જોઇ લો આ મહિલાઓને, જેઓ સુંદર દેખાવવા માટે કરે છે આવા કામો

મહિલાઓ સુંદર દેખાવા માટે આવા ખતરનાક કામ પણ કરે છે, તસ્વીરો જોઇને રુવાડા ખડા થઇ જશે

image source

સુંદર દેખાવું કોને નથી ગમતું. આપણને દરેકને સુંદર દેખાવના અભરખા હોય છે, પણ કહેવાય છે કે સુંદરતાની સૌથી વધુ લાલચ અથવા ઈચ્છા સ્ત્રીઓને હોય છે. કારણ કે ઘણા લોકો સુંદરતાને જ સ્ત્રીઓનું ઘરેણું માને છે. જો કે આ સુંદરતા મેળવવા માટે લોકો અનેક પ્રકારના કેમિકલ યુક્ત કોસ્મેટિક્સ ઉત્પાદનોનો ઉપયોગ પણ કરે છે. એટલું જ નહીં, ઘણા લોકો તો પોતાના ચહેરાને સુંદર બનાવવા માટે કોસ્મેટિક સર્જરીનો સહારો પણ લેતા હોય છે. જો કે આજે અમે આપને એક ખાસ આદિજાતિની છોકરીઓ વિશે જણાવવા જઈ રહ્યા છે, જેમની સુંદરતાની વ્યાખ્યા અને પ્રકાર દુનિયાથી સાવ અલગ જ પ્રકારના છે.

વિશાળ હોઠ છે, અહી સુંદરતાના પ્રતિક

image source

જો વાત કરીએ ઇથોપિયાની, તો અહીની સુરી જાતિ લાંબા અને વિશાળ હોઠને સુંદરતાના પ્રતિક તરીકે સ્વીકારે છે. આ સ્થિતિમાં, આ સમુદાયની છોકરીઓ જ્યારે મોટી થાય છે, ત્યારે એમના મોઢાના નીચેના બે દાંતને આયોજન પૂર્વક કાઢી નાખવામાં આવે છે. આ દાંત કાઢ્યા પછી, લગભગ 16 ઇંચ જેટલા પહોળા લાકડા અથવા માટીના ટુકડાને નીચલા હોઠમાં ફસાવી દેવાય છે. ત્યાં સ્ત્રીઓની સુંદરતા એમના મોમાં ફસાવેલા ટુકડાની લંબાઈના આધારે જ માપવામાં આવે છે. એટલે છોકરીના મોંમાં જેટલો મોટો ટુકડો ફસાવાય છે, તે છોકરીને એટલી જ સુંદર માનવામાં આવે છે.

આ પરંપરા સદીઓથી ચાલી રહી છે

image source

આ સાંભળીને ચોક્કસ તમને થોડું વિચિત્ર લાગ્યું હશે, પણ ત્યાની આ જ પ્રથા વર્ષોથી ચાલી રહી છે. આ રીત અથવા પ્રથા વિચિત્ર છે, પણ ઇથોપિયાની સુરી જાતિમાં ખુબ મોટા હોઠ એ જ સૌંદર્યના પ્રતિક તરીકે ગણાય છે. ઉલ્લેખનીય છે કે અહીની સુરી જાતિમાં આ પરંપરા અનેક વર્ષો એટલે કે સદીઓથી ચાલી રહી છે.

હોઠની લંબાઈના આધારે દહેજમાં ગાય મળે

image source

અહીના રીતી રીવાજ પ્રમાણે છોકરીના હોઠમાં જેટલી મોટી સાઇઝની પ્લેટ રાખવામાં આવે છે એના પિતાને લગ્ન સમયે દહેજમાં એટલી જ વધુ ગાય મળી શકશે. સૂરી જાતિના આદિજાતિઓની આ પરંપરા મુજબ લગ્ન દરમિયાન મહિલાના હોઠનું માપ જો વધારે હોય તો એવા સંજોગોમાં એ સ્ત્રીને વધારે પ્રમાણમાં દહેજ મળે છે. કારણ કે નાની પ્લેટ વાળી યુવતીના પિતા દહેજમાં માત્ર 40 જેટલી ગાય માંગી શકે છે, જ્યારે સામે મોટી પ્લેટ વાળી યુવતીના પિતા 60 જેટલી ગાયોની પણ માંગ કરી શકે છે.

આ લોકો મુરસી અને મીન જાતિઓથી સંબંધિત છે

image source

સુરી આદિજાતિ એ નાની આદિજાતિ ગણાય છે. એમનું મુખ્ય કામ પ્રાણીઓ ચરાવવાનું છે. જો કે આ વસ્તી ઇથોપિયાના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં જ જોવા મળે છે. આ જનજાતિને સુરમા તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ સુરી લોકો નિલો-સાહારન નામની ભાષા બોલે છે. આ લોકોનો સબંધ ઇથોપિયાના મુરસી અને મીન જાતિઓ સાથે પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત