અજીબ મામલો: અચાનક જ 36 અઠવાડિયાની પ્રેગ્નન્ટ હોવાની જાણ થઈ અને 14 વર્ષની બાળકી બની ગઈ માતા!

યુકે સ્થિત એક મહિલા જે પહેલેથી જ પાંચ બાળકોની માતા છે તેણે ખુલાસો કર્યો છે કે તે કેવી રીતે બ્રિટનની ‘સૌથી નાની દાદી’ બની હતી. જ્યારે કેલી હીલી નામની મહિલા માત્ર 30 વર્ષની હતી ત્યારે તેની 14 વર્ષની ટીનેજ પુત્રી સ્કાય સાલ્ટરે બેઈલીને જન્મ આપ્યો હતો. બેઈલી હવે 3 વર્ષની છે. તેણીનો જન્મ ઓગસ્ટ 2018માં થયો હતો.

‘ધ સન’ના રિપોર્ટ અનુસાર કેલી હેલીએ કહ્યું કે તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તે આટલી નાની ઉંમરમાં દાદી બની જશે. તેણે કહ્યું કે જ્યારે તેને ખબર પડી કે તેની 14 વર્ષની દીકરી માતા બનવા જઈ રહી છે ત્યારે તેણે તેને પૂરો સાથ આપ્યો.

કેલીએ કહ્યું કે જ્યારે અચાનક ખબર પડી કે તેની પુત્રી કેટલાંક અઠવાડિયાંની ગર્ભવતી છે, ત્યારે ગર્ભનિરોધક અને સુરક્ષિત સેક્સ વિશે બૂમો પાડવાનો કોઈ ફાયદો નથી. કારણ કે જે થવાનું હતું તે થઈ ગયું.

image source

કેલી હેલીએ વધુમાં કહ્યું કે, ‘મારા મિત્રો ખૂબ જ ખુશ છે કે મને પૌત્ર મળ્યો છે.’ સાથે જ હેલીએ એ પણ જણાવ્યું કે તેની માતાની ઉંમર 48 વર્ષ છે. તે પોતે પણ આટલી ઉંમરે પરદાદી બનવા તૈયાર નહોતી.

પુત્રી પિતા સાથે રહેતી હતી

કેલીની પુત્રી સ્કાય તેની સાવકી માતા અને પિતા સાથે વેસ્ટ લંડનના ક્રોફોર્ડમાં રહેતી હતી. 2018માં સ્કાયને ખબર પડી કે તે ગર્ભવતી છે. આ પછી, તેને ઇસ્લેવર્થની વેસ્ટ મિડલસેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જ્યાં તબીબોએ તેનું અલ્ટ્રાસાઉન્ડ કર્યું હતું. ડોક્ટરોએ જણાવ્યું કે તે 36 અઠવાડિયાની ગર્ભવતી છે. બાદમાં એ પણ સામે આવ્યું છે કે સ્કાય સેક્સ્યુઅલી એક્ટિવ હતી. ટેસ્ટ કરાવતા પહેલા, તેણે બચાવ તરીકે ગર્ભનિરોધક ઇમ્પ્લાન્ટ કરાવવા માટે એપોઇન્ટમેન્ટ લીધી હતી. પરંતુ ડોકટરોની વાત સાંભળીને સ્કાયને આશ્ચર્ય થયું, જ્યારે ડોકટરોએ કહ્યું કે તેણી ગર્ભપાત કરાવી શકતી નથી.

image source

કારણ કે પ્રેગ્નન્સી પછી ઘણો સમય વીતી ગયો હતો. સ્કાય કહે છે કે એકવાર તે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. પરંતુ જ્યારે તેણે પોતાના પુત્રના ધબકારા સ્ક્રીન પર જોયા ત્યારે તેનું હૃદય ભાવુક થઈ ગયું.

ગેમા સ્કિનર 33 વર્ષની ઉંમરે દાદી બની

અગાઉ, ત્રણ બાળકોની માતા ગેમા સ્કિનરને બ્રિટનમાં સૌથી ઓછી ઉમરની દાદી માનવામાં આવે છે. તેની ઉંમર 33 વર્ષની છે. તેમની 17 વર્ષની પુત્રી મેગીએ ગયા વર્ષે ઓક્ટોબરમાં એક બાળકીને જન્મ આપ્યો હતો. તે આમેરશામ (બંકિંગહામશાયર)માં રહે છે. ‘ધ સન’ સાથે વાત કરતી વખતે ગેમાએ કહ્યું, ‘શરૂઆતમાં મને મારી જાતને દાદી કહેવાનું પસંદ નહોતું. પણ હવે મને તે ગમે છે.