Site icon News Gujarat

વિશ્વનું સૌથી વખણાયેલું અને સૌથી રહસ્યમયી પેઇન્ટિંગ – ‘મોનાલીસા’ અને આવીજ કેટલીક ખ્યાતનામ તસ્વીરોમાં સમાયેલા રહષ્યો વિષે જાણો

નમસ્તે મિત્રો , ફરી એકવાર આ લેખમાં આપનું સ્વાગત છે આર્ટવર્ક અને પેઇન્ટિંગ્સ કેટલાક લોકો માટે વૈભવતા નું પ્રતીક હોય છે અને જે લોકો કળાને મહત્ત્વ આપે છે અને જેની પાસે કલાનું સારું એવું જ્ઞાન છે , તેના માટે આ કાર્યો પ્રેરણારૂપ બનતા હોય છે .

image source

આપણા માનવ ઇતિહાસમાં આવી ઘણી પેઇન્ટિંગ્સ છે જે હજી પણ એક માસ્ટરપીસ માનવામાં આવે છે અને કલાના જાણકાર લોકો આ પૅટિંગ્સ ના વખાણ કરતા થાકતા નથી પરંતુ આ આશ્ચર્યજનક અને રહસ્યમય પેઇન્ટિંગ્સ માં છુપાયેલા રહસ્યો ઘણી સદીઓ થી અજાણ્યા હતા . મનુષ્યોના રહસ્યો શોધવાની ભૂખ અને માનવીની શોધ વૃત્તિ એ પેઇન્ટિંગ્સમાં છુપાયેલા રહસ્યો શોધી કાઢયા હતા .

આવા ઘણા રહસ્યો હજુ સુધી ઉજાગર થયા નથી અમે તમને આવી જ કેટલીક આશ્ચર્યજનક પેઇન્ટિંગ્સ અને તેમાં છુપાયેલા રહસ્યોથી વાકેફ કરીશું કે જેને જાણીને કે તમે પણ સ્તબ્ધ થઈ જશો અને તમારું મન વિચારવા માટે મજબૂર થઈ જશે કે આ દુનિયામાં કેટલાક આશ્ચર્યજનક રહસ્યો છુપાયેલા છે અને તેમને જાણીને તમે આ તસવીરો ને દાદ આપતા થાકશો નહિ .

1 ” ધ લાસ્ટ સપર ” :-

image source

લિયોનાર્ડો દા વિન્સી એક ખૂબ જ પ્રતિભાશાળી માનવી હતા તેઓ એક આવિષ્કારક , આર્કિટેક્ટ , વૈજ્ઞાનિક , શિલ્પકાર અને પ્રખ્યાત ચિત્રકાર પણ હતા આ સાથે સાથે ‘ વિન્સી ‘ તેમની રચનાઓમાં કેટલાક ગુપ્ત સંદેશા ઓ અને રહસ્યો ને ખૂબ જ ચતુરાઈ થી છુપાવતા હતા ધી વિન્સી ની આ પેઇન્ટિંગ ” ધ લાસ્ટ સપર ” માં દ વીંસી ની એક બીજી છુપી પ્રતિભા બતાવવામા આવી હતી જે છેલ્લા 500 વર્ષથી અજાણ હતી અને વીંસી નું આ અજાણ્યું ટેલેન્ટ હતું સંગીત . આ પેઇન્ટિંગ સામાન્ય નજરે જોતા એક અદભૂત કલાના નમૂના જેવી લાગતી હતી

પરંતુ જો આ પેઇન્ટિંગ માં ટેબલ પર મુકેલી વસ્તુઓ અને લોકો ના હાથ જેવી વસ્તુઓ ને એકબીજા સાથે જોડતા એક મ્યુઝિક લાઈન બનાવવામા આવે તો આ બધી રેખાઓ એક સાથે મળીને એક ધૂન બનાવે છે પરંતુ વિન્સી એ આ પેંટિંગમાં આપણ ને આશ્ચર્ય પહોંચાડવા માં કોઈ કસર બાકી રાખી ન હતી એક સંશોધન અનુસાર , વિન્સી જમણે થી ડાબી તરફ લખતા હતા અને જો આ પેઇન્ટિંગમાં થી બનાવેલ મેલોડીને એ જ રીતે વગાડવા માં આવે તો કોઈ સંગીત બનતું નથી પણ જો તેને ડાબેથી જમણી તરફ વગાડીયે તો તે એક મીઠી ધૂન બની જાય છે .

2 ” creation of adams ” : –

 

image source

માઈકલ એન્જેલો ની આ પેઇન્ટિંગ વેટિકન સિટીના સિસ્ટિન ચર્ચમાં જોઈ શકાય છે આ પેઇન્ટિંગમાં ભગવાન એડમ ને તેની આંગળી થી જીવન આપી રહ્યા છે પ્રથમ નજરમાં જોતા એક ખૂબ સુંદર પેઇન્ટિંગ સિવાય બીજું કશું લાગતું નથી પરંતુ 90 ના દાયકામાં એક અમેરિકન ડોક્ટરે કરેલી શોધ પર થી બહાર આવ્યું છે કે જો આ પેઇન્ટિંગ માં ભગવાન ની પાછળ ની રૂપરેખા ને બારીકાંઈ થી જોવામા આવે તો આ રૂપરેખા એક માણસ ના હૃદય નું રૂપ ધારણ કરે છે કે આ પેઇન્ટિંગમાં ભગવાનની પાછળ ની રૂપરેખા અને આઉટ લાઈન ને ફરીથી દોરતા આપણે માનવ મગજ ની સાઈડ પ્રોફાઇલ અને મગજના ઘણા ભાગો સ્પષ્ટ રીતે જોઇ શકાય છે.

માઈકલ એન્જેલો બાળપણ થી જ માનવ શરીરની રચનામાં ખૂબ જ રસ ધરાવતા હતા અને 17 વર્ષની ઉંમરે , તેની હોસ્ટેલ નજીક આવેલા કબ્રસ્તાન માંથી તેઓ શબ ની ચોરી કરીને ને તેના ઉપર એનાટોમી કરતા હતા આ હકીકત પર થી એક વાત સાબિત થાય છે કે માઈકલ એન્જેલો ની પેઇન્ટિંગ માં મગજ ની રેખાકૃતિ જોવી એ માત્ર એક સંયોગ નથી પણ માઈકલ એન્જેલો એ જાણી જોઈને મુકેલુ રહસ્ય હતું .

2 ” મોનાલિસા ” : –

image source

અને હવે એ પેઇન્ટિંગ ની વાત કરીએ કે જેણે કેટલીય સદીઓ થી ઘણા શોધકર્તાઓ ને મુંઝવણ મા નાખી દીધા હતા આ પેઇન્ટિંગ ને આપણે ” મોનાલિસાના ” નામથી ઓળખીએ છીએ આ પેઇન્ટિંગમાં એક એવી સ્ત્રી બતાવવામાં આવી હતી કે જેના ચહેરાના હાવભાવ ખૂબ જ રહસ્યમય હતા આ પેંટિંગ ની ખાસિયત એ હતી કે તેને અલગ અલગ ખૂણે થી જોતા આ પેંટીંગ માં રહેલી સ્ત્રીનું સ્મિત અને તેના ભાવો બદલાઈ રહ્યા હતા ઘણા સંશોધનકારો દ્વારા મોનાલિસા ને પેઇન્ટિંગ માં હસતી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો

જ્યારે ઘણા લોકો આ પેઇન્ટિંગમાં મોનાલિસા ના ચહેરા પર કોઈ અભિવ્યક્તિ નથી એવું કહેતા હતા અને અન્ય સંશોધનકારો માનતા હતા કે મોનાલિસા ના અસલી ચહેરા ને એક બીજા ચહેરા વડે ઢાંકી દેવામાં આવ્યો હતો તેથી હાલમાં આપણે જે સ્ત્રી જોઇ રહ્યા છીએ તે સ્ત્રી વાસ્તવમા મોના લિસા નથી આ પેંટિંગ નું અચાનક લોકો ની સામે આવવુ પણ એક રહસ્ય જ છે

image source

કારણકે ઇટાલીમાં બનેલી આ પેઇન્ટિંગ 1797 માં ફ્રાન્સના એક સંગ્રહાલયમાં મળી આવી હતી આ પેઇન્ટિંગ ને અહીં કોણ અને કેવી રીતે લાવ્યું હતું તે હજી પણ એક રહસ્ય છે આ પેઇન્ટિંગ મુજબ , લિયોનાર્ડો દા વિન્સીનો એલિયન સાથેનો સંબંધ હોઇ શકે, કારણ કે એક સંશોધન મુજબ જાણવા મળ્યું હતું કે જો મોનાલિસાની પેઇન્ટિંગ અને તેના પ્રતિબિંબ ને એક સાથે આજુ બાજુમાં રાખવામાં આવે તો આ બંને પેંટિંગ મળીને વચ્ચે એક એલિયન ના મોઢા જેવી રૂપ રેખા બનાવતી હતી જે આ પેઇન્ટિંગ નું રહસ્ય માનવામાં આવે છે અને આ પેઇન્ટિંગ માં લિયોનાર્ડો વિન્સી એ બીજા કેટલાક રહસ્યો મુક્યા હતા તે તે આજ સુધી કોઈ જાણી શક્યું ન હતું .

મોનાલીસા પેંટિંગ વિશે સૌથી વધુ આશ્ચર્યજનક બાબત તો એ હતી કે લિયોનાર્ડો દા વિન્સી જેવા દિગ્ગજ કલાકારને આ પેઇન્ટિંગ બનાવવા માટે 16 વર્ષ શા માટે લાગ્યા હતા ? આ ઉપરાંત પેંટીંગ વિશે કેટલાક એવા પ્રશ્નો છે જેના જવાબો શોધવા લોકો આજે પણ સંઘર્ષ કરી રહ્યા છે . આજ થઈ ઘણા સમય પહેલા બનાવવામાં આવેલી આ પેંટિંગ નો કલર ધીરે ધીરે ફિકો પડી રહ્યો હતો આથી આ પેઇન્ટિંગ ને કારી થઈ તેનું જૂનું રૂપ આપવા માટે વિશ્વભરના પ્રખ્યાત ચિત્રકારો ને બોલાવવામાં આવ્યા હતા .

image source

ચિત્રકાર એક એવી શખ્સિયત છે કે તેનું ટેલેન્ટ ફક્ત તેની પેઇન્ટિંગ જોઈને જ ઓળખી શકાય છે , પ્રખ્યાત પેઇન્ટર દ્વારા બનાવવામાં આવેલ પેઇન્ટિંગ તમને બહુ સામાન્ય અને વિચિત્ર લાગી શકે છે , કારણ કે એક વાસ્તવિક પેઇન્ટર ની કલા કોઈ અસલી કલાપારખું વ્યક્તિ દ્વારા જ ઓળખી શકાય છે આજના સમયમાં દુનિયામાં એવી કેટલીય પેઇન્ટિંગ્સ હશે જેની કિંમત કરોડો મા છે અને તેને ખરીદવી કોઈ સામાન્ય લોકોની વાત નથી .

આ રહસ્યમય પેઇન્ટિંગ્સ વિશે તમારે શું કહેવું છે , તમે અમને કમેન્ટ દ્વારા તમારો અભિપ્રાય કહી શકો છો તમે આ લેખમાં ઉલ્લેખ કરવામાં આવેલી કોઈપણ પેઇન્ટિંગ્સ વિશે જો તમે કંઈક જાણો છો , જે એકદમ રસપ્રદ હોય તો પછી તમે અમને આ માહિતી પણ કમેન્ટમાં જણાવી શકો છો . અને જો તમને આ પેઇન્ટિંગ્સ વિશેના રસપ્રદ તથ્યો જાણવાનું ગમ્યું હોય તો પછી આ લેખ ને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં .

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version