રહ્યા છે. પરંતુ અન્ય એક દેશ પણ એવો છે જ્યાં વર્ષો પહેલા મોટી સંખ્યામાં ભારતીયો વસવાટ કરતા હતા.

આપણે વાત કરી રહ્યા છીએ યુગાન્ડા દેશની. પૂર્વ આફ્રિકામાં સ્થિત આ દેશ એટલે કે યુગાન્ડા અનેક બાબતોને લઈને વિશેષ છે. વાત કરી તેમ અહીં વર્ષો પહેલા મોટી સંખ્યામાં ભારતીયો વસવાટ કરતા હતા પરંતુ વર્ષ 1972 માં તેમને ફરજીયાત યુગાન્ડા દેશ છોડવાની ફરજ પડતા તેની સંખ્યા ઘણી ઓછી થઇ ગઈ.

 

image source

છતાં હજુ પણ એશિયાઈ મૂળના અનેક લોકો હાલમાં અહીં રહે છે. ખેર, આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને યુગાન્ડા દેશ વિષે અમુક રોચક વાતો જણાવવાના છીએ જે તમારા માટે જ્ઞાનસભર બની રહેશે.

યુગાન્ડા એક લેન્ડલોક દેશ છે એટલે કે તેની ચારે બાજુએ ભૂમિ વિસ્તાર છે. યુગાન્ડા દેશની પૂર્વ દિશાએ કેન્યા, પશ્ચિમ દિશાએ કોંગો, ઉત્તર દિશામાં સુદાન અને દક્ષિણ દિશામાં તાન્ઝાનિયા દેશ આવેલો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ દેશની ત્રીજા ભાગની વસ્તી ગરીબી રેખા હેઠળ જીવન વિતાવી રહી છે. આ લોકોની દૈનિક આવક બે ડોલર એટલે કે લગભગ 153 રૂપિયાથી પણ ઓછી છે.

image source

યુગાન્ડામાં એક ચર્ચ પણ આવેલું છે જે સંભવત દુનિયાનું બીજું સૌથી નાનું ચર્ચ માનવામાં આવે છે. એ ચર્ચ એટલું નાનું છે કે તેમાં ચર્ચના પાદરી સિવાય માત્ર બે વ્યક્તિ જ ઉભા રહી શકે છે. વર્ષ 1996 માં બનેલા આ ચર્ચનું આમ તો કોઈ નામ નથી પરંતુ સ્થાનિક લોકોમાં તે બિકુ પહાડ પરનું ચર્ચ એવા નામથી ઓળખાય છે.

image source

યુગાન્ડા દેશની અન્ય એક ઉલ્લેખ કરવા જેવી વાત પણ છે. જેમ દુનિયાના લગભગ દરેક દેશોના રાષ્ટ્રીય પ્રતીકો હોય છે જેમ કે રાષ્ટ્રીય રમત, રાષ્ટ્રીય પ્રાણી, રાષ્ટ્રીય ફૂલ વગેરે.. આપણા ભારત દેશની રાષ્ટ્રીય રમત હોકી, રાષ્ટ્રીયા પ્રાણી વાઘ અને રાષ્ટ્રીય ફૂલ કમળ છે. પરંતુ યુગાન્ડા દેશનું કોઈ રાષ્ટ્રીય ફૂલ જ નથી. અને તેના પાછળ શું કારણ હોઈ શકે એ તો યુગાન્ડાની સરકાર જ જાણે.