વિશ્વના આ 4 અજબ-ગજબ જીવો દેખાવમાં છે એકદમ અલગ, જોઇ લો તસવીરોમાં તમે પણ

વિશ્વભરમાં અલગ અલગ જગ્યાઓએ વિવિધ પ્રકારના જીવો રહેતા હોય છે. વૈજ્ઞાનિકોના કહેવા મુજબ વિશ્વમાં જીવ-જંતુઓની લગભગ 87 લાખ પ્રજાતિઓ વસે છે પરંતુ તે પૈકી અનેક જીવ-જંતુઓ એવા છે જેની હજુ સુધી ઓળખ જ નથી થઇ.

image source

આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં આપણે આવા જ અમુક જીવો વિષે વાત કરવાના છીએ જેનો દેખાવ બિલકુલ અલગ અને અનોખો છે અને તે પૈકી અમુક તો એવા છે જેને તમે પહેલા ક્યારેય જોયા પણ નહિ હોય. તો ચાલો જાણીએ એ અનોખા જીવો વિષે.

અકારી વાંદરા

image source

વાંદરા તો તમે ઘણા જોયા હશે અને એ આપણા માટે કોઈ નવું નામ કે નવો જીવ નથી. સામાન્ય રીતે વિશ્વભરમાં વાંદરાની અનેક જાતો જોવા મળે છે પરંતુ અકારી વાંદરાની વાત કઈંક અલગ જ છે. અકારી વાંદરનું શરીર સંપૂર્ણ રીતે વાળથી ઢંકાયેલું હોય છે અને તેનો ચહેરો તેજ લાલ રંગનો હોય છે. એ સિવાય તેના માથા પર પણ વાળ નથી હોતા. આ પ્રજાતિના વાંદરાઓ મુખ્યત્વે દક્ષિણ અમેરિકાના ટાપુઓ પર જોવા મળે છે.

ગોબ્લિન શાર્ક

image source

આ પ્રકારની મકછલીને ” ભૂતિયા શાર્ક ” પણ કહેવામાં આવે છે. તેનો ડરામણો ચેહરો, ભયાનક આંખ અને ખતરનાક જડબું જોઈ ભલભલા બહાદુરને પરસેવો વળી જાય તેમ છે. જો કે આ પ્રકારની ગોબ્લિન શાર્ક અતિ દુર્લભ પ્રજાતિ છે. ગોબ્લિન શાર્કનું સમુદ્રમાં અસ્તિત્વ હોવાનું વર્ષ 1897 માં જાહેર થયું હતું. પ્રથમ વખત જાપાનમાં તેને પકડવામાં આવી હતી.

જાંબલી દેડકા

image source

શું તમે ક્યારેય જાંબલી રંગનો દેડકો જોયો છે ? નહીં ને ? તો એ એટલા માટે કારણ કે જાંબલી રંગના દેડકાઓ બહુ જૂજ જ જોવા મળે છે. તેઓ પોતાના જીવનનો મોટાભાગનો સમય જમીનની અંદર રહીને જ વિતાવે છે. આ પ્રજાતિના દેડકા પ્રથમ વખત વર્ષ 2003 માં જોવામાં આવ્યા હતા. જાંબલી રંગના આ દેડકાઓ ફક્ત ભારતના પશ્ચિમ ઘાટમાં જ અસ્તિત્વ ધરાવે છે. વર્ષ 2008 માં આ પ્રજાતિના દેડકાનો વિશ્વના 20 સૌથી અજબ-ગજબ જીવોમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

સોફ્ટ શેલ કાચબા

image source

સામાન્ય રીતે કાચબાનું કવચ ઘણું સખત અને મજબૂત હોય છે પરંતુ સોફ્ટ શેલ પ્રજાતિના કાચબા વિશ્વના અન્ય કાચબાઓની પ્રજાતિઓ કરતા અલગ જ છે કારણ કે તેનું કવચ સખ્ત અને મજબૂત હોવાને બદલે મુલાયમ હોય છે. ભારતની ગંગા નદીમાં મળી આવતા આ પ્રજાતિના કાચબાઓ પોતાનો વધુમાં વધુ સમય પાણીમાં જ વિતાવે છે. તેની એક વિશેષતા એ પણ છે કે તે પોતાની ત્વચા વડે પણ શ્વાસ લઇ શકે છે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત